બોલિવૂડના પીઢ અભિનેતા ગણાતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની વયે નિધન થયું છે.ધર્મેન્દ્ર બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. ધર્મેન્દ્ર છેલ્લાં લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.
ધર્મેન્દ્રની યાદગાર રહી સફર
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી.
ધર્મેન્દ્રએ 19 વર્ષની વયે કર્યાં હતા લગ્ન:-
ફિલ્મોમાં પ્રવેશતા પહેલા, ધર્મેન્દ્રએ ૧૯૫૪માં ૧૯ વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તે યુવાન હતો, તેની જવાબદારીઓ ઘણી હતી, પરંતુ તેનો પ્રેમ તેનાથી પણ મોટો હતો. તેમને ચાર બાળકો હતા સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજિતા. ૧૯૭૦માં, ધર્મેન્દ્ર હેમા માલિનીને ફિલ્મ ‘તુમ હસીન મેં જવાન’ના સેટ પર મળ્યા હતા. તે ફક્ત આકર્ષણ નહોતું; તે એક એવો સંબંધ હતો જે બંનેના જીવનને કાયમ માટે બદલી નાખશે. ધર્મેન્દ્ર પરિણીત હતા, છૂટાછેડા અશક્ય હતા, અને સમાજ ધાર્મિક નિયમોથી બંધાયેલો હતો.



