Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

      June 3, 2026

      નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

      May 31, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ

      May 30, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

      June 4, 2026

      વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

      May 30, 2026

      પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે આ કામ જરૂરી કરાવી લેજો

      May 12, 2026

      તમિલનાડુમાં થલાપતિ વિજય સીએમ બનતા જ 200 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત

      May 10, 2026

      તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 18 જ્યારે કોંગ્રેસની 8 બેઠક પર જીત

      April 28, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ક્રાઈમ સ્ટોરી»“સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી
    ક્રાઈમ સ્ટોરી

    “સાયબર ગુનેગારો પાતાળમાં છુપાયા હશે તો પણ શોધી કાઢીશું”: હર્ષ સંઘવી

    samachar shatakBy samachar shatakSeptember 27, 2025No Comments14 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, “ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે.” તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના અધિકારી કમૅચારીઓને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસની સયબર ફ્રોડ વિરુદ્ધની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવવામાં આવી છે.

    પોલીસની સફળતાની વિગતો આપતા સંઘવીએ જણાવ્યું કે, “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા નાગરિકોને તેમના ઐતિહાસિક રકમ પરત અપાવવામાં આવી છે. એક મોટા કિસ્સામાં, વડોદરાના એક સિનિયર સિટીઝનને પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓના નામે જંગી નફાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા, જેમના ₹૪.૯૧ કરોડ પોલીસે સફળતાપૂર્વક ફ્રિઝ કરાવી પરત અપાવ્યા. અન્ય એક ભયાનક કિસ્સામાં, અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલાને નકલી પોલીસ અધિકારી બની “ડિજિટલ અરેસ્ટ” કરી, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ૧૨ દિવસ સુધી SKYPE પર નજરકેદ રાખી ₹૪૮ લાખ પડાવી લેવાયા હતા, તે રકમ પણ પોલીસે પરત અપાવી છે. આ ઉપરાંત, “ROCKCREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ દ્વારા એક પરિવાર સાથે થયેલી ₹૧૨.૭૦ લાખની છેતરપિંડીના નાણાં પણ પોલીસે રિકવર કરી પરત કર્યા છે.

    આંતરરાષ્ટ્રીય નેટવર્ક પરની કાર્યવાહી અંગે સંઘવીએ માહિતી આપી કે ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય નાગરિકોને દોઢ-બે ટકા કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતા અને સિમકાર્ડ મેળવી, તેનો ઉપયોગ દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે કરતી હતી. આ ગેંગ દ્વારા દેશભરમાં ૧૫૪૯ ગુના આચરી અંદાજે ₹૮૦૪ કરોડની ઠગાઈ કરવામાં આવી છે, જે પૈકી ગુજરાતમાં ૧૪૧ ગુનામાં ₹૧૭.૭૫ કરોડની છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં સુરતમાંથી ૧૦ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ગુનાની ગંભીરતા દર્શાવતો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં ૬૫ મોબાઇલ ફોન, ૪૪૭ ડેબિટ કાર્ડ, ૫૨૯ બેંક એકાઉન્ટ કીટ, ૬૮૬ સિમકાર્ડ અને ૧૬ POS મશીન સામેલ છે.

    ગૃહ રાજ્ય મંત્રીએ નાગરિકોને “સાયબર સુરક્ષા કવચ” અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ સાયબર ફ્રોડનો ભોગ બન્યાના “ગોલ્ડન અવર” એટલે કે પ્રથમ કલાકમાં જ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરવો અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતમાં “ડિજિટલ અરેસ્ટ” જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી, અને આવા નકલી કોલ્સથી ડરવાની જરૂર નથી. તેમણે સોશિયલ મીડિયા પર રાતોરાત કરોડપતિ બનાવતી સ્કીમ અને અજાણી લિંકથી સાવચેત રહેવા જણાવ્યું. શ્રી સંઘવીએ નાગરિકોને ચેતવ્યા કે પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું કે સિમકાર્ડ કોઈને પણ વાપરવા આપવું એ ગંભીર ગુનો છે અને આમ કરનાર ફ્રોડનો ભાગીદાર ગણાશે.અંતમાં, શ્રી સંઘવીએ સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ અને CID ક્રાઈમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યું કે, “ગુજરાત સરકાર તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છે. તમે સાવચેત રહો, અમે સતર્ક છીએ.” આ સાથે જ તેમણે સાયબર ગુનેગારોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “ગુજરાતની ધરતી પર સાયબર ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. તમે દુનિયાના કોઈપણ ખૂણામાં કે પાતાળમાં પણ છુપાયા હશો, તો પણ ગુજરાત પોલીસ તમને શોધી કાઢશે અને કાયદાના હવાલે કરશે.”

    Cyber ​​thug Gujarat Police Home Minister Harsh Sanghvi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025488
    Don't Miss
    ગુજરાત

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    By samachar shatakJune 4, 202635

    અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્ર સરકારના અહેવાલની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે એક…

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026

    વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

    May 30, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !
    • ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો
    • નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ
    • વલસાડનાં 18 વર્ષીય ખેલાડીએ હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ
    • કુકરમુંડાના જુના પીપલાસ ગામે ૨૭ લાખથી વધુ કિંમતની રેતી અને ટ્રક સીઝ
    • વ્યારાના આઈરીઝ પ્લાઝા કોમ્પલેક્ષના પાછળના ભાગે કેનાલ રોડ પર રમતા હતા જુગાર
    • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહન ચાલકો અને ખેડૂતો પરેશાન
    • નંદુરબારમાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ તાપીના ઉચ્છલ-નિઝરમાં જાહેરનામું અમલી
    • તાપી જિલ્લા સેવાસદન ખાતે ૧૮મી મે ના રોજ ‘રોજગાર ભરતી મેળો’ યોજાશે
    • તાપી જિલ્લામાં ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન વિશેષ લોક અદાલત યોજાશે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ !

    June 4, 2026

    ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને તાપી LCBએ ઝડપી લીધો

    June 3, 2026

    નર્મદા: તુમડાવાડીમાં પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણની સુવિધાનો અભાવ

    May 31, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,027

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025693

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025600
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.