નવું વર્ષ આવે તે પહેલાં જ, બાબા વાંગાની ભવિષ્યવાણીઓ વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. બાબા વાંગાને બાલ્કન ક્ષેત્રના નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરમાં તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા, બલ્ગેરિયન બાબા વાંગા દ્વારા 2026 માટે કરવામાં આવેલી ઘણી આગાહીઓ વાયરલ થઈ રહી છે. આ આગાહીઓ સોનાના ભાવને પણ સ્પર્શે કરી રહી છે.
બાબા વાંગાની સોનાના ભાવ પરની આગાહી
ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત આશરે ₹125,000 સુધી પહોંચી ગયા છે. બાબા વાંગાની વાયરલ આગાહી અનુસાર, વૈશ્વિક આર્થિક ફેરફારો 2026માં નાણાકીય કટોકટી પેદા કરી શકે છે, જે પરંપરાગત બેંકિંગ પ્રણાલીને અસર કરી શકે છે. આ કટોકટી બેંકિંગ કટોકટી, ચલણના મૂલ્યોમાં નબળાઈ અને બજારમાં પ્રવાહિતાનો અભાવ તરફ દોરી શકે છે. નાણાકીય કટોકટી સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો લાવી શકે છે, કારણ કે જ્યારે પણ નાણાકીય કટોકટી આવે છે ત્યારે સોના અને ચાંદી બંનેમાં નાણકીય વધારો થાય છે. પરિણામે, એવો અંદાજ છે કે આવતા વર્ષે સોનાના ભાવમાં 25થી 40 ટકાનો વધારો થઈ શકે છે.
૨૦૨૬ માટે બાબા વાંગાની આગાહીઓ:-
વર્ષ ૨૦૨૬માં, લોકો ઘણી વિનાશક કુદરતી આફતોનો સામનો કરી શકે છે.
માનવજાત પહેલીવાર સીધા એલિયન્સનો સામનો કરશે તેવી આગાહી
કૃત્રિમ બુદ્ધિ (AI)નું વર્ચસ્વ વધશે, જે માનવ જીવન માટે ખતરો ઉભો કરી શકે છે.
બાબા વાંગા કોણ છે?
બાબા વાંગા બલ્ગેરિયાની એક રહસ્યમય મહિલા હતી, જેનું સાચું નામ એન્જેલિકા પાંડેવા ગુશારોવા હતું. અંધ હોવા છતાં, તે તેની આશ્ચર્યજનક આગાહીઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. અને તેમણે કરેલી આગાહીઓ સાચી પણ પડતી હોય છે.

