સોનગઢ પોલીસ સ્ટેશનનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તાપી પોલીસ અધિક્ષક દ્વારા તાપી જિલ્લામાં ગુનાઓ આચરી ફરાર થયેલા તેમજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ તાપી લોકલ ક્રાઈમ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ તથાં હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને સંયુકત રીતે મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના પનિયારી સુગર ફેક્ટરી પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાનો આરોપી યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શીવા ઓમપ્રકાશ જયસ્વાલની અટક કરવામાં આવી હતી. તેમજ આગળની તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો.
કામગીરી કરનારી પોલીસ ટીમ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપભાઈ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ બીપીન રામેશભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સન
પોલીસ કોન્સ્ટેબલ સુનીલ ખુશાલભાઈ
આ તમામ તાપી LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોડના માણસોએ વોન્ટેડ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે બાદ આરોપી સામે વધુ કાર્યવાહી કરવા અને વધુ પૂછપરછ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો.