સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એ.એસ.આઈ જયેશ લીલકીયા અને પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રને સંયુક્ત રીતે બાતમી મળતા આરોપી વિજય ઉર્ફે વિજુ ગગનદાસ રાજપાલને સોનગઢના નવા આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ સામે પ્રોહીબિશન એક્ટની કલમ 65ઈ, 81 મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. આરોપીની વધુ તપાસ અને કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
એ.એસ.આઈ જગદીશ જોરારામ
એ.એસ.આઈ જયેશ લીલકીયા
હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ
પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રભાઈ
પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિગમ્બર
આ તમામ પોલીસના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.


