ઉકાઈ પોલીસ સ્ટેશનના બોરીસવાર ગામે ફિલ્ટર-પ્લાંટના ગોડાઉનમાંથી મોટર અને કેબલની ચોરી તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં થયેલા કેબલ ચોરીના આરોપીઓને સોનગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, તારીખ 7/10/25ના રોજ ફરિયાદી તેમજ અન્ય ખેતરમાં બોરમાં લગાવેલી સબમર્શીબલ મોટરોના કેબલ વાયરોની ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનો ઉકેલવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભુપતભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ફતેસિંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાનો આરોપી રાણીઆંબા રેલ્વે ફાટક પાસે આવવાની હકીકત મળતા પોલીસ સ્ટાફના મિત્ર રાણીઆંબા રેલ્વે ફાટક પાસે વોચમાં હતા. તે દરમ્યાન આરોપી મિથુનભાઈ હસમુખભાઈ ગામીત પોતાની ગાડી નંબર GJ-19-Q-6233 લઈને આવતા તેને રોકી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ ગયા હતા. દરમ્યાન સહ આરોપી નીતીનભાઈ ઝીણા ગામીત નાઓએ ચાંપલઘરા ગામના સિમ વિસ્તારમાં આવેલા ખેતરોમાંથી અલગ-અલગ પાંચ જગ્યાએથી સબમર્શીબલ કેબલના વાયરની ચોરી હતી.
ચોરી કરેલા કેબલોનો રબર કાઢી તાંબાનો વાયર ભંગારવાળા અજયભાઈ બાબુભાઈ પટણીને વેચ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી આરોપી સાથે સદર જગ્યાએ તપાસ કરતા અજયભાઈના ઘરમાંથી અંદાજે 9 કિલો તાંબાનો વાયર તેમજ છૂટ્ટી પાણીની મોટરની બોર્ડી નંગ-43 તથા જૂની મોટર નંગ-2 મોટરના રોડ નંગ-18 મોટરની આગળના ભાગના ઢાંકણ નંગ -19 મોટરની પાછળના ઢાંકણ નંગ-20 થતાં ફુટવાલ નંગ-8 મળી રૂપિયા 2,28,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો પણ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો.
પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-
મિથુનભાઈ હસમુખભાઈ ગામીત,3 બી-172 સેક્ટર-4 પાથરડા કોલોની
અજયભાઈ બાબુભાઈ પટણી, રહેઠાણ સોનગઢ
લિયાકત સોહરાબ દેવજીપુરા, સોનગઢ
ઈશ્વરભાઈ બાબુભાઈ પટણી, દેવજીપુરા,સોનગઢ
પકડવાના બાકી આરોપીઓ:-
નીતિનભાઈ ઝીણાભાઈ ગામીત
બબ્લુભાઈ વાસણવાળા
યુસુફભાઈ ઊકાઈ રોડ પર આવેલી ભંગારની દુકાન વાળા
કલ્પેશભાઈ ઈશ્વરભાઈ કોટવાડીયા
બાબુભાઈ રહેઠાણ વિરપુર, વ્યારા,તાલુકો
સેમ્યુભાઈ રહે વિરપુર, વ્યારા, તાલુકો
બાબુ તથા સેમ્યુલનો મિત્ર જેનું નામ જણાયેલ નથી
કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ:-
આઈ.ડી.દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ
હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભુપતભાઈ
હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ફતેસિંગ ભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ઝીણાભાઈ
પોલીસ કોન્સ્ટેબલ રાજીશભાઈ ગોપાળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ મોતીભાઈ રાણાભાઈ





