બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા કમોસમી વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:-
હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.નવેમ્બર માસના શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે. જેની અસર ગુજરાતના વિવિધ ભાગોમાં થશે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મૂકાયા:-
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે, દક્ષિણ ગુજરાતમાં અત્યારે મોટા ભાગના ખેડૂતોએ ડાંગરની કાપણી કરી લીધી છે. અને ડાંગર સૂકાવવા માટે ખેતરમાં મૂક્યું છે ત્યારે કમોસમી વરસાદની આગાહી કરતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતમાં મૂકાય ગયા છે. જો ભૂલથી પણ વરસાદ વરસે તો ડાંગરના પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે.
આ વર્ષે તકડાકડ ઠંડી પડશે:-
અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, આ વર્ષે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની કરી આગાહી વ્યક્ત કરાઈ છે.ડિસેમ્બર મહિનાના અંતમાં ભુક્કા બોલાવશે ઠંડી તેવી આગાહી કરી છે. 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતીલ ઠંડી પડે તેવી આગાહી છે.

