તાપી LCBના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને ખાનગી રીતે બાતમી મળી હતી કે વ્યારામાંથી ચોરાયેલી બાઈક સિંધી ફળિયાના એક ઈસમ પાસે છે જે માહિતીના આધારે સિંગી ફળિયામાં જઈ તપાસ કરતા ઇસમ અને તેના સાગરિત પાસેથી એક મોબાઈલ અને ચોરીની હોન્ડા ગાડી મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની અટક કરી મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ વડા જે. એન. દેસાઈએ વણઉકેલ્યા ગુના ઉકેલવા સૂચના આપી હતી. જે સૂચના આધારે એલસીબી પીઆઇ ડી. એસ. ગોહિલ અને એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી.વ્યારા ની એક મોટર સાયકલ ચોરી કરનાર ઇસમ સિંગી ફળિયામાં રહેતા હોય છે.
જે માહિતીના આધારે વ્યારા સીંગી ફળીયાના ઘાટા રોડ વિસ્તારમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ જયકુમાર રામુભાઈ તેવર તથા કુણાલ પ્રવીણભાઈ ગામીતને સીંગી ફળીયા, વ્યારાએ ચોરી કરેલી કાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ (નં. GJ-26-M-6395) પોતાના ઘરમાં સંતાડી રાખી હોવાનું સ્વીકાર્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વધુમાં બે મોબાઇલ ફોન પણ વ્યારા તથા વાલોડ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી. પોલીસે બંને પાસેથી કુલ 30000નો મુદ્દામાલ, જેમાં એક સ્પ્લેન્ડર મોટર સાયકલ રૂ. 20000 અને બે મોબાઇલ ફોન 10000 સહિતનો જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:-
જયકુમાર તેવરના વિરુદ્ધ અગાઉથી વ્યારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ તેમજ ચોરી ના કુલ 5 ગુના નોંધાયેલા છે, જ્યારે કુણાલ ગામીત સામે કાકરાપાર અને વ્યારામાં મારામારીના 2 ગુના નોંધાયેલા છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફા:-
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ
પોલીસ ઈન્સ્પેક્ટર.એન.જી.પાંચણી
પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.વસાવા
એ.એસ.આઈ.ગણપતસિંહ રૂપસિંહ
એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપભાઈ
હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ
મહાવીર નીરૂભા, હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ
પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવનસન
પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ
પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ
પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ
એ.એસ.આઈ કિરણ વેચીયાભાઈ


