મોટર સાયકલ ચોરીના વોન્ટેડ આરોપીને કુકરમુંડાના મટાવલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈની સૂચના મુજબ ASI વિજય, પોલીસ કોન્સ્ટેબલ મેહુલ, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ, પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત આ તમામ પોલીસ સ્ટાફના માણસો કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા પેટ્રોલિંગમાં હતા.
આ દરમ્યાન કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 324(1),54 મુજબના ગુનાના કામનો વોન્ટેડ આરોપી સોનુ ઉર્ફે શાહરૂખ લતિફ હિદાયદ પઠાણ રીક્ષામાં બેસી શાહાદાથી અક્કલકુવા તરફ જતો હોવાની બાતમી મળતા.મટાવલ પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન એક પેસેન્જર ભરેલી રિક્ષાને ઉભી રાખી અંદર બેસેલા પેસેન્જરને ચેક કરતા ઉપરોક્ત ગુનાનો વોન્ટેડ આરોપી મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તારીખ 26-06-2026ના રોજ પોલીસ દ્વારા પકડેલી આરોપી ફરદિન મહેમુદ પઠાણ તથા રેહાન જાકીર પીંજારી પાસેથી જે હોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ નંબર MH-39-R-2490ના સ્પેર પાર્ટ કબ્જે કર્યાં હતા. જે સ્પેર પાર્ટ વાળી મોટર સાયકલ આરોપીએ પોતે મંગાવેલ હોવાનું જણાવતા ગુનાના કામે આરોપીને ધરપકડ કરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફના માણસો:-
આઈ.ડી.દેસાઈ.પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ વિજય કરશનભાઈ
પોલીસ કોન્સ્ટેબલ મેહુલ માવજીભાઈ
પોલીસ કોન્સ્ટેબલ કમલેશ કિશનભાઈ
પોલીસ કોન્સ્ટેબલ પ્રંશાત કિશોરભાઈ


