ભારે વરસાદ અને પવનના કારણે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા મોરંબા-તોરંદા મુખ્ય માર્ગ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી (JCB) અને સાધનોની મદદથી રસ્તા પર આડું પડેલું વૃક્ષ અને કાટમાળ ઝડપથી દૂર કરીને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.
કામગીરી પૂર્ણ થયા બાદ ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્થળ પર રૂબરૂ તપાસ કરીને માર્ગ સુરક્ષિત હોવાની ખાતરી કરવામાં આવી હતી, જેના પગલે વાહનચાલકો અને સ્થાનિક રાહદારીઓએ મોટી રાહત અનુભવી છે.
નોંધનીય છે કે, જિલ્લા કલેકટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી એ. એન. ડામોર સહિત તમામ તાલુકાના ટીડીઓ, મામલતદારઓ સહિત ટીમ ખડેપગે હાજર રહ્યા હતા.


