ખડી ગામના રહેવાસી નવલ બાબલા ભાઈ ગામીતનું કરંટ લાગવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક નવલભાઈ બાબલાભાઈ મોટર ચાલુ કરી ખેતરમાં કામ કરી રહ્યા હતા.આ દરમ્યાન મોટરના વાયરથી ખભે અને શરીર પર કરંટ લાગ્યો હતો.કરંટ લાગ્યાની જાણ પરિવાર અને સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક હિંદલા ખાતે આવેલા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ ઘટનાથી મૃતકના પરિવાર અને સ્થાનિક લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને સતત વરસાદના કારણે શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં સુરક્ષિત રહેવા માટે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાયરિંગ, સ્વિચ બોર્ડ, અને ભીના હાથ કે પગ બાબતે સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે.
બહારના વાતાવરણમાં સાવધાની:-
વીજળીના થાંભલાથી દૂર રહો:-
રસ્તા પર પાણી ભરાયું હોય ત્યારે વીજળીના થાંભલા (Electric Pole) કે સ્ટ્રીટ લાઈટના વાયરને અડકવું નહીં.
ખુલ્લા વાયર: રસ્તામાં ક્યાંય ખુલ્લા વાયર તૂટેલા દેખાય, તો તેનાથી દૂર રહેવું અને તુરંત સ્થાનિક વીજ કંપનીનો સંપર્ક કરવો


