વ્યારા પોલીસના સ્ટાફ દ્વારા ફરી એકવાર માટી કાર્યવાહી સામે આવી છે. પશુ હેરાફેરીના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી જેલમાં પૂરી દીધા છે. એ.એસ.આઈ ધર્મેશ અને પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સન તથા પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસેથી પશુ ઘાતકીપણાનો કાયદો 1960ની કલમ- 11 (ડી), (ઈ), (એફ) (એચ) તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ -6 (ક-1), 6(ક-3),8(4) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 2015 (11)મો સુધારોના રૂલ્સ નંબર 125(ઈ) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 324(4), 281 મુજબના ગુનાના કામે સંડોવાયેલ અને નાસતા-ફરતા આરોપીઓ ઉમલેશ બાલ્યા ગાવિત, વિપુલ દિલીપ ગાવિતને ઝડપી લેવામાં આવ્યા છે.ઝડપાયેલા આરોપીઓની વધુ તપાસ માટે વ્યારા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.રાવલ
એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ
હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપભાઈ
પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવન્સન
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણ

