Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
છોટાઉદેપુરના શિવજીપુરા ગામના વતની ગોપાલ વજેસિંગ રાઠવાએ શ્રીગોવિંદગુરુ યુનિવર્સિટીમાંથી સસ્કૃત વિષયમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરતા સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશી લાગણી જોવા મળે છે. કુલપતિ પ્રો.ડૉ.હરિ કાતરિયા અને રજીસ્ટ્રાર અનિલ સોલંકી સાહેબના હસ્તે તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગોપાલ વજેસિંગ રાઠવાનું મહાશોધનિબંધનું શિર્ષક “રાજશેખરની નાટ્યત્રયીનું સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન” હતું. આ અભ્યાસ અંગે ગોપાલભાઈએ જણાવ્યું કે, પીએચ.ડી કરવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થયું એનો આનંદ છે. અભ્યાસને પૂર્ણતા સુધી પહોંચાડવામાં દરેક ક્ષણે અંત:સ્ફૂરણા પૂરી પાડનાર પરમકૃપાળુ પરમાત્માને કોટિ-કોટિ વંદન કરું છું. મારા સંશોધનના માર્ગદર્શક ડૉ. કે. કે. અમીનસાહેબ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવ પ્રકાશગાંધી, સાથી મિત્રો તથા મારા માતા-પિતા, ભાઈ-ભાભી,…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધાઓ વધારવા માટે 17 નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને તાલુકો બનાવામાં આવ્યો છે..ઉકાઈ તાલુકામાં નીચેના ગામડાઓનો સામવેશ થાય છે. સોનગઢ તાલુકામાં સમાવેશ ભાગ-Aના ગામડાઓ:- 1 ટોકરવા …
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળા નવી ઉકાઈ શિક્ષક શ્રીમતી લીલાબેન તરફથી પોતાના માતા-પિતા સાથે સસરાના શ્રાદ્ધ નિમિત્તે શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. માતા-પિતા અને સસરાના શ્રાદ્ધના વિશેષ અવસર પર શાળાના વિદ્યાર્થીઓ માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું, જે તેમને આ દિવ્ય તહેવારની પરંપરા અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં મદદરૂપ બન્યું. આ કાર્યક્રમ શાળાના શિક્ષકો અને સ્ટાફની દેખરેખ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. બાળકોને ભોજન સાથે સાથે શ્રાદ્ધની પરંપરા વિશે સમજાવવામાં આવી, જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે વધુ જાગૃત બની શકે. શાળાના પ્રમુખે જણાવ્યું કે, “આ પ્રકારના…
સોનગઢ ઉકાઈ વચ્ચે આવેલા ગુણસદાના વાંકડિયા પુલ પરથી બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે સામેથી બીજો બાઈક ચાલક આવતા સંતુલન ગુમાવતા પોતે વાંકડિયા પુલ નીચે નદીની અંદર પડતા અકસ્માત સર્જાયો થયો હતો. ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં રસ્તે આવતા-જતા લોકો તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
ઉકાઈના અને હાલના સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ બ્યુરો વડોદરા ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ નેગીના સુપુત્ર રજત નેગીનું ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પમાં એન.સી.સી. કેડેટસ તરીકે ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે. રજત નેગી હાલ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રજત નેગીનું એન.સી.સી. કેડેટ્સ તરીકે ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પમાં પસંદગી થતાં તા. ૧૬/૦૯/૨૫ થી તા. ૩૧/૦૯/૨૫ દરમિયાન બેંગ્લોર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પમાં ગુજરાતની ટીમમાં કાર્યરત રહી વધુ તાલીમ મેળવી રહ્યો છે. આ ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પ માટે એક વર્ષ પહેલાંથી એન.સી.સી. કેડેટ્સ ખૂબ…
ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે..નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા થશે નવા તાલુકાઓની રચના..જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. ક્યા તાલુકાઓનું વિભાજન થશે ? ખાસ કરીને સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો બનશે. લુણાવાડામાંથી કોઠંબા, દેડિયાપાડામાંથી ચીકદા, વાપી, કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોંઢા,સોનગઢમાંથી ઉકાઇ, માંડવીમાંથી અરેઠ,મહુવામાંથી અંબિકા,થરાદમાંથી રાહ નવો તાલુકો,વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે.. આ ઉપરાંત કાંકરેજમાંથી ઓગડ નવો તાલુકો,દાંતામાંથી હડાદ નવો તાલુકો ઝાલોદમાં ગુરુ ગોવિંદ લીમડી નવો તાલુકો,ફતેપુરામાંથી સુખસર, જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો, કપડવંજ અને કઠલાલમાંથી…
આજકાલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ચર્ચામાં છે. NATOના સાથી દેશોને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખીરદાવનું બંધ કરવાની માંગ કરી છે. જોકે તેમ છતાં હંગેરીએ અમેરિકાને સીધો પડકાર આપી કહ્યું છે કે, તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. હંગેરીના વિદેશ મંત્રી પીટર સિજ્જાર્ટોએ કહ્યું છે કે, તેમનો દેશ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે. તેમણે UNGAની વાર્ષિક બેઠકમાં કહ્યું કે, ‘અમારા દેશને રશિયાનું ક્રૂડ ઓઈલ અને ગેસ જેવા સ્ત્રો ખૂબ જરૂરી છે, તેથી અમે અમારા ઊર્જા ઉત્પાદનના પુરવઠા માટે આ ખરીદી ચાલુ રાખીશું. રશિયા પાસેથી ઓઈલ ખરીદી કરવા સિવાય અન્ય વિકલ્પ નથી સિજ્જાર્ટોએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારા…
નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત ૧૧૨ જનરક્ષકને ફોન આવતા નેવાળા ગામે તાલુકો નિઝર જી. તાપીમાં કોઇ અજાણી મહિલા પોતાના પરીવારથી વિખુટી પડી ગયેલી છે જેવી ટેલિફોનિક વર્ધી મળતા ૧૧૨ જનરક્ષકના ઇન્ચાર્જ ASI ભગુભાઈ સુખાભાઇ પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ વિરસિંગભાઇ નાઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી અજાણી મહિલાને નિઝર પોલીસ સ્ટેશન લાવી લોકલ આદિવાસી ભાષામાં પુછપરછ કરતા કોઇ જવાબ આપેલ નહી. જેથી આ મહિલાના ફોટા નિઝર તાલુકાના સરપંચોના ગૃપમાં તથા બીજા વ્હોટસએપના માધ્યમથી ફોટા મુકતા સદર અજાણી મહિલાની ઓળખ સુગંતીબેન રાનીયાભાઇ ભીલ થઈ હતી. અને જાણવા મળેલ કે, આ મહિલા મહારાષ્ટ્ર રાજ્યના શિંદા ગામેથી દેવાળા તાલુકો નિઝર ખાતે પોતાના પિયરમાં જવા નિકળેલ હતી…
સોમવારથી શરૂ થયેલા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઉકાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ દ્વારા વ્યવસ્થા-અને સુરક્ષા મુદ્દે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગરબા આયોજકોને ગરબા સ્થળે પાર્કિંગ,લાઈટીંગ, CCTV કેમેરા, જનરેટર ફાયર સેફટીના સાધનો સુરક્ષાગાર્ડ તેમજ વોલેન્ટીયર્સ રાખવા તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને આ ઉપરાંત આ તહેવાર હર વખતની જેમ શાંતીપુર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરવામાં આવેલી છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ અજાણી વ્યક્તિ જોવા મળે કે જે ગામની કોમી એખલાસની ભાવનાને ડોહળવાની કે લોકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તો તરતજ પોલીસને જાણ કરવા સમજ કરેલી છે. જેથી નવરાત્રીના તહેવાર શાંતીપુર્ણ રીતે ઉજવી શકાય. જેમાં ઉકાઈ પોલીસ સ્ટેશન…
ગુજરાત રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાઓનો કુખ્યાત અને વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણને નિઝર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ સકંજામાં આવેલા શખ્સને તારીખ 08/07/2024ના રોજ અટક કરી નામદાર કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ નામદાર સેશન્સ કોર્ટ તરફથી જરૂરી શરતોને આધીન જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, આરોપી સામે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં BNS-203ની કલમ 281, 125(એ) તથાં બારડોલી પોલીસ સ્ટેશનમાં BNS-કમલ 309(4),54 મુજબના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના જામીન નામદાર સેશન્સ કોર્ટ તાપીએ રદ કરતા આરોપીનો ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. જેથી આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણ નાસતો ફરતો…