Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

હીરા નગરી ગણાતા સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી સોનાના દાગીના બનાવાનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પકડમાં આવેલા કેટલાક ભેજાબાજ શખ્સો દાગીનામાં અસલી સોનું ફક્ત નામ પૂરતુ ભેળવી કરતા કૌભાંડ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે નકલી સોનું બનાવતી ગેંગના 12 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ચાર ચેન, ચેન બનવાનું મશીન તેમજ હોલમાર્કનો સિક્કો જપ્ત કર્યો છે. 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી દેતા:- પોલીસ પકડમાં આવેલા શખ્સો 100 ટકામાં 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી કરતા હતા વેચાણ જેથી સોનું લેનારા લોકોને સોના જેવું જ લાગતું હતું. પોલીસ તપાસમાં…

Read More

ગીર સોમનાથના આમોદ્રા ગામે દીપડો ઘરમાં ઘૂસી જતા હાહાકાર મચી ગયો છે. વહેલી સવારે દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો. જે શિકારની શોધમાં ઘરમાં ઘૂસી ગયો હતો. અને રસોડામાં છૂપાયને બેઠો હોવાની માહિતી મળી રહી છે. મહાકાય દીપડો ઘરના પાછળના ભાગેથી ઘરના રસોડામાં ઘૂસ્યો હોવાની ઘર માલિકે જણાવ્યું હતું. જ્યારે ઘર માલિકે દરવાજો ખોલ્યો ત્યારે દીપડાએ ઘર માલિક પર હુમલો કર્યો હતો. મકાન માલિકને પહોંચી ઈજાઓ:- દીપડાના હુમલાથી મકાન માલિકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ વન-વિભાગને થતાં વન-વિભાગની ટીમ આમોદ્રા ગામે આવી પહોંચી હતી. તેમજ ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગ દ્વારા બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો…

Read More

નાંદોદ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા, જળ સંસાધન અને જળ પુરવઠા વિભાગના ઉપસચિવ ઝાહિદ જી. ડોઢિયાએ વિવિધ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. સાર્વજનિક હાઇસ્કૂલ, માંગરોલ ખાતે ધોરણ ૯માં ૧૦૩ અને ધોરણ ૧૧માં ૫૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રવેશ પામેલા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણના પ્રસાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યો હતો.

Read More

ચિરાગ તડવી, નર્મદા નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા  સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા ઝરવાણી ગામના લોકો મૂળભૂત સુવિધાઓના અભાવે જીવનું જોખમ ખેડી રહ્યા છે. ગામની નજીકથી વહેતી ખાડી પાર કરવા માટે પુલની સુવિધા ન હોવાથી લોકો વીજપોલનો સહારો લઈને નદી પાર કરવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિને કારણે રોજના 1000થી વધુ લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂરો, જીવલેણ જોખમનો સામનો કરી રહ્યા છે. ઝરવાણી ગામ, જે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલું છે, તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક હોવા છતાં વિકાસની દૃષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે. સ્થાનિક લોકોનું કહેવું…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના કામના વોન્ટેડ આરોપીને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો તાપી એસ.પી રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં ગુના આચરી નાસતા-ફરતા આરોપીઓને ડિટેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી લીંબાચિયાના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ વળવી, હોડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ વળવી તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ આ તમામ સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વોચમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળતા આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનું રણધીરસિંહ પરદેશી આહવાના ફુવારા સર્કલ પાસે હોવાની…

Read More

ફિલ્મોમાં એક ડાયલોગ છે કે “પૈસા બહુત બડી ચીજ હૈ” પૈસા હૈ તો સબકુછ હૈ આવા બધાં ડાયલોક આપણાને સાંભળવા મળતા હોય છે. આવી જ એક સ્ટોરી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી સામે આવી છે. થોડા દિવસો પહેલા યુપીની રાજધાની લખનૌમાં એક આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ધંધામાં ઉઝબેકિસ્તાન અને થાઈલેન્ડની છોકરીઓ સામેલ હોવાની માહિતી મળી રહી છે. હવે આ સંગઠિત નેટવર્કના સ્તરોનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે આ રેકેટની મુખ્ય સૂત્રધાર લોલા કાયુમોવાએ પોતાને NRI જાહેર કરીને સ્થાનિક ઓળખપત્ર બનાવ્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો:- તપાસમાં એ પણ બહાર…

Read More

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લી ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પંતની આ ઇનિંગ ક્રિકેટ જગતમાં હંમેશા માટે જીવંત બની ગઈ કારણ ભારતીય ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. ઋષભ પંત પછી, વધુ એક યુવા ભારતીય વિકેટકીપર બેટ્સમેને બ્રિટિશ ટીમને હરાવી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ૧૮ વર્ષીય ખેલાડી હરવંશ સિંહ પંગલિયા વિશે, જેમણે ઈંગ્લેન્ડ સામેની વોર્મ-અપ મેચમાં ઝડપી સદી ફટકારીને સનસનાટી મચાવી હતી. હરવંશના પિતા ટ્રક ડ્રાઈવર છે,…

Read More

ગુજરાતમાં લાંચિયાઓની ભરમાર યથાવત છે. ACB ગુજરાતના ગમે તે જિલ્લામાંથી એક આરોપીને પકડીને જેલમાં પૂરે ત્યાં તો બીજા શખ્સો રૂપિયાની લેવડ-દેવડ કરતા ACBના સકંજામાં આવી જતા હોય છે. આ બધાં વચ્ચે વડોદરા ખાણ ખનીજ વિભાગનાં લાંચિયા અધિકારીઓ ઝડપાય ગયા છે. પોલીસે વોન્ટેડ ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સોએ 2 લાખની લાંચ લેતા ખાણ ખનિજ વિભાગનાં 2 કર્મચારીઓને ઝડપી લીધા છે. પકડાયેલા શખ્સોએ રેતીનો સ્ટોક કરવા માટે ઓનલાઇન અરજી પર 2 લાખની માંગી હતી લાંચ ઘટના સામે આવતા બંને લાચિયા અધિકારીઓ પોલીસ પકડથી બચવા માટે પોલીસ પકડથી નાકતા-ફરતા હતા. પરંતુ પોલીસે મહા મહેનતે…

Read More

ભારતીય ટપાલ વિભાગની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના રોકાણકારો માટે એક સલામત અને નફાકારક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ યોજના બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની જેમ કામ કરી રહી છે. આ સ્કિમમાં વ્યાજ દર પણ વધુ આકર્ષક મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં રોકાણકારોને 6.9 ટકાથી 7.5 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જે તેને બેંકોની એફડી કરતા વધુ સારું બનાવે છે. આ યોજનામાં રોકાણ કરાયેલા નાણાં સંપૂર્ણપણે સલામત છે, કારણ કે તે ભારત સરકાર હેઠળ કાર્ય કરે છે. પોસ્ટ ઓફિસ ટીડી યોજનાની ખાસ વિશેષતાઓ:- રોકાણકારો પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા માટે તેમના રૂપિયા જમા કરાવી…

Read More

૧૧ પહેલા ફેસબુકે વોટ્સએપને ૧૯ બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. હવે મેટા માટે આ રકમ વસૂલવાનો સમય આવી ગયો છે. વિશ્વના સૌથી લોકપ્રિય કોમ્યુનિકેશન પ્લેટફોર્મ વોટ્સએપે સોમવારે જાહેરાત કરી હતી કે હવે વોટ્સએપ વાપરતા લોકોને એપના કેટલાક ભાગોમાં જાહેરાતો જોવા મળશે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ સેવાનો ઉપયોગ કરતા અબજો લોકોનો ઉપયોગ કરીને એક નવી આવક સિસ્ટમ સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે.આ જાહેરાતો ફક્ત એપના અપડેટ ટેબ જેમ કે સ્ટેટસ અને ચેનલ્સમાં જ દેખાશે. જેનો ઉપયોગ દરરોજ ૧.૫ બિલિયન લોકો કરે છે. ડેવલપર્સે કહ્યું છે કે તમારી પર્સનલ ચેટ્સ, કોલ અથવા ગ્રુપમાં કોઈ જાહેરાતો દેખાશે નહીં. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં…

Read More