Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ઉકાઈ તાલુકામાં દુમદા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દુમદા ગામના લોકો દ્વારા દુમદા ગામને સોનગઢ તાલુકમાં જ રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. દુમદા ગામ સોનગઢ શહેરને અડીને આવેલું હોવાથી તેમજ સોનગઢથી બે કિલોમીટરના અંતરે આવેલું હોવાથી લોકોને અવર-જવર તથા ધંધા રોજગાર અને સરકારી કામકાજ તથા પોલીસ સ્ટેશનને લાગતી કામગીરી સરળ રહે છે. આ ઉપરાંત સમય અને આર્થિક રીતે પૈસાનો બચત થતી હોવાથી દુમદા ગામને ઉકાઈ તાલુકામાં નહી પણ દુમદા ગામને સોનગઢ તાલુકામાં રાખવામાં આવે તે માટે રજુઆત કરાઈ છે. જો દુમદા ગામને ઉકાઈ તાલુકામાં સમાવેશ…
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી અંગે વાત કરતા કહ્યું કે, આજે ખેલૈયાઓને નહીં નડે વરસાદનું વિઘ્ન.. એટલે કે, ખેલૈયાઓ માટે આજે વાતવરણ સાનુકૂળ બની રહેશે તેવી આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીંવત રહેવાની શક્યતા છે. રવિવારે વરસાદથી અનેક ગરબા આયોજનો રદ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલાક શહેરોનો સમાવેશ થાય છે જેમ કે, જૂનાગઢ, જામનગર, પોરબંદરના ભાગોમાં પડી શકે વરસાદ આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ જોવા મળી…
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે નવમી વખત એશિયન ચેમ્પિયનશિપ જીતી. આ વખતે ભારતની જીતના હીરો તિલક વર્મા હતો. ભારતની જીતથી રાષ્ટ્રપતિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ ભારતીય ટીમને જીત બદલ અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિએ શું કહ્યું ? રાષ્ટ્રપતિએ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું, “એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મારા હૃદયપૂર્વક અભિનંદન. ટીમે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યો નથી, રમતમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હું ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા ભવિષ્યમાં પણ આવા જ પરિણામો સાથે જીતતી રહે.” વડાપ્રધાન મોદીનું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “એક પેડ માં કે નામ” ના સૂત્રને સાર્થક કરતા સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવની ભવ્ય ઊજવણી ઉચ્છલ તાલુકાના માણેકપુર ITIમાં કરવામાં આવી હતી. ઉચ્છલ રેન્જના આરએફઓ નેહાબેન થકી આવેલાં મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યું હતું. અને જણાવ્યું હતું કે, આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણી ધરતીને વૃક્ષો વાવી હરિયાળી બનાવીએ કે જેથી આવનાર સમયમાં આપણે સૌ સ્વસ્થ રહી શકીએ. આ કાર્યક્રમમાં 172 વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વૃક્ષો થકી જ જીવન છે વૃક્ષો વાવી તેનું જાળવણી કરી તેને ઉપજાઉ બનાવવી જોઈએ. અને itiના યુવા પેઢીને દરેકના…
તાપીના સીંગપુર ગામની પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્ર કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીંગપુર કેન્દ્રમાં સમાવિષ્ટ 15 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. સી.આર.સી સાહેબ યાકુબ ગામીત સરપંચ સંગીતાબેન ગામીત દૂધ ડેરીના પ્રમુખ રમેશભાઈ ગામીત ખેતીવાડીના પ્રમુખ અરવિંદાબેન માજી ડેરી પ્રમુખ બાબલાભાઈ ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ગામીત માજી તાલુકા પંચાયત સભ્ય જયંતીભાઈ ગામીત આ ઉપરાત ગામના વડીલો એસ.એમ.સી.ના સભ્યો તથા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં વિભાગ 1 માં પ્રાથમિક શાળા સીંગપુર વિભાગ 2 માં પ્રાથમિક શાળા મોટીખેરવાણ વિભાગ-3 માં પ્રાથમિક શાળા વાડીભેંસરોટ વિભાગ-4 માં પ્રાથમિક…
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ ખુરદી ગામના પ્રાકૃતિક ખેડૂત રમેશભાઈ દિવાનજીભાઈ ગામીત ડાંગરની ખેતી કરીને તાપી જિલ્લાના ધરતીપૂત્રો માટે માર્ગદર્શક બન્યા છે. રમેશભાઈએ પ્રાકૃતિક ખેતીના ઉત્સાહભેર ફાયદા જણાવતા કહ્યું હતું કે આજે રાસાયણિક ખાતર-દવાઓના વપરાશથી રોગોનું પ્રમાણ વધ્યુ છે ત્યારે આપણે સૌ ધરતીપૂત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી માનવજીવન તંદુરસ્ત બનાવવાની પહેલ કરવી જોઈએ. દેશના વડાપ્રધાનનું આહવાન પ્રાકૃતિક ખેતી છે તેમજ આપણાં રાજ્યપાલ પણ અવાર-નવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે. જે ખરેખર સરાહનીય છે. ત્યારે તમામ ખેડૂતોએ તેમના જનઅભિયાનને વધાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ. ખુરદી ગામમાં રમેશભાઈએ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી એવી ગીર ગાયનો…
વડોદરા શહેરના-દાંડીયા બજારમાં ખાનકાહે-આલિયા રિફાઈયા ખાતે પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન અલ-મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના ૧૮૫માં ઉર્સ-શરીફની થયેલી ત્રિદિવસીય ઉજવણીના સમાપન પ્રસંગે ખાનકાહે-આલિયા રિફાઈયાનાં સજ્જાદાનશીન પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહરૂલ્લાહ રિફાઈ સાહેબે તેમના સંબોધનમાં જણાવ્યું હતુ કે, ઇસ્લામ સમગ્ર માનવજાત માટે શાંતિ, સલામતી, પ્યાર-મહોબ્બત, ભાઇચારાની ભાવના સાથે વિશ્વ બંધુત્વનો સંદેશો આપે છે. બુઝુર્ગાને દિન–અવલીયા-અલ્લાહના આસ્તાના ઉપરથી પણ લોકોમાં આવો જ સંદેશો પ્રસરતો હોય છે. માનવતાના કલ્યાણ માટે ખુદાએ-ઇશ્વરે મનુષ્યને આપેલા અમૂલ્ય માનવ જીવનને સાચા અર્થમાં સાર્થક કરીને તમામ લોકોએ પારસ્પરિક પ્રેમ-આદર, સદભાવ-સૌહાર્દ, દિલી સહિષ્ણુતાની પ્રબળ ભાવના સાથે માનવતાની અખંડ જ્યોત સદાય પ્રજ્જવલિત રહે તેવો ખાસ સંદેશ તેમણે આપ્યો હતો. ભારત…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, “ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે.” તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલના અધિકારી કમૅચારીઓને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસની સયબર ફ્રોડ વિરુદ્ધની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવવામાં આવી છે. પોલીસની સફળતાની વિગતો આપતા સંઘવીએ જણાવ્યું કે, “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ગાંધીનગર…
છોટાઉદેપુરના શિવજીપુરા ગામના વતની ગોપાલ વજેસિંગ રાઠવાએ શ્રીગોવિંદગુરુ યુનિવર્સિટીમાંથી સસ્કૃત વિષયમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરતા સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશી લાગણી જોવા મળે છે. કુલપતિ પ્રો.ડૉ.હરિ કાતરિયા અને રજીસ્ટ્રાર અનિલ સોલંકી સાહેબના હસ્તે તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગોપાલ વજેસિંગ રાઠવાનું મહાશોધનિબંધનું શિર્ષક “રાજશેખરની નાટ્યત્રયીનું સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન” હતું. આ અભ્યાસ અંગે ગોપાલભાઈએ જણાવ્યું કે, પીએચ.ડી કરવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થયું એનો આનંદ છે. અભ્યાસને પૂર્ણતા સુધી પહોંચાડવામાં દરેક ક્ષણે અંત:સ્ફૂરણા પૂરી પાડનાર પરમકૃપાળુ પરમાત્માને કોટિ-કોટિ વંદન કરું છું. મારા સંશોધનના માર્ગદર્શક ડૉ. કે. કે. અમીનસાહેબ, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવ પ્રકાશગાંધી, સાથી મિત્રો તથા મારા માતા-પિતા, ભાઈ-ભાભી,…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધાઓ વધારવા માટે 17 નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને તાલુકો બનાવામાં આવ્યો છે..ઉકાઈ તાલુકામાં નીચેના ગામડાઓનો સામવેશ થાય છે. સોનગઢ તાલુકામાં સમાવેશ ભાગ-Aના ગામડાઓ:- 1 ટોકરવા …
