Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ઉકાઈ પોલીસ સ્ટેશનના બોરીસવાર ગામે ફિલ્ટર-પ્લાંટના ગોડાઉનમાંથી મોટર અને કેબલની ચોરી તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં થયેલા કેબલ ચોરીના આરોપીઓને સોનગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, તારીખ 7/10/25ના રોજ ફરિયાદી તેમજ અન્ય ખેતરમાં બોરમાં લગાવેલી સબમર્શીબલ મોટરોના કેબલ વાયરોની ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનો ઉકેલવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભુપતભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ફતેસિંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાનો આરોપી રાણીઆંબા રેલ્વે ફાટક પાસે આવવાની હકીકત મળતા પોલીસ સ્ટાફના મિત્ર…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના,…
સોનગઢની ઐતિહાસિક કાજબા નદી પર શિવાજીનગર અને પરોઠ હાઉસ વિસ્તારને જોડતો તેમજ મહાદેવ મંદિર સુધી સરળ અવરજવર માટે બનાવેલો કોઝવે કમ ચેકડેમ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. સ્થાનિક રહીશોએ આ રસ્તો અવરજવર માટે ફરીથી ખુલ્લો કરાવવા નગરપાલિકામાં ફરીયાદ નોંધાવી છે. અને તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે. કાયમી રહેવાસીઓને રોકવામાં આવતી દીવાલ તોડવામાં ના આવે તો ત્યાંના કાયમી રહેવાસીઓ એક સાથે મળી મામલતદાર સાહેબ સાથે કલેકટર સાહેબને આવેદન પત્ર આપવા જરૂર જશે. કોઝવે બનાવવાનો હેતુ શું હતો? સ્થાનિક રહેવાસી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય બાબુરાવ પાવસેના જણાવ્યા અનુસાર, આ કોઝવે 2013-14માં મંજૂર કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ શિવાજીનગર…
મહારાષ્ટ્ર અને કર્ણાટકની એક-એક બેઠકમાંથી વોટ ચોરી શોધી કાઢ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દાને અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. આ બધાં વચ્ચે તાપી જિલ્લાના ૨૪ વડપાડા-નેસુ જિલ્લા પંચાયત સમાવિષ્ટ વિવિધ ગામો જેમ કે ભીંતબુદ્રુક, માણેકપુર, સુંદરપુર, જુની કાચલી ભીંતખુર્દ વડપાડાભીંત રાવજીબુંદા, વડપાતલ હરીપુર, વડદેખુર્દ, કમલાપુર, જામલી, મોગલબારા, સસા, લીંબાસોટી, પેથાપુર, નુરાબાદ, ખાબદા, બાબરઘાટ, મોવલીપાડા, વડપાડા નેસુ ગામોમાં રાહુલ ગાંધીજીની આ ઝુંબેશને સમર્થન આપવા લોકો પાસે સહી કરાવી જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને લોકોને વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ગામીત, તાપી…
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી જી.એમ.ડી.સી મેદાનના, કન્વેકશન હોલમાં ગુજરાત રાજ્યના વિચરતી વિમુક્ત જન જાતિના સમુદાયની ગુજરાતમાં કુલ વસ્તી,1 કરોડને 25 લાખ લોકો છે. જેમાં બજાણિયા,વાદી,વણઝારા જોગી,ઓડ,રાવળદેવ,ચામઠા દેવીપૂજક, બાફણ, છારા વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિના ઇતિહાસ મુજબ આ વિચરતી વિમુક્ત જનજાતિ માટે અંગ્રેજ સરકારે 1871માં ક્રિમિનલ ટ્રાઈબસ કાયદો દાખલ કરેલો હતો. જે કળો કાયદો ભારત દેશ આઝાદ થયા પછી 5 વર્ષને 16 દિવસ પછી નાબૂદ થયેલ જેથી ગુનાહિતના કાયદાને લીધે બંધારણીય હક્ક અધિકારથી વંચિત આ સમુદાય રહી ગયેલા હતા. આઝાદીના હવે 79 વર્ષ પછી સમાજમાં શિક્ષણ સાથે જાગૃતતા આવતાં આ સમુદાયના લોકો સરકાર સમક્ષ શિક્ષણ ક્ષેત્રે.. સામાજિક ક્ષેત્રે.. રાજ્ય ક્ષેત્રે..સરકારમાં…
તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરનારા બે ભેજાબાજ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વિગત વાર વાત કરીએ તાપી ક્રાઈમ બ્રાન્ચના માણસો દ્વારા પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારાથી સોનગઢ અને ઉચ્છલ હાઇવે રોડ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ.બીપીનભાઈ રમેશભાઇ તથા લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રીતે સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકપ ટેમ્પો નં.RJ-27-GC-7843માં પાછળના ભાગે શાકભાજીની આડમાં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી નવાપુરથી વ્યારા તરફ આવી રહ્યો છે. તેવી યોગ્ય બાતમી મળતા સોનારપાડા ગામની સીમમા પીકપ ગાડી રોકી…
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં સોમવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. અંહી માત્ર 12 વર્ષના એક વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીનું નામ અવનીશ સુશીલભાઈ તિવારી છે. જે વિદ્યાર્થી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. અવનીશના માતા-પિતાએ પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીને વાંચવા-ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું વિદ્યાર્થીને માઠું લાગી જતાં તેણે આપઘાત કરી લીધો હતો. ઉધના વિસ્તારના શુભમ રેસીડેન્સીમાં બન્યો બનાવ વિદ્યાર્થી અવનીશે શુભમ રેસિડેન્સીના નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાતની…
ભારતીય સ્ટાર ક્રિકેટર રોહિત શર્માને ODI કેપ્ટનશીપમાંથી દૂર કરીને એક સાહસિક પગલું ભર્યું છે. શુભમન ગિલને 50 ઓવરના ફોર્મેટની કમાન સોંપવામાં આવતા આ પગલાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. લોકો આ નિર્ણયથી પણ આશ્ચર્યચકિત છે કારણ કે થોડા મહિના પહેલા જ ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ફાઇનલમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટીમ પસંદગી બાદ, રોહિત શર્માનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે 2027 ODI વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરે છે. મારું લક્ષ્ય 2027 વર્લ્ડ કપમાં રમવાનું છે:- રોહિત શર્માએ ICC 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી આ…
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે, શનિવારે રાત્રે દાર્જિલિંગમાં સાત ભૂસ્ખલનની ઘટના બની હતી. મિરિક-સુખિયાપોખરી રોડ પરનો ટેકરીનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે અનેક ઘરો ધરાશાયી થયા હતા. જેના કારણે અત્યાર સુધીમાં તેર લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે રસ્તા પર કાટમાળના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. આસપાસના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવર અને સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. મિરિકમાં એક લોખંડનો પુલ પણ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. તિસ્તાબજાર નજીક બાલુખોલામાં પૂરને કારણે સિલિગુડીને સિક્કિમ અને કાલિમપોંગ સાથે જોડતો હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. દાર્જિલિંગ શહેરનો શહેરના ઘણા ભાગો સાથે સંપર્ક પણ…
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે શનિવારે જગદીશ પંચાલની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ કમલમમાં યોજાયો હતો. જગદીશ પંચાલનું કાર્યકરોએ ગાંધીનગરમાં ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. આ ઉત્સાહભર્યા માહોલમાં ભાજપની મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા અને અહીં ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જગદીશ પંચાલે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,…
