Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
આ વર્ષે સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે આશરે 61 ટકાનો વધારો થયો છે, જેના કારણે તે રોકાણકારો માટે સ્ટોક, બોન્ડ અને અન્ય રોકાણ સાધનોની તુલનામાં સૌથી વધુ ઉપજ આપતો વિકલ્પ બન્યો છે. જોકે, બજાર હવે પ્રશ્ન કરી રહ્યું છે કે શું આ ઉપરનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે સોનાના ભાવ ઘટશે. ભાવ વધારા મુદ્દે વિશ્લેષકોના અંદાજ:- ANZ બેંકના મતે, આવતા વર્ષે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ભૂ-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા, નબળો ડોલર અને સંભવિત યુએસ વ્યાજ દરમાં ઘટાડો આ વર્ષે સોનાના રેકોર્ડ સ્તરે પહોંચવાના મુખ્ય કારણો છે. સ્પોટ ગોલ્ડ $4,225.69 પ્રતિ ઔંસના સર્વકાલીન…
વાલોડ, સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં નાસતા-ફરતા આરોપી તથા વ્યારા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સનને ખાનગી રીતે બાતમી મળતા વ્યારાના સીંગી ફળીયાથી ઘાટા તરફ જતા રોડ પરથી વાલોડ પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી અને છેલ્લાં કેટલાક સમયથી ફરાર થયેલા આરોપીઓ દિપક દિનેશભાઈ વસાવા, ભાવેશ ભગુભાઈ વસાવાને ઝડપી લેવામાં આવ્યા છે. ભેજાબાજ શખ્સોએ આશરે એકાદ વર્ષ પહેલા સરૈયા ગામના એક ઘરના આગળના ભાગેથી યુનિકોર્ન મોટર સાયકલની ચોરી કરી હતી. પકડાયેલા શખ્સો પાસેથી…
ઉચ્છલના મીરકોટ ગામ નજીક ખાડીના પાણીમાં પ્રતિબંધિત વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર માછીમારી કરી રહેલા આરોપીઓને તાપી SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે વિસ્ફોટ કરીને માછલીઓ પકડવાના કૃત્યમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ છે. આ ઉપરાંત અન્ય બે શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. શું હતી ઘટના :- તાપી જિલ્લા એસઓજીની ટીમ ઉચ્છલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસકર્મી વિપુલ રમણ અને શરદ સુરજીને બાતમી મળી હતી કે મીરકોટ ગામની સીમમાં એક હોટેલ પાસેથી પસાર થતી ખાડીમાં કેટલાક ઈસમો વિસ્ફોટકનો ઉપયોગ કરીને માછીમારી કરી રહ્યા છે. મળતી બાતમીના આધારે સ્થળ પર રેડ કરવામાં આવતાં પાંચ…
ગુજરાતમાં સોમવારે શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી બે ઘટનાઓ સામે આવી છે. વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શહેરની MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો છે.અંહી ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને કર્યું ચુંબન હતું. અશ્લિલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. યુવક-યુવતી સામે થશે કાર્યવાહી:- ઘટના સામે આવ્યા બાદ અશ્લીલ ચેનચાળો કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.બંન્ને યુવક-યુવતીની ભાળ મળતાં જ તેમને સસ્પેન્ડ કરાશે. એમએસ યુનિવર્સિટીએ આ ઘટનાને નિંદનીય ગણાવી છે. આ ઉપરાંત મોબાઈલથી વીડિયો ઉતારનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરવામાં…
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે તા.૧૧/૧૦/૨૦૨૫ના શનિવારના રોજ સાંજે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા તાપી ફન ફેસ્ટ ૨૦૨૫ના ભવ્ય સમારોહમાં હેમ્ઝ મ્યુઝિક ઈવેન્ટ દ્વારા દેશભક્તિગીતો તેમજ લીમડદા ગામના ગૃપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. ગીત સંગીતથી ભરપૂર કાર્યક્રમને લઈ દર્શકો ઝુમી ઉઠ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનથી અનેકવિધ કાર્યક્રમોમાં હજારો સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્ટ/ઈલેકટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડવાનો જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરપુર પ્રયાસ કરાયો હતો. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મિશન લાઈફ (પર્યાવરણ માટે જીવન શૈલી) મુખ્ય થીમ સાથે જિલ્લામાં ઠેરઠેર લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. ટકાઉ જીવનશૈલી…
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદ રવિવારે વકર્યો હતો. ખેડૂતોની મહાપંચાયતની સભાને પોલીસ દ્વારા મંજૂરી ન આપવા છતાં બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, આ દરમ્યાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મહાપંચાયતને મંજૂરી ન હોવાથી એકઠા થયેલા લોકોને પોલીસ દ્વારા વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન એકઠા થયેલા લોકોમાંથી પોલીસની PCRવાન અને ગાડી પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાતાવરણ તંગ બનતા પોલીસે ટોળું વિખેરવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. તેમજ આ ઘટનામાં 20થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. ઘટના મુદ્દે આપ નેતા રાજુ કરપડાનું નિવેદન:- રાજુ કરપડાએ કહ્યું…
તાપી જિલ્લાના ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ સામે આવતા ચારેકોર આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. તાપી જિલ્લા ભાજપના સંગઠનની રચના પહેલા જૂથવાદ સામે આવ્યો છે. ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સામે ભાજપમાં જ રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂરજ દેસાઈ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સત્તાના નશામાં ચૂર પ્રદેશ યુવા મોરચાના મંત્રી કાર્યકર્તાઓને પણ ધમકી આપતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત:- વાલોડ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખે સૂરજ દેસાઈ વિરુદ્ધ રજૂઆત કરી છે. આ રજુઆત તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ કરાઈ છે. 50થી વધુ હોદ્દેદારો અને…
તાપી SOGએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.પી.ગરસીયા તથા એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવી પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણ, નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતા. આ દરમ્યાન એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ તથા હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવીને સંયુક્ત રીતે ખાનગી બામતી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનના NDPS એક્ટ 8(સી) 20(બી)(2)(બી) 29 મુજબના કામે સંડોવાયેલો વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીર વ્યારાના મગદુમનગર દાદજી સર્કલ પાસે ઊભેલો હોવાની બાતમીના આધારે વ્યારા મગદુમનગર દાદાજી સર્કલ પાસેથી ભેજાબાજ શખ્સ અને વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીરને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની વધારે તપાસ માટે…
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ એક એવો માણસ છે જેના પર અનેક ગુના નોંધાયેલા છે. લોરેન્સ એક ગેંગસ્ટર છે. લોરેન્સ જેલમાં હોવા છતાં, કોઈપણ સંડોવણી વિના કરોડો રૂપિયાનો માલિક છે. તેની પૈતૃક જમીન ફક્ત કરોડોની છે. તેના પિતા કાયદા અમલીકરણ અધિકારી હતા, પરંતુ તેનો પુત્ર ભારતનો સૌથી ખતરનાક ગેંગસ્ટર છે. તમે જેલમાં બોલિવૂડ સેલિબ્રિટી જેવો શરીર બનાવતા તેના ફોટા જોયા હશે. તે જેલની અંદર શર્ટલેસ ફોટોશૂટ માટે પણ પોઝ આપે છે. તેનું શરીર એવું છે કે આ ગેંગસ્ટરની સરખામણીમાં પ્રખ્યાત કલાકારો પણ ફિક્કા પડી જાય છે. પરંતુ આ ગેંગસ્ટર વિશે સૌથી મહત્વપૂર્ણ સત્ય એ છે કે તે એક ગુનેગાર છે જેણે ઘણા…
ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર બેટસમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. બંનેએ મેદાન પર પોતાની બેટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ જ્યારે કમાણીની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલી હજુ પણ પ્રભુત્વ ધરાવે છે. મળતી માહિતી અનુસાર કોહલીની કુલ સંપત્તિ આશરે ₹1050 કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે રોહિત શર્માની કુલ સંપત્તિ ₹214 થી ₹230 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. આનો અર્થ એ છે કે બંને સ્ટાર્સની કમાણી વચ્ચે લગભગ પાંચ ગણો તફાવત જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીની કમાણી પર નજર કરીએ:- વિરાટ કોહલી હવે માત્ર ક્રિકેટનો ખેલાડી નહીં પણ એક વૈશ્વિક બ્રાન્ડ બની ગયો છે.…
