Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ,…

Read More

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઇકાલે (27 ઓક્ટોબર) નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં અક્તેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના ભેખડ ધસી પડતા દટાઈ જવાથી મૃત્યુ થયા હતા. જેને પગલે ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના ભારે આક્રોશથી વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ તમામ પક્ષના નેતાઓની મધ્યસ્થી બાદ મૃતક દીઠ 50 લાખની સહાયની જાહેરાત કરાતાં મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ, આ દુર્ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસે એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે…

Read More

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરતા રાજ્યના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર કાપવાની સિઝિન પૂરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા છે. સોનગઢ તાલુકાના મોટા ભાગના ખેડૂતોનો પાક પલળી ગયો:- સોનગઢ તાલુકાના મોટ-ભાગના…

Read More

ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે એક ખેડૂતે 15 દિવસથી અનાજનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેની હાલત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વહીવટી તંત્રે તેમના ઊભા પાકમાં JCB લગાવીને પાકને નુકસાન પહોંચાડ્યું અને નવા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દીધી. સ્થાનિક આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે જ્યારે પણ દેશના વડાપ્રધાન 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવે છે, ત્યારે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર તેમની ખેતીલાયક જમીનો વળતર વિના સંપાદિત કરી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ  આવી રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણની કામગીરી દરમ્યાન મોટી દુર્ઘટના ઘટી છે. અંહી ઘાટનું કામ ખૂબજ ઝડપથી ચાલી રહ્યું હતું આ દરમ્યાન અચાનક ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિક શ્રમિકો દટાઈ જતા ત્રણેય શ્રમિકાનો કરૂણ મોત નિપજ્યા છે. દુર્ઘટનામાં અક્તેશ્વર  ગામના ત્રણ શ્રમિકો દટાયા હતા, તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભેખડ ધસી પડતા દટાઈ ગયેલા શ્રમિકોની યાદી 1. શૈલેષભાઇ કનુભાઈ તડવી 35 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું) 2. દિલિપભાઈ ભાણાભાઈ તડવી 47 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું) 3. રોહિતભાઈ રણછોડભાઈ તડવી 45 વર્ષ રહે.…

Read More

ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ કરાયા હતાં. જે રીતે મંત્રીમંડળની રચના કરાઈ છે તેના પરથી એક વાત એ સામે આવે છે કે, ભાજપ હાઇકમાન્ડે માલેતુજાર ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ છે. પ્રત્યેક મંત્રીની સરેરાશ મિલ્કત 11.2 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સૌથી વધુ પૈસાદાર મંત્રી છે. મંત્રીમંડળમાં 90 ટકા મંત્રીઓ કરોડપતિ ADRએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં નવા મંત્રીમંડળ વિશે રસપ્રદ તારણ બહાર પાડવામાં આવ્યા છે. 90 ટકા મંત્રીઓની મિલકત એક કરોડથી વધુ છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી ધનિક મંત્રી છે જેમની 97.35 કરોડની સંપત્તિ…

Read More

ગરૂડેશ્વરના ચીનકુવા ગામમાં વીજળી પડવાથી બે લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગરૂડેશ્વરની સરકારી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. પરંતુ, જ્યારે મૃતદેહોને ઘરે લઈ જવા માટે સબ વાહિનીની જરૂર પડી, ત્યારે હોસ્પિટલ પાસે આ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું. આ ઘટનાએ ન માત્ર હોસ્પિટલની વ્યવસ્થાપનની ખામીઓને ઉજાગર કરી, પરંતુ સરકારી અધિકારીઓની જવાબદારી અને લોકો પ્રત્યેના તેમના વલણ પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા. લોકોની માંગ અને અધિકારીનો ઉદ્ધત જવાબ સ્થાનિક જનપ્રતિનિધિએ જ્યારે હોસ્પિટલના ડોક્ટર સાથે સબ વાહિનીની વ્યવસ્થા માટે ફોન પર સંપર્ક કર્યો, ત્યારે તેમને મળેલો જવાબ આઘાતજનક હતો. ડોક્ટરે જવાબદારી ઝાટકીને કહ્યું, “તમે…

Read More

બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:- હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે મધ્ય-ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.નવેમ્બર માસના શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે. જેની અસર ગુજરાતના વિવિધ ભાગોમાં થશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મૂકાયા:- હવામાન વિભાગ અને…

Read More

આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં ખાનગી બસમાં ભીષણ આગ લાગતા 20થી વધારે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગુરુવારે મધરાત્રે લગભગ 3-30 વાગ્યે આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. હૈદરાબાદ-બેંગાલુરૂ રૂટ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ બાઇક બસ નીચે ફસાઇ ગઇ અને ઇંધણની ટાંકી સાથે અથડાઇ હતી. જેના કારણે બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. બસમાં 42 મુસાફરો સવાર હતા:- બસમાં 42 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 20થી વધુ લોકો જીવતા ભડથું થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે આ ઘટનમાં 12 જેટલા મુસાફરો ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ઘટના બાદ…

Read More

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં એક દિવસ પહેલા ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી હતી. જેમાં બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. તેમાં મૃત્યુ પામેલા પતિ પત્નીને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં ગતરોજ પીએમ કરવામાં આવ્યું અને પીએમ કર્યા બાદ તેમના શબને ઘરે લઈ જવા માટે પરિવારે સબ વાહિનીની માંગણી કરી તો જાણવા મળ્યું કે અંહી વર્ષોથી સબ વાહીનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડોક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી અને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હતો. AAP નેતા નિરંજન વસાવાએ પોસ્ટ કરી જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો…

Read More