Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
કમોસમી વરસાદથી ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતી પાકમાં નુકસાન થયા બાદ ખેડૂતોએ વિરોધનો સૂર શરૂ કર્યો હતો. આ બધાં વચ્ચે ગુજરાત સરકારે 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ આ રાહત પેકેજનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજને કોંગ્રેસે મજાક સમાન ગણાવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક નુકસાની મુદ્દે નિવેદન:- કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક નુકસાની મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, સહાય પેકેજના નામે ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી છે. “16 હજાર ગામડાઓ વચ્ચે માત્ર રૂપિયા 10 હજારનું રાહત પેકેજ યોગ્ય…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલા અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહ્યા છે. આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી…
બિહારમાં વિધાનસભા 2025ની ચૂટણી ખૂબ જ રસપ્રદ રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બિહારનીની ચૂંટણીની દેશમાં ચર્ચા થતી હોય છે. બિહારમાં EBC વર્ગ રાજ્યની કુલ વસ્તીના 36.01% હિસ્સો ધરાવે છે, જે કોઈપણ રાજકીય પક્ષનું નસીબ ચમકાવી શકે છે. આ બધાં વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં પણ વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. હરિયાણાની ચૂંટણીના પુરાવાઓ રજૂ કરી કરી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. ફેક અને બ્લર ફોટાનો ઉપયોગ કરી ફેક વોટર્સ ઊભા કર્યાં હોવાની માહિતી રાહુલ ગાંધીએ જાહેર કરી છે. રાય વિધાનસભા વિસ્તારમાં એક મહિલાએ 10 બૂથ પર મત આપ્યા હોવાની માહિતી આપી.બ્રાઝિલની મોડેલે 22 અલગ-અલગ નામથી મત આપ્યા હતા.હરિયાણામાં…
તાપી LCBના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને ખાનગી રીતે બાતમી મળી હતી કે વ્યારામાંથી ચોરાયેલી બાઈક સિંધી ફળિયાના એક ઈસમ પાસે છે જે માહિતીના આધારે સિંગી ફળિયામાં જઈ તપાસ કરતા ઇસમ અને તેના સાગરિત પાસેથી એક મોબાઈલ અને ચોરીની હોન્ડા ગાડી મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની અટક કરી મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ વડા જે. એન. દેસાઈએ વણઉકેલ્યા ગુના ઉકેલવા સૂચના આપી હતી. જે સૂચના આધારે એલસીબી પીઆઇ ડી. એસ. ગોહિલ અને એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી.વ્યારા ની એક મોટર સાયકલ ચોરી કરનાર ઇસમ સિંગી ફળિયામાં રહેતા હોય છે. જે માહિતીના…
ગુજરાતમાં પડી રહેલા માવઠાંને કારણે સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરથી વધુ વાવતેર વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન થયું છે. મહત્તમ નુકસાન કપાસ અને મગફળી અને ડાંગર જેવા પાકોમાં થયું હોવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ બધાં વચ્ચે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે…
ગુજરાતના નવા મંત્રીઓને જિલ્લાના વહીવટ માટે કામગીરી સોંપવામાં આવી.. DyCM હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાના પ્રભારી બનાવામાં આવ્યા છે.. જ્યારે કનુ દેસાઈને સુરત અને નવસારીના પ્રભારી બનાવામાં આવ્યા.. તો આ તરફ જીતુ વાઘાણીને રાજકોટ અને અમરેલીના પ્રભારી બનાવામાં આવ્યા.. આ ઉપરાંત રાજ્યના બીજા મંત્રીઓને પણ જિલ્લાઓના પ્રભારી બનાવાયા છે.. ખાસ કરીને કેબિનેટ મંત્રીઓને 3 જિલ્લાઓનો પ્રભાર સોપવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓને જિલ્લાનો પ્રભાર સોપવામાં આવ્યો છે. ગુજરાતમાં સુવ્યવસ્થિત વહીવટ ચાલે તેના માટે જવાબદારી સોંપવામાં આવી. સાથે જ રાજ્ય કક્ષના રમત-ગમ્મત મંત્રી ડૉ.જયરામ ગામીતને ડાંગ જિલ્લાના પ્રભારી બનાવમાં આવ્યા છે. જ્યારે રમેશ ભુરાભાઈ કટારાને પંચમહાલ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે.
તાપીના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની ખેતીવાડી બજારોમાં ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના ખેડૂતો માટે 9104918196 જાહેર કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તાપીના વ્યારા માર્કેટ ખાતે હેલ્પ લાઇન નંબરના બેનરો લગાવવા આવ્યા છે. તારીખ ૩૧ના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાહેબ કદડા પ્રથાના વિરોધમાં અને ખેડૂતોને પાકોના ટેકાના ભાવ મળે તે માટે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતમાં…
અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે. આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧…
ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી હતી. બાદમાં ફરી કમોસમી વરસાદ શરૂ થતાં રાજ્યની જનતા ભારે મુશ્કેલીનો સમાનો કરી રહી છે. તેમાંય ખાસ કરીને રાજ્યના ખેડૂતો સતત મુશ્કેલીનો સામાનો કરી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ભારે પવન સાથે ખાબકી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અંદાજે 20 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. હવામાન વિભાગે આજે નીચેના જિલ્લાઓમાં આપી છે આગાહી:- હવામાન વિભાગે આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ ઍલર્ટ..દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચમાં યલો એલર્ટ..વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ..સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ…
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષા મંત્રી ડો.જયરામભાઈ ગામીત, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પૂર્વ પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિતના પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીઓએ મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ પાકમાં થયેલા નુકશાન અંગેની વિગત મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા કટીબધ્ધ છે. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ટોકરવા ચૌક ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓએ, ટોકરવા ગામના…
