Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
દેશભરમાં જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ‘જનજાતિય ગૌરવયાત્રા’નો શુભારંભ થયો છે. આ ઉજવણી વચ્ચે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં બિરસા મુંડાની એક પણ પ્રતિમા ન હોવાને લઈને સ્થાનિક યુવાનોમાં દુઃખ વ્યક્ત કર્યું છે. યુવાનોએ માંગ ઉઠાવી છે કે ગરૂડેશ્વર નજીક અક્તેશ્વર ચોકડી પાસે તેમજ કેવડિયામાં જનનાયક બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન નેતા અને બ્રિટિશ વિરોધી આંદોલનના પ્રતીક તરીકે ઓળખાય છે. તેમની 150મી જન્મજયંતીના પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનજાતિય ગૌરવયાત્રા મુખ્ય આકર્ષણ છે. જોકે, નર્મદા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી વસ્તીની બહુલતા હોવા છતાં બિરસા મુંડાની પ્રતિમા ન…
દિલ્લી બ્લાસ્ટ કેસમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે.. આતંકીઓનું પ્લાનિંગ 26 જાન્યુઆરીએ લાલકિલ્લા પર હુમલાનું હતું ષડયંત્ર હતું. ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમરે કરી હતી લાલ કિલ્લાની અનેકવાર રેકી..જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કરી હતી રેકી..મુજમ્મિલના ફોનના ડંપ ડેટાથી મળી જાણકારી. આતંકી અનેકવાર દિલ્લી આવી ચૂક્યો હતો હિરાસતમાં આવેલો આતંકી મુજમ્મિલના ફોનની તપાસ કરતા સૌથી મોટો પર્દાફાશ થયો છે.આ વર્ષે અનેકવાર દિલ્લી આવ્યો હતો આતંકી મુજમ્મિલ..મુજમ્મિલના ફોનમાં મળી દિલ્લીના અનેક વિસ્તારોની તસવીરો..વિસ્ફોટને અંજામ આપવાના ભાગરૂપે વારંવાર દિલ્લીની લીધી હતી મુલાકાત.પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે.. જે કાર બ્લાસ્ટમાં વાપરવામાં…
તાપીના ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને તાપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લીધો છે.એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસનને ખાનગી રીતે બાતમી મળતા નવસારી જીલ્લાના ટાઉન વિસ્તારમાથી ડોલવણ પોલીસ સ્ટેશન પાર્ટ.સી.ગુ.ર.નં-11824009240772/2024 પ્રોહીબિશનની કલમ 65ઈ,98(2) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અને નાસતો-ફરતો વોન્ટેડ આરોપી જાવિદ હુશેન અબ્દુલ રહેમાન શેખની ઝડપી લીધો હતો. કામગીરી કરનાર ટીમ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચણી એ.એસ.આઈ ધર્મશભાઈ મગનભાઈ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ આ તમામ તાપી ક્રાઈમ બ્રાન્ચના માણસોએ આ કાર્યવાહી કરી હતી. અને છેલ્લાં કેટલાક સમયથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી…
ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર સોમવારે સવારે શુભારંભ થયો હતો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા ‘લોકમંગલમ્’ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર…
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં પટેલ ફળિયા ખાતે રહેતા ૭૦ વર્ષીય દલપતભાઈ રત્નાભાઈ ગામીતના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ દેશી જુવારના રોટલા અને ચુલા પર બનેલા આદિવાસી વ્યંજનોને આરોગી આ ખોરાક ખુબજ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોવાનું જણાવ્યું હતું આ તકે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, રાજયપાલના પરિસહાયક બલરામ મીના, પોલીસ અધિક્ષક જશુભાઈ દેસાઈ, તેમજ અન્ય અધિકારીઓએ પણ રાજ્યપાલ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે.. પકડાયેલા તમામ આતંકીઓના પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પર્દાફાશ થયો છે..મહત્વનું છે કે, UPના આતંકી આઝાદ અને સુહેલને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન ટાસ્ક આપતો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આતંકી અહેમદને પાકિસ્તાન હેન્ડલર અબુ ખદીજાએ બેગ લેવાનું ટાસ્ક આપ્યું હતું. ભેજાબાજ આતંકીઓ ટેલીગ્રામ દ્વારા હેન્ડલરના સંપર્કમા રહેતા હતા. દેશના દુશ્મન આતંકીઓએ ભારતમાં ISIS અને ISKPના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનું ખુલાસો કર્યો છે. આતંકીઓ બીજી વખત ગુજરાત આવ્યા અને રોકાયા હતા:- ATSની પકડમાં આવેલા બન્ને આતંકીઓએ અગાઉ એક લાખ રૂપિયા ભરેલી બેગ રાજસ્થાન હનુમાન ગઢ પાસેથી મેળવીને કલોલ હાઈવે…
દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે પોલીસે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. 10 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, “લાલ કિલ્લા નજીક વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના અહેવાલ ફાયર વિભાગને મળ્યા હતા. દસ ફાયર એન્જિન ઘટનાસ્થળે…
ગુજરાત ATS દ્વારા ફરી એકવાર દેશમાં મોટા હુમલાની ઘટનાઓને અંજામ આપનાર પાપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતનું પાટનગર ગણાતા, અડાલજ નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતાં ત્રણ શખસોને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે ઝડપી લીધા હતા. પકડાયેલા ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય ભેજાબાજ યુપીથી ગુજરાત આવ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. યોગ્ય માહિતી મળતા વોચ ગોઠવાઈ હતી:- ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી. જે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે રવિવારથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રવિવારે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. તદુપરાંત, કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતા પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો…
ગુજરાતમાં જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક ડેટાબેઝ બનાવી રહ્યા છે, જે આ જૂથોમાં આનુવંશિક રોગોના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં, ગુજરાત સરકારે “આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ” પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેથી એક વ્યાપક જીનોમ ડેટાબેઝ બને અને હાલના ડેટામાં રહેલો તફાવત દૂર થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર ગુજરાતમાં જીનોમ સંશોધનને વેગ આપવા માટે GBRC ખાતે આધુનિક સુવિધાઓ છે, જેમાં લોંગ-રીડ સિક્વન્સર સહિત…
