હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી અંગે વાત કરતા કહ્યું કે, આજે ખેલૈયાઓને નહીં નડે વરસાદનું વિઘ્ન.. એટલે કે, ખેલૈયાઓ માટે આજે વાતવરણ સાનુકૂળ બની રહેશે તેવી આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીંવત રહેવાની શક્યતા છે. રવિવારે વરસાદથી અનેક ગરબા આયોજનો રદ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલાક શહેરોનો સમાવેશ થાય છે જેમ કે, જૂનાગઢ, જામનગર, પોરબંદરના ભાગોમાં પડી શકે વરસાદ આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 5 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા.. “ગુજરાતમાં વાદળછાયું અને માવઠાનું વાતાવરણ બનશે જેના કારણે વરસાદ પડી શકે છે.

