તાપી જિલ્લાના ઉચ્છલ સુમુલ ડેરીના હોલમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વદેશી બનાવટનું વધારેમાં વધારે ઉપયોગ કરવો, મહાત્મા ગાંધીએ સ્વદેશી વિશે જેવી રીતે લોકોને પ્રોત્સાહન આપ્યા હતા. મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન શિબિરનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર, જનક સ્મારક હોસ્પિટલ કંપાઉન્ડ કાનપુરા વ્યારાને કુલ 53 બોટલ જુદાજુદા ગ્રૂપનું લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું.
રક્તદાન શિબિરમાં નિઝર 172 વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીતે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના ભાગરૂપે રક્તદાન શિબિરનું સુમુલ શિતકેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉચ્છલ તાલુકાના નવયુવાનોએ પોતપોતાના લોહીના નમૂના અને ગ્રુપ પ્રમાણે રક્તનું દાન કરવામાં આવ્યું કર્યું. આં રક્તદાન શિબિરમાં નિઝર ૧૭૨ વિધાન સભાના ધારાસભ્ય ડો.જયરામ ગામીત તથા જિલ્લા પંચાયત પ્રમુખ જલામસિંગ વસાવા તથા સંગઠન પ્રમુખ સુરજ વસાવા તાપી જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશ કાંચવાલા, સુહાગભાઈ પાડવી, ઉચ્છલ તાલુકા સંગઠન પ્રમુખ અમૃતભાઈ વળવી તથા સંગઠનના સભ્યઓએ પણ રક્તદાન કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આ ડોનેટ થયેલું લોહી તાપી જિલ્લાના અને છેવાડાના ગામડાઓના જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક લોહીની જરૂર પડે છે તે માટે આંવાં કેમ્પ યોજીને લોહી એકત્રિત કરવામાં આવેલું હોય જે ઉપયોગી થાય. આ રીતે એકત્રિત કરેલું લોહી કામ આવી જાય તેનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો.



