કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામમાં એક દિવસ પહેલા ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડી હતી. જેમાં બે લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. તેમાં મૃત્યુ પામેલા પતિ પત્નીને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં ગતરોજ પીએમ કરવામાં આવ્યું અને પીએમ કર્યા બાદ તેમના શબને ઘરે લઈ જવા માટે પરિવારે સબ વાહિનીની માંગણી કરી તો જાણવા મળ્યું કે અંહી વર્ષોથી સબ વાહીનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડોક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી અને ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હતો.
AAP નેતા નિરંજન વસાવાએ પોસ્ટ કરી જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે હજારો કરોડો રૂપિયાની બનાવવામાં આવી અને નવા નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા ત્યાંના સ્થાનિક આદિવાસી લોકોની જમીનો લઈ લેવામાં આવી એમને વિસ્થાપિત કરવામાં આવ્યા અને 30 અને 31 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે અને દર બે ત્રણ મહિને મિનિસ્ટરો મંત્રીઓ મુખ્યમંત્રીઓ ક્લાસ વન અધિકારીઓ ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા નેતાઓ તમામ આગેવાનો અહીં આવે છે પણ જે લોકો જમીન વિહોણા થયા છે અને જ્યારે તેમની આકસ્મિક મૃત્યુના અંતિમ સમયે તેમને પ્રાઇવેટ વાહન લાવી અને પીકઅપ ગાડીમાં બિન વારસી લાશ તરીકે તેમને લઈ જવામાં આવે તે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે.
દેશના વડાપ્રધાન 30 અને 31 તારીખે આવે છે એમનો બે દિવસનો ખર્ચો પાણીના બિસ્લેરી બોટલ, પાણીના જગ ટેન્કર થઈને ૭૫ લાખ રૂપિયા બિલ બનાવવામાં આવ્યું અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આખો વિસ્તાર છે ત્યાં લાઈટોનું જે કામ કરવામાં આવ્યું છે એમાં ૨૦થી ૨૫ કરોડ રૂપિયાના બેનરો તેમજ અન્ય ખર્ચાઓ થઈ અને 100 કરોડથી પણ વધારે પ્રજાના ટેક્સના પૈસાનું આવા મોટા કાર્યક્રમો અને ખોટા ખોટા તાઈફાઓ કરી એને બરબાદ કરી દેવામાં આવે છે. પાંચ દસ લાખ કે 15 લાખના એ વિસ્તારમાં રહેતા લોકો જ્યારે મૃત્યુ પામે છે આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ તો એવા લોકો માટે સબ વાહીની પણ નસીબમાં નથી આવતી પેલી કહેવત છે કે દીવા તળે અંધારું આજે દેશ દુનિયાના લોકો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ચાર પાંચ કિલોમીટરના અંતરના લોકો મૃત્યુ પામે છે તો તેમને સબ વાહિની પણ નસીબ નથી, શું આ છે અકલ્પનીય વિકાસ.?

