તાપીના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની ખેતીવાડી બજારોમાં ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના ખેડૂતો માટે 9104918196 જાહેર કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તાપીના વ્યારા માર્કેટ ખાતે હેલ્પ લાઇન નંબરના બેનરો લગાવવા આવ્યા છે.
તારીખ ૩૧ના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાહેબ કદડા પ્રથાના વિરોધમાં અને ખેડૂતોને પાકોના ટેકાના ભાવ મળે તે માટે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતમાં આવ્યા હતા. ત્યારે તમામ કિસાન ભાઈઓને આ મહાપંચાયતમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. તેમજ કોઈ પણ અન્યાય થાય 9104918196 વોટસેપ કરો અથવા કોલ કરી જાણ કરશો. જેથી ગુજરાત તેમજ તાપી જિલ્લાની ટીમ તમારા મદદે આવી શકે છે.

