રાજ્યાના તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ વડા (DGP) દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી 12 જાન્યુઆરી 2026 સુધી તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. આનો અર્થ એ થાય કે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના તમામ પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ-ટુ (તૈયાર રહેવું) રહેવાનો આદેશ છે આપવામાં આવ્યો છે.
રજાઓ રદ કરવાનું કારણ:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદી નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેના ભાગરૂપે રજાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ મોદીનો કાર્યક્રમ:
સોમનાથ મંદિરની મુલાકાત
રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી
અમદાવાદમાં મેટ્રોની સવારી
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival 2026)
આ તમામ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સોમનાથથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં મેટ્રો સ્ટેશનો પર પણ વિશેષ સુરક્ષા બંદોબસ્ત છે.આ આદેશથી પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયારીમાં રહીને PMના પ્રવાસને સુરક્ષિત અને સફળ બનાવવામાં મદદ મળશે.


