વન જમીન અધિકાર કાયદો 2006 લાગુ થયાને લગભગ 20 વર્ષ થવા આવ્યા છતાં નર્મદા જિલ્લાના હજારો આદિવાસી પરિવારોના જંગલ જમીનના દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. આ તરફ આદિવાસી ભેરું હોવાનો રાજ્ય સરકાર દાવો કરી રહી છે. ત્યારે ગુજરાત જંગલની જમીન માટે 56 હજારથી વધુ દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ છેલ્લાં ત્રણ વર્ષમાં 7241ને જમીન હક અપાયાં છે. તો બીજી તરફ કોંગ્રેસે સરકાર પર આદિવાસીઓની જંગલ છીનવી લેવાનું કાવતારૂં ગણાવ્યું છે.
જંગલની જમીનને લઈને સંસદમાં મુદ્દો ઉઠ્યો ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વર્ષ 2023થી માંડી વર્ષ 2026 સુધીમાં કુલ મળીને 56,966 દાવાઓ નામંજૂર કરાયાં છે. જ્યારે 7241ને જમીન હક અપાયાં છે. આ તરફ જનઆક્રોશ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, ખોટા દસ્તાવેજો કે સત્તાવાર મંજૂરીઓના જોરે આદિવાસીઓની જમીન પડાવવામાં આવી રહી છે. નિયમ મુજબ કલેક્ટરની પૂર્વ મંજરી વગર આદિવાસી જમીન બિન-આદિવાસીને વેચી શકાતી નથી. તેમ છતાં વહીવટી છટકબારીઓ શોધીને જમીનને બારોબાર બિનખેતી કરાવાઈ રહી છે. વિકાસના વાયદા અને પ્રોજેક્ટ્સના નામે આદિવાસીઓના જીવાદોરી સમાન જળ, જંગલ અને જમીન છીનવી લેવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે.
અનુસૂચિત 5 અને પેસા એક્ટની અનદેખી કરી વિકાસ પ્રોજેક્ટરના નામે આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવી રહી છે. ઉદ્યોગપતિઓના ફાયદા માટે કુદરતી સંસધનનો ભોગ લેવાઈ રહ્યો છે. આદિવાસી સંસ્કૃતિ અને તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ સ્વાયત્તતા મળવી જોઈએ, તેના બદલે સત્તાના જંગલો, નદીઓ, હડપવામાં આવી રહ્યા છે.

