ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર
નસવાડી તાલુકાના બોરવાણીગામેથી શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર ભલે કરોડોના બજેટ અને વિકાસની વાતો કરે, પણ અહીંની પ્રાથમિક શાળાઓમાં બાળકો શિક્ષકો વગર ‘રામ ભરોસે’ ભણી રહ્યા છે. કારણે કે, નસવાડીના બોરવાણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ના બાળકો ભણે છે. અહીંની વાસ્તવિકતા એ છે કે શાળામાં એક પણ શિક્ષક હાજર નથી. શાળામાં શિક્ષકો સમયસર હાજર ન રહેતા બાળકો પણ સ્કૂલમાં ટકીને એક જગ્યાએ બેસતા નથી.
શિક્ષક હાજર ન રહેતા અનેક સવાલો ?
શિક્ષકોનો અભાવ:-
બોરવાણીપ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક કાર્યરત ન હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.
તંત્રની નિષ્ફળતા:-
સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવાની વાતો કરે છે, પરંતુ જમીની હકીકત સાવ અલગ જોવા મળે છે.
આદિવાસી વિસ્તારની ઉપેક્ષા:-
નસવાડી જેવા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો પાયો સાવ તૂટી પડ્યો હોય તેવું જણાય રહ્યું છે. કારણ કે અંહી શિક્ષકો પણ સમયસર સ્કૂલોમાં હાજર રહેતા નથી.
સંચાલકોના ભરોસે શાળા:-
શાળામાં માત્ર એક સંચાલક હાજર જોવા મળ્યો હતો, જ્યારે બાળકો રઝળતી હાલતમાં સ્કૂલમાં જ ફરી રહ્યા હતા. જો શિક્ષકો સ્કૂલમાંન હોય તો બાળકો કેવી રીતે ભણશે ?
એડવોકેટ નૌફિલ મેમણના જણાવ્યા અનુસાર:-
“ભારતીય જનતા પાર્ટીની સરકાર જે શિક્ષણના વિકાસની મોટી વાતો કરે છે તે ફક્ત કાગળ પર જ છે. જો ખરેખર વિકાસ થયો હોય, તો મંત્રીએ નસવાડી તાલુકામાં આવીને જોવું જોઈએ કે અહીંના શિક્ષકો શાળામાં હાજર રહેવા પણ તૈયાર નથી. બાળકોને જાણે રામ ભરોસે છોડી દીધા હોય તેવા શરમજનક દ્રશ્યો સામે આવ્યા હતા. બોરવાણી ગામના આ માસૂમ બાળકો ક્યાં સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ બાબતે કોઈ કડક પગલાં લેશે કે પછી કાગળ પરના વિકાસની વાતો જ ચાલતી રહેશે.

