તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામ-સામે અથડતા બે લોકોના કરૂણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માની ઘટના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝર ગામના સીમ વિસ્તારમાં બની હતી. ઘટનામાં અનિકેત રેહમતસિંગ વસાવે તથા અભિજીત મંગલસિંહ વસાવેના મોત થયા હતા. આ બંને શખ્સ કુકરમુંડાના ગંગથા ગામના રહેવાસી હતા. ઘટનામાં એક યુવક એટલે કે પિયુષ રાજુભાઈ વળવીને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
ધોરણની 12ની પરીક્ષા આપવા ગયા હતા યુવકો:-
આ ઘટનમાં મરણ જનાર અનિકેત રેહમતસિંહ વસાવે, થતા તેનો મિત્ર અભિજીતભાઈ મંગલસિંગ વસાવે તથા પિયુષભાઈ રાજુભાઈ વળવી ધોરણ-12ની પરીક્ષા આપીને ત્રણેય જણા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર MH-39-E-8660 ઉપર જતા હતા તે વખતે મોટર સાયકલ મરણ જનાર અનિકેત ચલાવતો હતો. અને તેના બંને મિત્ર તેની પાછળ બેસલા હતા. જેઓ નિઝરથી ઉચ્છલ રોડ પર વેલદા ગામ તરફ જતા હતા ત્યારે નિઝરથી આગળ આશરે એકાદ કિલો મિટરના અંતરે સોલાર પ્લાન્ટની સામે રોડ ઉપર પહોંચ્યા હતા ત્યારે વેલદા ગામ તરફથી આવતી પલ્સર મોટર સાયકલ નંબર MH-39-AP-6513ના ચાલકે પોતાની મોટર સાયકલને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અનિકેતની સ્પ્લેન્ડર સાથે અથડાવી હતી. જેથી અનિકેતને માથામાં તથા જમણાં હાથમાં તેમજ ડાબા હાથમાં આંગળીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તથા તેના મિત્ર અભિજીતને મોઢાના ભાગે થતા ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થતા બંને જણાના સ્થળ પર કરૂ મોત નિપજ્યાં હતા. ઘટના બાદ નિઝર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


