પાટનગર ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમ્યાન કેટલાક આદિવાસી સમાજના નેતાઓ ચૂપચાપ બેસી રહેતા હોવાની લોક ચર્ચા આદિવાસી સમાજમાં ચાલી રહી છે. સમાજના નેતાઓ પાસે લોકોને એવી અપેક્ષા હોય છે. કે પ્રજાએ ચૂટેલા ધારાસભ્ય, નેતાઓ સમાજના વિવિધ પ્રશ્નો અંગે વિધાનસભા સત્રમાં ચર્ચા કરે અથવા રજૂઆત કરે પરંતુ તેવું થતું ન હોવાની ચર્ચાએ આદિવાસી સમાજમાં જોર પકડ્યો છે. ગુજરાતમાં 27 આદિવાસી અનામત બેઠકો હોવા છતાં વિધાનસભા સત્રમાં આદિવાસી સમાજના નેતાઓનો અવાજ નીકળતો નથી.
સમાજના કેટલાક નેતાઓ જેમ કે ચૈતર વસાવા વારંવાર આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવે છે, જેમાં પડતર પ્રશ્નો હોય કે પછી વિકાસના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવે છે. પણ બાકીના કેટલાક MLAએ વિશે લોકોમાં એવી ફરિયાદ છે કે તેઓ વિધાનસભા સત્રમાં સક્રિય નથી રહેતા. ગુજરાતમાં આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટા પર પથરાયેલો છે આટલો મોટો સમાજ હોવા છતાં પ્રજાએ ચૂટીને મોકલેલા ધારાસભ્ય વિધાનસભા સત્રમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય, આવાસ, પાણી, રસ્તા, સિંચાઈના મુદ્દાઓ અંગે બોલવા તૈયાર નથી તે દુ:ખની વાત કહી શકાય. જો ખરેખર આદિવાસી સમાજના નેતાઓએ પોતાના મત વિસ્તાર અંગેની ચર્ચા વિધાનસભામાં ન કરવી હોય તો સમાજના લોકોએ આવા નેતાઓને મતદાન આપતા પહેલા વિચાર કરવો જોઈએ.

