નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ હતી, જેમાં શહેરના નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને સ્થાનિક નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીટીંગ દરમિયાન પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કેટલાક વ્યાજખોરો ગેરકાયદેસર રીતે નાના વેપારીઓને હેરાન કરે છે અને વધુ વ્યાજ વસૂલ કરે છે. આવા બનાવોમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ કાયદેસર રીતે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. તેમણે ખાતરી આપી કે પોલીસ દરેક પીડિતની સાથે છે અને ફરિયાદ કરનારને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.
ખાસ કરીને 15-03-2026થી અમલમાં આવેલા નવા નિયમો અંગે પણ માહિતી આપવામાં આવી, જેનો હેતુ વ્યાજખોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો અને પીડિતોને વધુ સુરક્ષા આપવા છે. આ અભિયાનથી નાના વેપારીઓમાં વિશ્વાસ વધશે, ગેરકાયદેસર ઉઘરાણી પર નિયંત્રણ આવશે અને વિસ્તારમાં નિર્ભય રીતે વેપાર કરવાની પરિસ્થિતિ ઉભી થશે.પોલીસે અંતમાં તમામ નાગરિકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની હેરાનગતિ સામે ચુપ ન રહેતા, નિર્ભય બનીને આગળ આવી ફરિયાદ નોંધાવે

