ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર
છોટાઉદેપુરમાં નગર પાલિકાના પ્રમુખ મંજુલા બેન કિશન ભાઈ (રાઠવા) અનુસૂચિત જનજાતિનો દાખલો બોગસ મેળવીને નગરપાલિકાના પ્રમુખ બનીને સત્તા સંભાળી હતી જેને લઈને છોટાઉદેપુર આદિવાસી યુવા સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 26-4-2026ના રોજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખની વરણી કરવામાં આવી છે.
જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ સામે આક્ષેપ કરવામાં આવ્યો કે તેઓ રાઠવા જાતિમાં આવે છે અને તેમણે જાતીનું પ્રમાણપત્ર ચૂંટણી લડતી વખતે રજૂ કર્યું હતું. તેમજ વિશ્લેષણ સમિતિમાં ચકાસણી કરવાની જોઈએ જ્યારે તાલુકા પંચાયતમાં પણ જે પ્રમુખ બન્યા છે રાઠવા જાતિ માંથી તેની પણ ચકાસણી કરવામાં તે જરૂરી છે.

કારણ કે નગર પાલિકાના પ્રમુખ વારસોથી મેળવીને ઘાટીનો લાભ મેળવતા હતા પરંતુ તેઓનો દાખલો બોગસ નીકળતા રાઠવા જાતિમાં આવા કેટલા બોગસ દાખલો છે તેની તપાસ કરવી જોઈએ વિશ્લેષણ સમિતિ નોકરી મેળવા માટે ઇચ્છતા ઉમેદવારના દાખલાઓની તપાસ કરે છે ત્યારે નેતાઓના દાખલા તપાસ કરતા નથી એવો આક્ષેપ લગાવ્યો છે હાલ તો ચૂંટણી પૂર્ણ થતાની સાથે રાજકીય કાવાદાવા શરૂ થતા દાખલાને લઇને આગામી દિવસોમાં કોના દાખલાની ચકાસણી થાય છે તે જોવાનું રહ્યું હાલ તો જે લોકો બોગસ દાખલો લઈને સત્તા મેળવની સત્તાની ખુરસી પર બેઠેલા તેવા નેતાઓમાં ઘબરાટ છવાઈ ગયો છે.


