Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ભારત સરકાર દ્વારા ડીજીટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રકચરના ભાગરૂપે એગ્રિસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકવામાં આવેલો છે. જે અંતર્ગત જેમના પણ નામ ૭/૧૨, ૮ અ માં હોય એ તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત કરવામાં આવેલી છે. ભારત સરકાર દ્વારા પી.એમ.કિસાન યોજનાના આગામી ૨૦મા હપ્તાનો લાભ મેળવવા તમામ ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલી છે. તાપી જીલ્લામાં પી.એમ. કિસાન યોજનામાં લાભ મેળવી રહેલા લાભાર્થીઓ પૈકી ૨૦,૧૭૪ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પૂર્ણ કરેલી નથી. 20મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થશે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોય જે ખેડૂતોની ખેડૂત નોંધણી બાકી છે તેઓએ સત્વરે…
ડાંગ જિલ્લના માછળી ગામ નજીક આવેલા મિલન ધોધમાં તાપી જિલ્લાના રામપુરા ગામના બે યુવકો ડૂબી જતાં મોત થયા હતા. ધોધમાં ડૂબી જનારા યુવકોમાં એક મિહિર મહેન્દ્ર ગામીત છે. જ્યારે અન્ય એક નિહિત નિતેશ ગામીત હોવાની માહિતી મળી રહી છે. ચોમાસાની સિઝન હોવાથી મિલન ધોધમાં પાણીનો પ્રવાહા પણ વધારે છે. તેમજ ધોધની નજીકમાં પાણીનો ઊંડો કુંડ આવેલો છે. આ કુંડમાં અત્યારે પાણી ડહોળું હોવાથી યુવકોની શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે ગામ લોકોના સહયોગથી બંને યુવકોના મૃતદેહ શોધી મિલન ધોધમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ડાંગ વહીવટી તંત્ર દ્વારા મિલન ધોધમાં નાહવા પર છે પ્રતિબંધ મૂકવામાં…
ગુજરાતે ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ ક્ષેત્ર બાદ હવે બાયોટેકનોલોજી ક્ષેત્રમાં પણ વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોના નાગરિકોના આરોગ્યને વધુ તંદુરસ્ત બનાવવાં માટે ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે તેમ સંવાદમાં સહભાગી થતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં ટ્રાઇબલ જિનોમ પ્રોજેક્ટ અંગે સંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, વિજ્ઞાન અને પરંપરા વચ્ચેના પુલ તરીકે ટ્રાયબલ સમુદાયના સમૃદ્ધ અને આરોગ્યમય ભવિષ્ય તરફ આ પ્રોજેક્ટ એક નવો માઇલસ્ટોન સાબિત…
છેલ્લાં કેટલાક સમયથી પાકિસ્તાનમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ઘણી નદીઓ, નાળા અને ડેમ છલકાઈ ગયા છે. આ દિવસોમાં, એક પાકિસ્તાની પત્રકારનો પૂરનું રિપોર્ટિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાવલપિંડીમાં ચાહાન ડેમ નજીક પૂરનું રિપોર્ટિંગ કરતો એક પત્રકાર જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, રિપોર્ટરના ગળા સુધી પાણી જોવા મળે છે. રિપોર્ટર બરાબર એ જ સ્થિતિમાં લાઈવ કવરેજ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન, પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વધ્યો કે તે પોતે પણ વહેવા…
૧૨૮ વર્ષ પછી લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટનું પુનરાગમન થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ઓલિમ્પિક ૨૦૨૮માં ટી-૨૦ ફોર્મેટમાં ક્રિકેટ રમાડવામાં આવશે. ઓલિમ્પિક્સની આયોજક સમિતિએ ક્રિકેટ મેચોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ઓલિમ્પિકમાં ૬ પુરુષો અને ૬ મહિલા ટીમો ભાગ લેશે. બધી ક્રિકેટ મેચો લોસ એન્જલસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલા પોમન ફેરપ્લેક્સ ખાતે યોજાશે તેવી માહિતી હાલ મળી રહી છે. આ દિવસથી મેચ શરૂ થશે ૨૦૨૮ ઓલિમ્પિકમાં ૧૨ જુલાઈથી ક્રિકેટ શરૂ થશે. ૧૨ થી ૧૯ જુલાઈ દરમિયાન પુરુષો અને મહિલા ટીમોની મેચો રમાશે. ત્યાર બાદ મહિલા ટીમનો મેડલ મેચ ૨૦ જુલાઈએ અને પુરુષોની ટીમનો મેડલ મેચ ૨૯ જુલાઈએ રમાડવામાં આવશે.…
ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ગુરુવારે કોંગ્રેસ પાર્ટીએ આ ચર્ચાનો અંત લાવી દીધો છે. કોંગ્રેસ પાટીએ ગુજરાતમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની જાહેરાત કરી છે. જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ગત સપ્તાહે કૉંગ્રેસના નેતાઓએ દિલ્લીમાં મોવડીમંડળ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ ગુરૂવારે ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્લીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે ST-OBC સમાજને પ્રાધાન્ય આપ્યું:- નેશનલ કોંગ્રેસ પાર્ટીએ OBC સમાજમાંથી અમિત ચાવડાને…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમાઈ હતી. ‘ક્રિકેટના મક્કા’ ખાતે ચોથા દિવસે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પહેલા સ્પેલમાં જ શાનદાર બોલિંગ કરી અને ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટને આઉટ કર્યો હતો. જોકે, વિકેટ લીધા પછી, ડીએસપી સાહેબે કંઈક એવું કર્યું જે તેમના અને ટીમ માટે સમસ્યા બની શકે છે. હવે તો બધાને ખબર પડી ગઈ છે કે, મોહમ્મદ સિરાજ એક ગરમ સ્વભાવનો ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું વલણ વધુ વધી જાય છે. લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે પણ આવું જ બન્યું. સિરાજે માત્ર બેન ડકેટની વિકેટ લીધી જ નહીં,…
રાણીઆંબા રેલ્વે ફાટક પાસે રેલ્વે વિભાગે કામગીરી શરૂ કરતા આ ફાટક વાળા રસ્તા પરથી પસાર થતાં હજારો લોકોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. રેલ્વે વિભાગે રાણીઆંબા રેલ્વે ફાટક અચાનક બંધ કરી દેતા ટોકરવા સાઈટથી સોનગઢ આવતા જતા લોકો અને સોનગઢથી ટોકરવા રૂટ પર જતા લોકો મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે. આ રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે. તેવા સમયે અચાનક રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરતા વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની અંદર લોકો દૂર-દૂરથી પ્રવાસન સ્થળની મુલાકાત લેવા માટે આવતા હોય છે. તેવા જ સમયે રેલ્વે વિભાગે રસ્તો બંધ કરી દેતા લોકો અને…
આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લાંફાકાંડ કેસમાં જેલવાસો ભોગવી રહ્યો છે. આ બધાં વચ્ચે ચૈતર વસાવા માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. થોડા સમય પહેલા તાલુકાની સંકલન બેઠકમાં ચૈતર વસાવા ગરમ થઈ ગયા હતા અને સાગબારાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલી ગયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સંજય વસાવાએ પોલીસ કેસ કરતા પોલીસે આપ પાર્ટીના ધારાસભ્યને પકડીને લઈ ગઈ હતી અને તેની સામે ફરિયાદ નોંધી જેલમાં ધકેલી દીધો હતો. જે બાદ ચૈતર વસાવાએ જામીન પર છૂટવાની અનેક કોશિષ કરી પણ ચૈતર વસાવાને જામીન મળ્યા નહી. આ બધાં વચ્ચે ચૈતર વસાવા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ચૈતર વસાવા…
સમાચાર શતક, કપરાડા ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લાના કપરાડા તાલુકા કિસાન મોરચા દ્વારા “સંકલ્પથી સિદ્ધિ સુધી-મોદી સરકારના ૧૧ વર્ષ” પૂર્ણ થવાના અવસર નિમિત્તે કપરાડા તાલુકાના દીનબારી ફળિયા ખાતે આવેલા સામુદાયિક કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મંડળ બેઠકનું આયોજન યોજાયું હતું. આ બેઠકમાં કપરાડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી મુખ્ય આત્મીય ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂતમિત્રોને કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક વધારવા માટેની યોજનાઓ તથા કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કૃષિ ક્ષેત્રે થયેલા વિવિધ સકારાત્મક પરિવર્તનોને લોકો સુધી પહોંચાડવા માટે સૌ કાર્યકર્તાઓને ગામ ગામ સુધી જઈ માહિતી…