Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાડકુવાના વનચેતનાથી અંબેમાતાના મંદિર સુધી નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી અંદાજે 300 મીટર જેટલો રસ્તો બનાવામાં આવ્યો છે. પરંતુ આ રોડ બનાવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડની ગુણવત્તા સામે અનેક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા જે રસ્તો બનાવામાં આવ્યો તેમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું સાફસાફ દેખાઈ રહ્યું છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી જ્યારે રોડ બનાવામાં આવે ત્યારે રોડની લંબાઈ,પહોળાઈ,ઊંચાઈ રોડની યોગ્ય જાડાઈ અને રોડનું લેવલિંગને ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે. પરંતુ વનચેતનાથી અંબેમાતાના મંદિર સુધી બનાવામાં આવેલા રોડમાં આ દરેક બાબત પર કોન્ટ્રાક્ટર દ્વારા આંખ આડા કાન કરી કામગીરીમાં નકરી વેઠ ઉતારી…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો લૂંટનો ગુનો તાપી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી બે આરોપીઓની કરી ધરપકડ તારીખ 04/02/2026ના રોજ સોનગઢના પાંચપીપળા ગામના નિશાળ ફલીયાથી સબસીડી ફળિયા તરફ ફરિયાદી તુલસીપાર્ક સોસાયટી તરફ જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમોએ પોતાનો ચહેરો છૂપાવી ફરિયાદીને રોડ પર રોકી લાકડીનો સપાટો મારી અંદાજે 55 હજારની લૂટ કરી ફરાર થયા હતા. જેની તપાસ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેક્નીકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળતા આરોપી દિપક દિનેશ વસાવા, ભાવેશ ભગુભાઈ વસાવાને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ ગાડી GJ-16-EF-8456, મોબાઈલ તેમજ અંદાજે કુલ 70…

Read More

કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કુકરમુંડા પોલીસે પકડી પાડ્યો હતો. વાહન ચેકિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રવી હરીયાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જનકકુમારને સંયુક્ત રીતે બાતમી મળતા ટાટા કંપનીની અલ્ટ્રોઝ ફોર વ્હિલર ગાડી નંબર GJ-19-BE-7940 ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલ બંધ બોટલની કુલ સંખ્યા 1706 મળી હતી. જેની કિંમત અંદાજે 3,48.620 માનવામાં આવે છે. આ ઉપરાંત ટોટલ કુલ મુદ્દામાલ 6,73,620 જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ મુકેશભાઈ ભાસ્કરભાઈ તથા રાજન નવલપ્રસાદ મિશ્રા વિરુદ્ધ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અનિલભાઈ અને આસીફ અલી ઉર્ફે અસરફ અલી મોગલને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ અંગે…

Read More

તાપી ક્રાઈમબ્રાન્ચે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ અને નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો છે. એ.એસ.આઈ આનંદજી તથા પોલીસ કોન્સ્ટેબલ દિપકને સંયુક્ત રીતે બાતમી મળતા, ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો અને છેલ્લાં કેટલાક સમયથી નાસતો-ફરતો ભેજાબાજ શખ્સ અનિલ વિનુભાઈ ગામીતને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની વધારે પૂછપરછ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.

Read More

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દરરોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાય રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યસન મુક્તિ અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લાના કુલ નવ પોલીસ સ્ટેશનના 296 ગુનાઓમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 1,16,195 જેની કિંમત રૂપિયા 3,49,58,693ના કિંમત વાળા મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે તાપી જિલ્લા પોલીસ દ્વારા મોટા પાયે વિદેશી દારૂના જથ્થોનો નાશ કરવામાં આવ્યો તે ખૂબ સારી બાબત કહી શકાય પણ… જિલ્લામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ક્યારે બંધ કરાવશો ? જિલ્લામાં વિદેશી…

Read More

ભારતીય સેનામાં આર્મી જવાન તરીકે સેવા આપનાર કલ્પેશ શંકરભાઈ ગામીતનો સન્માન સમારોહ યોજાયો હતો. આ ભવ્ય કાર્યક્રમ તેમની દેશસેવાને સમર્પિત હતો. ભારતીય સેનામાં લાંબી સેવા આપીને નિવૃત્ત થયેલા કલ્પેશ ગામીતને તેમના ગામ અને સમાજ દ્વારા હૃદયસ્પર્શી રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા સમારોહોમાં સામાન્ય રીતે ગામના આગેવાનો, પરિવારજનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહે છે, જ્યાં ફૂલમાળા, શાલ ઓઢાડવી, પ્રશસ્તિપત્ર અને ભાવભીના શબ્દો દ્વારા તેમની વીરતા અને શિસ્તની કદર કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દેશભક્તિની ભાવનાને મજબૂત કરે છે અને યુવાનને પેઢીને પ્રેરણા આપે છે. કલ્પેશ ગામીતને તેમની સેવા બદલ અભિનંદન! જય હિંદ! તાપી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સન્માન:- આર્મી જવાન…

Read More

મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલા પાંખરી ગામના સીમ વિસ્તારમાંથી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર ભેજાબાજને તાપી LCBની ટીમે ઝડપી લીધો હતો. વાત જાણે એમ છે કે, જે એમ્બ્યુલન્સ દર્દીનો જીવ બચાવવાની આશા લઈને દોડે છે, એ જ એમ્બ્યુલન્સમાં તાપીના પાંખરી ગામેથી વિદેશી દારૂની હેરાફેરી થઈ ઝડપાઈ ગઈ છે. એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરીની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ, પાંખરી ગામ નજીક પોલીસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બહારથી દર્દીની સેવા કરતી દેખાતી આ ગાડીમાં અંદરથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતી હતી. એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી કે તબીબી ઇમર્જન્સી ન…

Read More

વધઈ રેન્જના વનકર્મી સનત બિરારીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૩૮ વર્ષીય સનત બિરારી છેલ્લા દસ વર્ષથી વઘઈ વિસ્તારમાં તૈનાત હતા. તેઓ અવૈધ લાકડાં કાપનારાઓ, શિકારીઓ અને જંગલના ગેરકાયદેસર વેપારીઓ સામે સખત કાર્યવાહી કરતા. તેમની નિષ્ઠા અને નિડરતાને કારણે તેઓ કેટલાક અપરાધીઓની આંખમાં કાંટો બની ગયા હતા. ગઈકાલે રાત્રે સનત રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે જંગલના સિમ વિસ્તારમાં તેમના પર લાકડા માફિયાઓ દ્વારા અચાનક ઘેરી લઈ તેના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. અંધારામાં છુપાયેલા ચાર-પાંચ લુખ્ખાઓએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો સનતે બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના શરીર પર…

Read More

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે એક મોટી જાહેરાત કરી છે, જેમાં યુઝર્સને કડક એકાઉન્ટ સેટિંગ્સ માટે એક નવો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ નવી સુવિધા હેકર્સ અને સાયબર ગુનેગારો સામે રક્ષણ આપવામાં મદદ કરશે. એક જ ક્લિકથી અનેક પ્રતિબંધો લાગુ કરી શકાય છે. આ અપડેટ iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. વોટ્સએપનો કડક એકાઉન્ટ સેટિંગ્સ મોડ એ એક નવો વૈકલ્પિક સુરક્ષા મોડ છે જે યુઝર્સને વોટ્સએપને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આગામી વોટ્સએપ સુવિધાઓને ટ્રેક કરતી વેબસાઇટ WAbetainfo એ આ માહિતી શેર કરી છે. કડક એકાઉન્ટ સેટિંગ્સ મોડને સક્ષમ કરવાથી વોટ્સએપ પર અસંખ્ય પ્રતિબંધિત ગોપનીયતા નિયંત્રણો આપમેળે…

Read More

ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે ૧૦ લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. આ આયોજન અંતર્ગત પુરૂષ ઉમેદવારો માટે ૧૧ ગ્રાઉન્ડ પર તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે ૪ ગ્રાઉન્ડ પર ૬ માર્ચ, ૨૦૨૬ સુધી કસોટીઓ યોજાશે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે તેમ,…

Read More