Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા કારમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, તાપી પોલીસ અધિક્ષકે તાપી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિ કરતા બુટલગરો તથા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ તાપી LCB અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ બીપીન તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ-27-EB-5182ની કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને આવે છે. અને તે કાર સુરત તરફ જવાની છે તેવી બાતમી…

Read More

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં વિનાશક પૂર આવ્યું છે. પૂરની આ ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયાની પુષ્ટિ મળી રહી છે. જ્યારે 25થી વધુ છોકરીઓ ગુમ હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને કટોકટી સેવાઓએ રાહત અને બચાવ કામગીરીમાં પોતાની બધી તાકાત લગાવી દીધી છે. સૌથી ચિંતાજનક પરિસ્થિતિ ગુઆડાલુપ નદીના કિનારે આવેલા ઓલ-ગર્લ્સ ક્રિશ્ચિયન સમર કેમ્પ મિસ્ટિકની છે. અહીંના 750 બાળકોમાંથી 20થી 25 છોકરીઓ પૂરના કારણે ગુમ થઈ હોવાની માહિતી મળી રહી છે. નદીના પાણીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ વધી ગયું હતું, જેના કારણે ત્યાં હાજર લોકોને સ્વસ્થ પર અસર થવાની તક મળી…

Read More

પ્રિસ્ક્રીસ્પ્શન વગર દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર સંચાલકો વિરૂદ્ધ તાપી જીલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર રાજ્યના મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીસ્પ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે. તેવી શિડ્યુલ H,H1 તથા X મુજબની દવાઓ અંગે મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરવા અને રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. 10 મેડીકલ સ્ટોરના માલિકો-સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી જે સૂચના અન્વયે તાપી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાપી જીલ્લામાં આવેલી મેડીકલ સ્ટોરોમાં ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જે કાર્યવાહી કરવા માટે કુલ 32 પોલીસની ટીમો બનાવી 156 મેડીકલ સ્ટોરમાં ચેકિંગ કરતા કુલ-10 મેડીકલ સ્ટોરના…

Read More

ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જોકે, બુધવારે ડેડીયાપાડામાં ભાજપના આગેવાનોના નેજા હેઠળ મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. આ રેલીએ કલમ 144ના અમલ અને તેની મંજૂરી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડેડીયાપાડા પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીએ સંયુક્ત રીતે વીડિયો જાહેર કરી ૪ લોકોને પણ ભેગા નહીં થઈ શકે. જો થશે તો તેમના પર કાર્યવાહી થશે, પરંતુ અહીંયા ડેડિયાપાડામાં ૬૦૦ કરતા વધુ મહિલાઓએ ભાજપના આગેવાનોના નેજા હેઠળ રેલી કાઢી હતી આ રેલી પર અનેક…

Read More

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ બે દિવસ વધારી દેવામાં આવ્યો છે. ડેડિયાપાટા તાલુકા પંચાયતના પ્રમુખને છુટ્ટો ગ્લાસ અને મોબાઈલ મારવાના ગુનામાં હાલ તેઓ વડોદરા જેલમાં કેદ છે. તેમણે જામીન માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે પણ તેની સુનાવણી બે દિવસ બાદ કરાશે. ડેડિયાપાડા આપના ધરાસ્યની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. અગાઉ વનકર્મીઓને માર મારી ધમકી આપવાના કેસમાં તેઓ શરતી જામીન પર છે ત્યારે સરકારી વકીલે આ જામીન પણ રદ કરવામાં આવે તેવી પણ અરજી કોર્ટમાં આપી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અગાઉ વનકર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટ્યા છે. બે વર્ષ સુધી સારી વર્તણૂક રાખવી તેવી શરતો…

Read More

ગુજરાતમાં બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં મહીસાગર નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો હતો. વર્ષ 1985માં ખુલ્લો મુકાયેલા બ્રિજના બે કટકા થઈ જતા બ્રિજના બાંધકામ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદથી ભરૂચ તરફ જવાના માર્ગ પર આવેલો બ્રિજ ધરાશાયી થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે બ્રિજ તૂટી પડતા મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો તે છતાં બ્રિજ પર અવર-જવર શરૂ રાખવામાં આવી હતી. બે ઈકોવાન-પીકઅપ નદીમાં પડ્યા:- બ્રિજ અચાનક તૂટી પડતા બે ઈકોવાન, એક પીકઅપ વાન સહિત અન્ય…

Read More

બ્રિટિશ મોનિટરિંગ એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, લાલ સમુદ્રમાં યમનના કિનારા નજીક એક જહાજ પર સશસ્ત્ર દળના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમાં આગ ફાટી નીકળી હતી. સશસ્ત્ર દળના માણસો દ્વારા ગોળીબાર અને રોકેટથી ગ્રેનેડ હુમલો કરાયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી, પરંતુ આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ, ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અને ઈરાની પરમાણુ સ્થળો પર યુએસ દ્વારા હવાઈ હુમલા પછી આ હુમલો કરવામાં આવ્યો છે. બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે જહાજ પર સવાર સશસ્ત્ર સુરક્ષા ટીમે જવાબી કાર્યવાહી કરી…

Read More

અમદાવાદમાં બનેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. એક ખાનગી સમાચાર એજન્સીના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે, રિપોર્ટમાં તપાસકર્તાઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે, જે હાલમાં સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી રહી છે. નોંધનીય છે કે આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત પછી તરત જ કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.…

Read More

બાલચોડી અને ધોધડકુવા ગામ વિસ્તારમાં કેટલાક દિવસથી એક અસ્થિર મગજ ધરાવતી એક મહિલા બે ત્રણ વર્ષનું માસૂમ બાળક સાથે ફરતી જોવા મળી હતી. વરસાદની ઋતુમાં એક માસુમ બાળકને લઈ ફરી રહેલી મહિલા કોણ છે અને ક્યાંથી આવી છે.તે જાણવા મળ્યું નથી પરંતુ આ મહિલા અસ્થિર મગજની હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ મહિલા સાથે એક માસુમ બાળક છે. બાળક ખૂબ જ નાનું છે. અને અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેમાં મહિલા પરેશાન થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા પણ સારી સૂઝ બૂઝ ધરાવતી નથી હોવાનું જાણવા મળ્યું હતું. ભાળકને ભૂખ લાગતા રડી રહ્યું હોવાનું પણ જાણવા મળે છે.…

Read More

વલસાડ જિલ્લાના ધરમપુરથી વાપી જતા હાઈવે નંબર ૫૬ની હાલત ચોમાસાની શરૂઆતથી જ દયનીય બની ગઈ છે. ધરમપુર-મોટા પોંઢા-વાપી રોડ પર ૧૫થી ૨૦ ઇંચથી વધુ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે, લોકોને એવું લાગે છે કે તેઓ ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા છે. રસ્તાની દુર્દશા ગંભીર લોકો હેરાન:- સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની દુર્દશા એટલી ગંભીર છે કે, ધરમપુરથી પાર નદી અને નાના પોંઢા સુધીના માર્ગ પરથી ઇમરજન્સી દર્દીને લઈ જવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ…

Read More