Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ક્યારે બંધ થશે તેનો કોઈ આઈડિયા નથી પણ જે રીતે બંને દેશો એકબીજા પર મિસાઈલથી એટેક કરી રહ્યા છે. જેના પરથી લાગે છે કે,આ યુદ્ધ હવે વધારે સમય સુધી ચાલશે. શુક્રવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 8મો દિવસ થાય છે. બંને દેશો વચ્ચે વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. આ હુમલાઓમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. તે જ સમયે, વિશ્વના અન્ય દેશોમાં પણ સંઘર્ષ જોવા મળી રહ્યો છે. યુદ્ધના 8મા દિવસે ઇઝરાયલે 60 ફાઇટર જેટ સાથે ઇરાનની મિસાઇલ સિસ્ટમ પર મોટો હુમલો કર્યો. ઇરાનનું પરમાણુ કેન્દ્ર પણ ઇઝરાયલના નિશાના પર છે. ઇઝરાયલ…
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલું રહેલું યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બંને દેશો વચ્ચે છેલ્લા સાત દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, બંને તરફથી બોમ્બમારો અને મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. આ બધાં વચ્ચે ઈરાને ઈઝરાયલ પર મોટો વળતો હુમલો કર્યો છે. ઇઝરાયેલના બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઈરાન દ્વારા દક્ષિણ ઇઝરાયેલના શહેર બીરશેબામાં સોરોકા મેડિકલ સેન્ટર પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ હોસ્પિટલ ઇઝરાયલની સૌથી મોટી…
ગુજરાતમાં લો પ્રેશર સર્જાતા બે દિવસથી ગુજરાતના 29 જિલ્લાઓમાં 10 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર- દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યાના 29થી વધુ જિલ્લાઓમાં ૧ થી ૬ જેટલા વરસાદ નોંધાયો હતો. ડાંગમાં 10 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 6.81, ઓલપાડમાં 3.50 અને ઉમરગામમાં ત્રણ ઇંચ, કામરેજ અને બારડોલીમાં બે-બે ઇંચ તેમજ સુરતમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉકાઈ ડેમમાં 11 હજાર ક્યૂસેક પાણીની આવક તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં ગુરુવારે સિઝનમાં પહેલીવાર 11 હજાર ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. આગામી દિવસોમાં ડેમમાં પાણીની આવકના પ્રમાણમાં દર દિવસે 18 એમસીએમ નવું…
આજની આ માહિતી જાણીને તમને પણ નવાઈ લાગશે કારણે કે, અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે, સ્તન કેન્સરથી માત્રને માત્ર મહિલાઓ ઝઝૂમી જોવા મળતી હતી. પરંતુ હવે સાબિત થઈ ગયું કે, આ રોગ ફક્ત સ્ત્રીઓ પૂરતો મર્યાદિત નથી. આ કેન્સર પુરુષોમાં પણ જોવા મળે છે. જોકે, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આ સમસ્યા દુર્લભ છે. ઘણીવાર તેના લક્ષણોને અવગણવામાં આવે છે. જ્યારે તેનું નિદાન થાય છે, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. છેવટે પુરુષોમાં સ્તન કેન્સરના લક્ષણો કેવી રીતે દેખાય છે અને ક્યારે સાવધાન રહેવું જોઈએ? તેના વિશે આજના આ લેખમાં ચર્ચા કરીશું. પુરુષોમાં સ્તન કેન્સરના કારણો સ્તન કોષો અનિયંત્રિત…
ગુજરાતમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી મારી લીધી છે. કારણ કે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ બધાં વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ક્યા વિસ્તારમાં વધારે વરસાદ પડશે તેની વાત કરીએ તો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કરવામાં આવી હતી. જેની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદ શહેરા રખિયાલ, બાપુનગર, ચાંદખેડા,…
સોનગઢ પોલીસ સ્ટેશનનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તાપી પોલીસ અધિક્ષક દ્વારા તાપી જિલ્લામાં ગુનાઓ આચરી ફરાર થયેલા તેમજ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ તાપી લોકલ ક્રાઈમ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ તથાં હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને સંયુકત રીતે મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના પનિયારી સુગર ફેક્ટરી પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાનો આરોપી યોગેશ ઉર્ફે લાલુ ઉર્ફે શીવા ઓમપ્રકાશ જયસ્વાલની અટક કરવામાં…
IPL 2025ની સિઝનમાં ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યુવા બેટ્સમેને મોટા બોલરોને પોતાની બેટથી જોરદાર બેટિંક કરી દોડતા કરી દીધા હતા. વૈભવની તોફાની બેટિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ખેલાડીએ પોતાની બેટિંગથી દેશ અને વિદેશમાં લાખો IPL દર્શકોને પોતાના ચાહક બનાવ્યા હતા. આ યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરનો પણ સમાવેશ થાય છે. બટલરે વૈભવની ખૂબ પ્રશંસા કરી છે. બટલરે વૈભવની સરખામણી યુવરાજ સિંહ અને બ્રાયન લારા સાથે કરી છે. બટલરે વૈભવની ખૂબ પ્રશંસા કરી બટલરે પોડકાસ્ટ દરમિયાન વૈભવ સૂર્યવંશીની ખૂબજ પ્રશંસા કરી હતી. બટલરે વૈભવની સરખામણી દિગ્ગજ ક્રિકેટરો યુવરાજ અને…
કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, સમગ્ર ઘટનાની વિગત વાર ચર્ચા કરીએ તો, પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાપી જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા તેમજ વોન્ટેડ જાહેર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેકટરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આનંદભાઈ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા LCB અને પેરોલ ફર્લો સ્કોડ અને તાપી પોલીસના માણસો સાથે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી કાકરાપાર…
કુકરમુંડા પોલીસે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારનારા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો પોલીસ પકડમાં આવેલા આરોપીઓ શંકરભાઈ માનસિંગ પાડવી અને વિપુલ માનસિંગ પાડવી છે. આ બંને આરોપીઓ કુકરમુંડાના ગોકુળ ફળીયામાં રહે છે. તો બીજી તરફ વંસતીબેન શરદ પાડવીના પતિ શરદભાઈ માનસિંગ પાડવી (આરોપીના સગા ભાઈ) છે. તેઓ પણ કુકરમુંડા, ગોકુળ ફળિયામાં રહે છે. આ બંને વચ્ચે ઘરની જગ્યા બાબતે બોલાચાલી અને ઝઘડો તેમજ ખેચતાણ થઈ હતી. આ દરમ્યાન આરોપી નંબર 02ના મરણ જનાર શરદભાઈનું ગળુ દબાવી શ્વાસ રૂંધાવી દેતા મોત થયું હતું. જેથી પકડાયેલા શખ્સો પર (ખુન)નો ગુનો દાખલ થયો હતો. તેમજ જાહેનામાનો…
ભારતમાં સતત જે બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે. જે દેશ માટે ડરામણો સાબિત થઈ રહ્યો છે. ભારતમાં મે મહિનામાં ખેતી વિષયક કામગીરીમાં નોંધાયેલા ઘટાડાના પગલે ભારતનો બેરોજગારી દર વધીને 5.6 ટકા થયો હતો. જે ધીરેધીરે ચિતાનો વિષય બનતો જાય છે. ભારત સરકાર દ્વારા અગાઉ એપ્રિલ મહિનામાં 5.51 ટકા નોંધાયો હોવાનો આંકડા મંત્રાલયે જણાવ્યું હતું. શહેરીને ગ્રામીણ વિસ્તારોને આવરી લેતા બીજી વખત શ્રમ બળના માસિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા શહેરી ક્ષેત્ર માટેના રોજગારીના ડેટા ત્રિમાસિક ધોરણે જાહેર કર્યા હતા. જ્યારે શહેરી અને ગ્રામીણ વિસ્તાર બંનેને આવરી લેતા આંકડાઓ વાર્ષિક ધોરણે જ જાહેર થતા હતા. એશિયાનો ત્રીજો…
