Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ચિરાગ તડવી, નર્મદા નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા ઝરવાણી ગામના લોકો મૂળભૂત સુવિધાઓના અભાવે જીવનું જોખમ ખેડી રહ્યા છે. ગામની નજીકથી વહેતી ખાડી પાર કરવા માટે પુલની સુવિધા ન હોવાથી લોકો વીજપોલનો સહારો લઈને નદી પાર કરવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિને કારણે રોજના 1000થી વધુ લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મજૂરો, જીવલેણ જોખમનો સામનો કરી રહ્યા છે. ઝરવાણી ગામ, જે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલું છે, તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક હોવા છતાં વિકાસની દૃષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે. સ્થાનિક લોકોનું કહેવું…
સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના કામના વોન્ટેડ આરોપીને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો તાપી એસ.પી રાહુલ પટેલ દ્વારા જિલ્લામાં ગુના આચરી નાસતા-ફરતા આરોપીઓને ડિટેક્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી લીંબાચિયાના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ વળવી, હોડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ વળવી તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ આ તમામ સ્ટાફ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વોચમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ કૃષ્ણાભાઈ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળતા આરોપી હિમ્મતસિંહ ઉર્ફે સોનું રણધીરસિંહ પરદેશી આહવાના ફુવારા સર્કલ પાસે હોવાની…
ફિલ્મોમાં એક ડાયલોગ છે કે “પૈસા બહુત બડી ચીજ હૈ” પૈસા હૈ તો સબકુછ હૈ આવા બધાં ડાયલોક આપણાને સાંભળવા મળતા હોય છે. આવી જ એક સ્ટોરી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી સામે આવી છે. થોડા દિવસો પહેલા યુપીની રાજધાની લખનૌમાં એક આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ધંધામાં ઉઝબેકિસ્તાન અને થાઈલેન્ડની છોકરીઓ સામેલ હોવાની માહિતી મળી રહી છે. હવે આ સંગઠિત નેટવર્કના સ્તરોનો પર્દાફાશ થઈ રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે આ રેકેટની મુખ્ય સૂત્રધાર લોલા કાયુમોવાએ પોતાને NRI જાહેર કરીને સ્થાનિક ઓળખપત્ર બનાવ્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો:- તપાસમાં એ પણ બહાર…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લી ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે બંને ઇનિંગ્સમાં સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પંતની આ ઇનિંગ ક્રિકેટ જગતમાં હંમેશા માટે જીવંત બની ગઈ કારણ ભારતીય ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. ઋષભ પંત પછી, વધુ એક યુવા ભારતીય વિકેટકીપર બેટ્સમેને બ્રિટિશ ટીમને હરાવી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ૧૮ વર્ષીય ખેલાડી હરવંશ સિંહ પંગલિયા વિશે, જેમણે ઈંગ્લેન્ડ સામેની વોર્મ-અપ મેચમાં ઝડપી સદી ફટકારીને સનસનાટી મચાવી હતી. હરવંશના પિતા ટ્રક ડ્રાઈવર છે,…
ગુજરાતમાં લાંચિયાઓની ભરમાર યથાવત છે. ACB ગુજરાતના ગમે તે જિલ્લામાંથી એક આરોપીને પકડીને જેલમાં પૂરે ત્યાં તો બીજા શખ્સો રૂપિયાની લેવડ-દેવડ કરતા ACBના સકંજામાં આવી જતા હોય છે. આ બધાં વચ્ચે વડોદરા ખાણ ખનીજ વિભાગનાં લાંચિયા અધિકારીઓ ઝડપાય ગયા છે. પોલીસે વોન્ટેડ ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા શખ્સોએ 2 લાખની લાંચ લેતા ખાણ ખનિજ વિભાગનાં 2 કર્મચારીઓને ઝડપી લીધા છે. પકડાયેલા શખ્સોએ રેતીનો સ્ટોક કરવા માટે ઓનલાઇન અરજી પર 2 લાખની માંગી હતી લાંચ ઘટના સામે આવતા બંને લાચિયા અધિકારીઓ પોલીસ પકડથી બચવા માટે પોલીસ પકડથી નાકતા-ફરતા હતા. પરંતુ પોલીસે મહા મહેનતે…
ભારતીય ટપાલ વિભાગની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના રોકાણકારો માટે એક સલામત અને નફાકારક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ યોજના બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની જેમ કામ કરી રહી છે. આ સ્કિમમાં વ્યાજ દર પણ વધુ આકર્ષક મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં રોકાણકારોને 6.9 ટકાથી 7.5 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. જે તેને બેંકોની એફડી કરતા વધુ સારું બનાવે છે. આ યોજનામાં રોકાણ કરાયેલા નાણાં સંપૂર્ણપણે સલામત છે, કારણ કે તે ભારત સરકાર હેઠળ કાર્ય કરે છે. પોસ્ટ ઓફિસ ટીડી યોજનાની ખાસ વિશેષતાઓ:- રોકાણકારો પોસ્ટ ઓફિસ ટીડી યોજનામાં 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા માટે તેમના રૂપિયા જમા કરાવી…
૧૧ પહેલા ફેસબુકે વોટ્સએપને ૧૯ બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. હવે મેટા માટે આ રકમ વસૂલવાનો સમય આવી ગયો છે. વિશ્વના સૌથી લોકપ્રિય કોમ્યુનિકેશન પ્લેટફોર્મ વોટ્સએપે સોમવારે જાહેરાત કરી હતી કે હવે વોટ્સએપ વાપરતા લોકોને એપના કેટલાક ભાગોમાં જાહેરાતો જોવા મળશે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ સેવાનો ઉપયોગ કરતા અબજો લોકોનો ઉપયોગ કરીને એક નવી આવક સિસ્ટમ સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે.આ જાહેરાતો ફક્ત એપના અપડેટ ટેબ જેમ કે સ્ટેટસ અને ચેનલ્સમાં જ દેખાશે. જેનો ઉપયોગ દરરોજ ૧.૫ બિલિયન લોકો કરે છે. ડેવલપર્સે કહ્યું છે કે તમારી પર્સનલ ચેટ્સ, કોલ અથવા ગ્રુપમાં કોઈ જાહેરાતો દેખાશે નહીં. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં…
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28મી ઓક્ટોબરે ઠરાવ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારની એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024- 25 થી ખાનગી ટેકનિકલ ઊંચ શિક્ષણની કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો કેન્દ્રિયકૃત પ્રવેશ સમિતિ મારફતે સરકારી કોટામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ બાદ જો સરકારી કોટામાં કોઈ બેઠકો ખાલી રહેતી હોય તો આવી સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તે મેનેજમેન્ટ કોટા સહિતની આ તમામ સીટો પણ મેનેજમેન્ટ કોટા તરીકે આ હેતુ માટે ગણતરીમાં લેવાશે સરકારના ઠરાવ બાદ સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશનથી માંડી ડિગ્રીની…
તુર્કીમાં ભેગા થયા વિશ્વના 57 મુસ્લિમ દેશો ઇસ્તંબુલમાં મળેલી આ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)ની બે દિવસીય બેઠકમાં ૫૭ સભ્યોના મુસ્લિમ રાષ્ટ્ર OICના વિદેશ મંત્રી પરિષદ (CFM) એ પોતાના સંયુક્ત નિવેદનમાં એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (IWT) ચાલુ રાખવાની વાત કરી હતી. તો બીજી તરફ ભારતની લશ્કરી કાર્યવાહી અને કાશ્મીર નીતિ પર એકતરફી ટિપ્પણી પણ કરવામાં આવી હતી. OICએ તેના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાનના વલણને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભારત મહત્તમ સંયમ રાખે તેવી અપેક્ષા રાખે છે. ભારત-પાકિસ્તાનની સિંધુ સંધિ તૂડવી ન જોઈએ આ બેઠક પછી જારી કરાયેલા ઔપચારિક નિવેદનમાં, OICએ…
ઈરાન-ઈઝરાયલના યુદ્ધવિરામ વચ્ચે સોનાના ભાવમાં મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના સમાચારને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 91,550 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 24 કેરેટ સોનું 99,870 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે, સોમવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને તે 1,00,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયો હતો. MCX પર સોનાનો વાયદો ₹98,168 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે આ મહિનાની શરૂઆતમાં ₹1,00,000 ને સ્પર્શ્યા પછી ₹1.23 ટકા ઘટીને ₹98,168 પર ટ્રેડ થઈ રહ્યો છે.…
