Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

આજના યુગમાં જ્યાં વન નાઇટ સ્ટેન્ડ અને હૂકઅપ સંસ્કૃતિ ઝડપથી વધી રહી છે. લોકો ખુલ્લેઆમ તેમની ઇચ્છાઓ અને જરૂરિયાતોને સ્વીકારી રહ્યા છે, જેના કારણે કેઝ્યુઅલ સંબંધોને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે લોકો ફક્ત શારીરિક જરૂરિયાત માટે એકબીજા સાથે સંબંધ બનાવી રહ્યા છે. તેવા સમયે, વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં આવી સંસ્કૃતિ પર કાયદેસર રીતે કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દેશમાં એક નિયમ છે કે તમે લગ્ન વિના કોઈની સાથે શારીરિક સંબંધ બનાવી શકતા નથી. અને જો તમે કોઈની સાથે શારીરિક સંબંધ માણો છો તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.…

Read More

કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કાર્યક્રમની પત્રિકામાં ગામના સરપંચ રણજીતભાઈ રમેશભાઈ પટેલનું નામ સામેલ ન કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં તીવ્ર અસંતોષ ફેલાયો છે. ૨૮ મે ૨૦૨૫ના રોજ યોજાનાર આ ઉદઘાટન કાર્યક્રમની પત્રિકામાં મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના અન્ય હોદેદારોના નામ છપાવવામાં આવ્યા છે, પરંતુ ગામના પ્રથમ નાગરિક અને મુખ્ય પ્રતિનિધિ તરીકે સરપંચનું નામ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે આ આરોગ્ય કેન્દ્ર સરકારના અર્થાત જનતાના પૈસાથી બનાવવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ગામના ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ પત્રિકામાંથી દૂર રાખવું એ અન્યાયપૂર્ણ છે. તેઓ પૂછે છે કે કોના કહેવાથી અને કયા કારણોસર સરપંચનું…

Read More

વ્યારા, વલસાડ સિટિ અને માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ ઝડપી લીધો છે. તાપી સ્ટાફના પોલીસના માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીની માહિતી મેળવવા તેજવીજ હાથ હાથ ધરી હતી. આ દરમ્યાન એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને સંયુક્ત રીતે બાતમીના આધારે પાનવાડી વ્યારાના ગેટ પાસેથી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપી કિરણ મણીલાલ ચૌધરીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશન, માંડવી પોલીસ સ્ટેશન અને વ્યારા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કામગીરી કરનાર ટીમ:-…

Read More

ગુજરાત સહિત દેશભરમાં સાયબર ગુનેગારો દ્વારા નવી યુક્તિ અપનાવવામાં આવી રહી છે. જેમાં pm customer apk નામની એક ખતરનાક ફાઇલ વોટ્સએપ ગ્રુપ્સ અને વ્યક્તિગત નંબરો પર ફેલાવવામાં આવી રહી છે. આ ફાઇલ ડાઉનલોડ અને ઓપન કરવાથી યુઝર્સના બેંક ખાતામાંથી પૈસા ચોરાઈ જવાનું જોખમ છે. સાયબર નિષ્ણાતો અને પોલીસે આ ફાઇલથી સાવધાન રહેવાની ચેતવણી જાહેર કરી છે. કેવી રીતે કામ કરે છે આ સ્કેમ? સાયબર ગુનેગારો યુઝર્સના વોટ્સએપ ગ્રુપના કોઈ મેમ્બરનો મોબાઇલ હેક કરીને આ ફાઇલ ગ્રુપમાં શેર કરે છે. આ ફાઇલ ઘણીવાર ‘PM Kisan Yojana’, ‘બેંક ઓફર’ અથવા અન્ય આકર્ષક નામો સાથે મોકલવામાં આવે છે, જેથી લોકો તેને ડાઉનલોડ કરી…

Read More

વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. કપરાડામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કાપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે. જોકે આ વિસ્તારના નદીનાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે. નાનીપલસાણ ગામની પણ મોટી સમસ્યા છે. ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબુર છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસાના ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે. ગામ વચ્ચેથી પસાર થતી…

Read More

‘કાંટા લગા’ ગીતથી લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી શેફાલી જરીવાલનું માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. એક રિપોર્ટ અનુસાર શેફાલીના મૃત્યુનું કારણ કાર્ડિયાક એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ તેના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. શેફાલી જરીવાલાના મૃત્યુ પછી, ફરી એકવાર યુવાનો ડરવા લાગ્યા છે. યુવાનોમાં ડર એ છે કે જ્યારે આટલું ફિટ અને સ્વસ્થ જીવન જીવતા કલાકારો હૃદય રોગનો શિકાર બની રહ્યા છે, તો પછી તેઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે? શેફાલી જરીવાલાની ઉંમર માત્ર 42 વર્ષની હતી અને તે એકદમ ફિટ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી, ભારતમાં કાર્ડિયાક એટેકના કિસ્સાઓ…

Read More

પર્યાવરણ રત્ન 2025માં મુકેશભાઈ મહેશચંદ્ર શાહ અને બિન્દુ બેન બી.દેસાઈને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સંઘર્ષમય પરિસ્થતિમાં મુકેશભાઈ અને બિન્દુબેન બી. દેસાઈએ સામાજીક જાગૃતિ, રાષ્ટ્રીય ચેતના-સંવર્ધનની સાથે-સાથે હાલના સમયની જરૂરીયાત સમા પર્યાવરણનું ક્ષેત્ર, શૈક્ષણિક જળ સંચય અને આરોગ્ય અંગેની જાગૃતિ માટે આપની દક્ષતા નિ:સ્વાર્થ ભાવે પ્રદાન કરો છો તે બાબતની નોંધ લઈ “ગંગા સમગ્ર તાપી પ્રાંત” ગુજરાત દ્વારા આપને ” પર્યાવરણ રત્ન-2025″થી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપ સદાય યશસ્વી રહો એવી શુભેચ્છાઓ પણ પાઠવામાં આવી છે. મુકેશભાઈ અને બિન્દુબેન. બી.દેસાઈ વિશે,, મારા અનુભવ વિશે થોડી વાત કરૂ તો, મુકેશભાઈ અને બિન્દુબેને ખાસ કરીને સોનગઢથી…

Read More

હીરા નગરી ગણાતા સુરતના સરથાણા વિસ્તારમાંથી નકલી સોનાના દાગીના બનાવાનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પકડમાં આવેલા કેટલાક ભેજાબાજ શખ્સો દાગીનામાં અસલી સોનું ફક્ત નામ પૂરતુ ભેળવી કરતા કૌભાંડ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે નકલી સોનું બનાવતી ગેંગના 12 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ચાર ચેન, ચેન બનવાનું મશીન તેમજ હોલમાર્કનો સિક્કો જપ્ત કર્યો છે. 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી દેતા:- પોલીસ પકડમાં આવેલા શખ્સો 100 ટકામાં 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો મારી કરતા હતા વેચાણ જેથી સોનું લેનારા લોકોને સોના જેવું જ લાગતું હતું. પોલીસ તપાસમાં…

Read More

ગીર સોમનાથના આમોદ્રા ગામે દીપડો ઘરમાં ઘૂસી જતા હાહાકાર મચી ગયો છે. વહેલી સવારે દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો. જે શિકારની શોધમાં ઘરમાં ઘૂસી ગયો હતો. અને રસોડામાં છૂપાયને બેઠો હોવાની માહિતી મળી રહી છે. મહાકાય દીપડો ઘરના પાછળના ભાગેથી ઘરના રસોડામાં ઘૂસ્યો હોવાની ઘર માલિકે જણાવ્યું હતું. જ્યારે ઘર માલિકે દરવાજો ખોલ્યો ત્યારે દીપડાએ ઘર માલિક પર હુમલો કર્યો હતો. મકાન માલિકને પહોંચી ઈજાઓ:- દીપડાના હુમલાથી મકાન માલિકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ વન-વિભાગને થતાં વન-વિભાગની ટીમ આમોદ્રા ગામે આવી પહોંચી હતી. તેમજ ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગ દ્વારા બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો…

Read More

નાંદોદ તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા, જળ સંસાધન અને જળ પુરવઠા વિભાગના ઉપસચિવ ઝાહિદ જી. ડોઢિયાએ વિવિધ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. સાર્વજનિક હાઇસ્કૂલ, માંગરોલ ખાતે ધોરણ ૯માં ૧૦૩ અને ધોરણ ૧૧માં ૫૨ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રવેશ પામેલા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણના પ્રસાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યો હતો.

Read More