Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
વલસાડ જિલ્લાના ધરમપુરથી વાપી જતા હાઈવે નંબર ૫૬ની હાલત ચોમાસાની શરૂઆતથી જ દયનીય બની ગઈ છે. ધરમપુર-મોટા પોંઢા-વાપી રોડ પર ૧૫થી ૨૦ ઇંચથી વધુ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે, લોકોને એવું લાગે છે કે તેઓ ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા છે. રસ્તાની દુર્દશા ગંભીર લોકો હેરાન:- સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની દુર્દશા એટલી ગંભીર છે કે, ધરમપુરથી પાર નદી અને નાના પોંઢા સુધીના માર્ગ પરથી ઇમરજન્સી દર્દીને લઈ જવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ…
સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકો સોનાની ખરીદી માટે દુકાનમાં ઉમટી પડ્યા છે. આ બધાં વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વિશ્વના ઘણા દેશો સાથેના યુએસ વેપાર કરારમાં પ્રગતિના સંકેત અને ટેરિફ સમયમર્યાદામાં ફેરફારની જાહેરાત વચ્ચે, સોમવાર 7 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતના વેપાર દરમિયાન, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 98,993 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,763 રૂપિયા છે. તમારા શહેરોના નાવ ભાવ જાણો ખાસ કરીને દેશના મુખ્ય શહેરોમાં સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે. તેની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું 98,993 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે…
આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વની ઓળખ નિમિત્તે દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવાની તૈયારીઓ માટે ગ્રામપંચાયતમાં બેઠક મળી હતી. મહત્વની આ બેઠક જીતુ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગામના અગ્રણીઓ, યુવા પ્રતિનિધિઓ તથા સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં આદિવાસી સમાજના ગૌરવ, ભાષા, વસવાટ, પરંપરા અને સંસ્કૃતિના જતન માટે આ વર્ષે “ધરતીના વીર પુત્ર બિરસા મુંડા”ની 150મી જન્મજયંતિ સાથે વિશેષતાપૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની યોજના બનવામાં આવી હતી. “આદિવાસી હોવું એ ગૌરવની વાત” આ બેઠકમાં…
નર્મદામાં ભાજપ-આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ, મોડી રાત્રે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ભેગા થયા હતા. LCB કચેરીએ મોડી રાત સુધી મોટી સંખ્યામાં હાજર હતા ચૈતર વસાવાના સમર્થકો જે બાદ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતીય. આ ઉપરાંત હંગામો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે તેવી પણ સૂચના આપવામાં આવી હતી. LCB કચેરીએ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે. ડેડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાને હાજર કરાઈ તેવી પણ સૂત્રો પાસેથી માહિતી…
રાજ્યમાં વરસાદની રમઝટ યથાવત રહેવા પામી છે. રાજ્યમાં 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં મેઘમહેર થઈ હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં 5.55, ડોલવણમાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો, સુરતના પલસાણામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે.વલસાડના કપરાડામાં 4.84 ઈંચ, તાપીના સોનગઢમાં 4.65 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે. સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ:- સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો, સુરત શહેરમાં 4.57 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતી…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય વસાવા સાથે થયેલી ઝપાઝપી બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી સંજય વસાવાની FIRના આધારે ચૈતર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કર્યાં બાદ, લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પુછપરછ માટે લાવવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના લોકોને શાંતિ રાખવા પોલીસની અપીલ:- ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે. પોલીસે શાંતિ રાખવા માટે અપીલ કરી…
નર્મદાના ડેડીયાપાડામાં આપ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અપશબ્દ બોલ્યા હોવાનો આરોપ પણ તેમના પર લાગ્યો છે. ચૈતર વસાવાએ ઉગ્ર બોલાચાલી કરી તાલુકા પંચાયતના પ્રમુખને માર માર્યાનો આરોપ પણ કરવામાં આવી રહ્યો છે. સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દ કહ્યાનો આક્ષેપ આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંક્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભારે વિવાદ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ…
નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામે આવેલા ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓના કારણે આદિવાસી સમાજના લોકો નાની-મોટી દુકાનો દ્વારા ચા, નાસ્તો, મકાઈ અને પરંપરાગત આદિવાસી વાનગીઓનું વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા હતા. આ દુકાનો દ્વારા તેઓ આત્મનિર્ભર બનવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને સાકાર કરી રહ્યા હતા. પરંતુ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આદિવાસીઓ રોજગારી મેળવી પોતાનું જીવનગુજરાન ચલાવે તે ગમ્યું ન હતું અને આ દુકાનોને ગેરકાયદે ગણાવી, તેને તોડી પાડી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાએ આદિવાસી સમાજની રોજગારી છીનવી લીધી છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ શું કહ્યું ? સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે કે, તેઓ પોતાના વિસ્તારમાં પ્રવાસન…
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થા (DA)માં 4% વધારો કરી શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે, તો DA વર્તમાન 55 ટકાથી વધીને 59 ટકા થઈ શકે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી AICPI-IW (ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક)ના આધારે કરવામાં આવે છે. AICPI મે 2025માં વધીને 144 થયો. માર્ચમાં તે 143 અને એપ્રિલમાં 143.5 હતો. હવે જો જૂનમાં આ સૂચકાંક 144.5 પર પહોંચે છે, તો સરેરાશ સૂચકાંક 144.17 થશે. 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ, આ સરેરાશ DA ને 58.85% સુધી લઈ જાય…
ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાથી દુનિયામાં ભરમાં જાણીતો છે. અહીં તમે પર્વતો, લીલીછમ ખીણો, સોનેરી રણ અને વાદળી સમુદ્ર જોઈ શકો છો. પરંતુ આ વિવિધતા વચ્ચે એક અસમાનતા પણ છુપાયેલી છે. આ અસમાનતા સંપત્તિ અને ગરીબીની છે. આ સમસ્યાને કારણે, દેશની શક્તિ અને વ્યવસ્થામાં ઘણા ફેરફારો થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કોવિડ પછી, આ અંતર ભરવાનું શરૂ થયું છે. છેલ્લા એક વર્ષમાં, ભારતમાં ગરીબીના આંકડામાં ઝડપથી ઘટાડો થયો છે. વિશ્વ બેંકનો એક તાજેતરનો અહેવાલ આવ્યો છે, જેમાં છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ગરીબીના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. શું ખરેખર ભારતમાં કેટલી છે ગરીબી ? એક અહેવાલ મુજબ,…
