Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

છેલ્લાં કેટલાક સમયથી પાકિસ્તાનમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ઘણી નદીઓ, નાળા અને ડેમ છલકાઈ ગયા છે. આ દિવસોમાં, એક પાકિસ્તાની પત્રકારનો પૂરનું રિપોર્ટિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાવલપિંડીમાં ચાહાન ડેમ નજીક પૂરનું રિપોર્ટિંગ કરતો એક પત્રકાર જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, રિપોર્ટરના ગળા સુધી પાણી જોવા મળે છે. રિપોર્ટર બરાબર એ જ સ્થિતિમાં લાઈવ કવરેજ કરતો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન, પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વધ્યો કે તે પોતે પણ વહેવા…

Read More

૧૨૮ વર્ષ પછી લોસ એન્જલસ ઓલિમ્પિક ૨૦૨૮માં ક્રિકેટનું પુનરાગમન થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ઓલિમ્પિક ૨૦૨૮માં ટી-૨૦ ફોર્મેટમાં ક્રિકેટ રમાડવામાં આવશે. ઓલિમ્પિક્સની આયોજક સમિતિએ ક્રિકેટ મેચોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ઓલિમ્પિકમાં ૬ પુરુષો અને ૬ મહિલા ટીમો ભાગ લેશે. બધી ક્રિકેટ મેચો લોસ એન્જલસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલા પોમન ફેરપ્લેક્સ ખાતે યોજાશે તેવી માહિતી હાલ મળી રહી છે. આ દિવસથી મેચ શરૂ થશે ૨૦૨૮ ઓલિમ્પિકમાં ૧૨ જુલાઈથી ક્રિકેટ શરૂ થશે. ૧૨ થી ૧૯ જુલાઈ દરમિયાન પુરુષો અને મહિલા ટીમોની મેચો રમાશે. ત્યાર બાદ મહિલા ટીમનો મેડલ મેચ ૨૦ જુલાઈએ અને પુરુષોની ટીમનો મેડલ મેચ ૨૯ જુલાઈએ રમાડવામાં આવશે.…

Read More

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ગુરુવારે કોંગ્રેસ પાર્ટીએ આ ચર્ચાનો અંત લાવી દીધો છે. કોંગ્રેસ પાટીએ ગુજરાતમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની જાહેરાત કરી છે. જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ગત સપ્તાહે કૉંગ્રેસના નેતાઓએ દિલ્લીમાં મોવડીમંડળ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ ગુરૂવારે ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્લીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે ST-OBC સમાજને પ્રાધાન્ય આપ્યું:- નેશનલ કોંગ્રેસ પાર્ટીએ OBC સમાજમાંથી અમિત ચાવડાને…

Read More

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમાઈ હતી. ‘ક્રિકેટના મક્કા’ ખાતે ચોથા દિવસે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પહેલા સ્પેલમાં જ શાનદાર બોલિંગ કરી અને ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટને આઉટ કર્યો હતો. જોકે, વિકેટ લીધા પછી, ડીએસપી સાહેબે કંઈક એવું કર્યું જે તેમના અને ટીમ માટે સમસ્યા બની શકે છે. હવે તો બધાને ખબર પડી ગઈ છે કે, મોહમ્મદ સિરાજ એક ગરમ સ્વભાવનો ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનું વલણ વધુ વધી જાય છે. લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે પણ આવું જ બન્યું. સિરાજે માત્ર બેન ડકેટની વિકેટ લીધી જ નહીં,…

Read More

રાણીઆંબા રેલ્વે ફાટક પાસે રેલ્વે વિભાગે કામગીરી શરૂ કરતા આ ફાટક વાળા રસ્તા પરથી પસાર થતાં હજારો લોકોને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. રેલ્વે વિભાગે રાણીઆંબા રેલ્વે ફાટક અચાનક બંધ કરી દેતા ટોકરવા સાઈટથી સોનગઢ આવતા જતા લોકો અને સોનગઢથી ટોકરવા રૂટ પર જતા લોકો મુશ્કેલીનો સમાનો કરી રહ્યા છે. આ રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો પસાર થતાં હોય છે. તેવા સમયે અચાનક રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરતા વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની અંદર લોકો દૂર-દૂરથી પ્રવાસન સ્થળની મુલાકાત લેવા માટે આવતા હોય છે. તેવા જ સમયે રેલ્વે વિભાગે રસ્તો બંધ કરી દેતા લોકો અને…

Read More

આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લાંફાકાંડ કેસમાં જેલવાસો ભોગવી રહ્યો છે. આ બધાં વચ્ચે ચૈતર વસાવા માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. થોડા સમય પહેલા તાલુકાની સંકલન બેઠકમાં ચૈતર વસાવા ગરમ થઈ ગયા હતા અને સાગબારાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલી ગયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સંજય વસાવાએ પોલીસ કેસ કરતા પોલીસે આપ પાર્ટીના ધારાસભ્યને પકડીને લઈ ગઈ હતી અને તેની સામે ફરિયાદ નોંધી જેલમાં ધકેલી દીધો હતો. જે બાદ ચૈતર વસાવાએ જામીન પર છૂટવાની અનેક કોશિષ કરી પણ ચૈતર વસાવાને જામીન મળ્યા નહી. આ બધાં વચ્ચે ચૈતર વસાવા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ચૈતર વસાવા…

Read More

સમાચાર શતક, કપરાડા ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લાના કપરાડા તાલુકા કિસાન મોરચા દ્વારા “સંકલ્પથી સિદ્ધિ સુધી-મોદી સરકારના ૧૧ વર્ષ” પૂર્ણ થવાના અવસર નિમિત્તે કપરાડા તાલુકાના દીનબારી ફળિયા ખાતે આવેલા સામુદાયિક કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મંડળ બેઠકનું આયોજન યોજાયું હતું. આ બેઠકમાં કપરાડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી મુખ્ય આત્મીય ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂતમિત્રોને કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક વધારવા માટેની યોજનાઓ તથા કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કૃષિ ક્ષેત્રે થયેલા વિવિધ સકારાત્મક પરિવર્તનોને લોકો સુધી પહોંચાડવા માટે સૌ કાર્યકર્તાઓને ગામ ગામ સુધી જઈ માહિતી…

Read More

વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ શનિવારથી રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પહેલા દિવસે, વેસ્ટ ઈન્ડિઝના સબસ્ટિટ્યુટ ફિલ્ડર એન્ડરસન ફિલિપે ઓસ્ટ્રેલિયા સામે અવિશ્વસનીય ડાઇવિંગ કેચ લઈને બધાનું ધ્યાન પોતાની તરફ ખેચી લીધું હતું. એન્ડરસને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડનો કેચ પકડ્યો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એન્ડરસન ટ્રેવિસે હેડનો અવિશ્વસનીય કેચ પકડ્યો:- એન્ડરસન સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં આવ્યો હતો, કદાચ તેને ખબર પણ નહોતી કે તે આવું પરાક્રમ કરશે. આ ઘટના 65મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી. જ્યારે જસ્ટિન ગ્રીવ્સે ઓફ સ્ટમ્પની બહાર ટ્રેવિસ હેડને એક સંપૂર્ણ બોલ…

Read More

ગુજરાતમાં ફરી એકવાર બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રવિવારે અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આ બંને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદના એંધાણ કરવામાં આવી…

Read More

આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલાના કેસમાં ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. શુક્રવારે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં બંને પક્ષના વકીલોની બે કલાક સુધી દલીલો ચાલી હતી. ત્યાર બાદ સોમવારે જામીન અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૈતક વસાવાને જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. નિર્ણય સોમવારે બપોર પછી લેવાનો નિર્ણય કોર્ટે કરતા ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. આની પહેલા 9 જુલાઈએ ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી 11 તારીખે રાખવામાં આવી હતી. હાલ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં…

Read More