Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ગુરૂવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન અને ૧૫ ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જિલ્લા સ્તરના અધિકારીઓ અને વિવિધ શાખાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બંને કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડૉ.વિપિન ગર્ગે આ બંને પ્રસંગોની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે રચનાત્મક સૂચનો આપી દરેક વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમો માટે જવાબદારીઓનું વિભાજન તેમજ સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ કાર્યક્રમોમાં આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક નિયયમન, પીવાનું પાણી, વીજળી, એલઇડી સ્ક્રિન, મંડપ સહિતની આનુશાંગિક…
રશિયા-યુક્રન યુદ્ધ વચ્ચે વધુ બે દેશો વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. થાઇલેન્ડે તાજેતરમાં કંબોડિયાના વિવાદિત લશ્કરી ઠેકાણાઓ પર F-16 ફાઇટર જેટનો ઉપયોગ કરીને લશ્કરી કાર્યવાહી કરી હતી. થાઇ ક્ષેત્રમાં ભારે ગોળીબાર અને રોકેટ હુમલો થયો ત્યારે આ પગલું લેવામાં આવ્યું હતું. થાઇ સેનાના નાયબ પ્રવક્તા રિચા સુકસુવાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે યોજના મુજબ લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ દરમિયાન, F-16 વિમાનોમાંથી કંબોડિયાના પ્રદેશમાં એક લશ્કરી ઠેકાણાને નષ્ટ કરી દીધો હતો. આ સમયે થાઇલેન્ડે દાવો કર્યો છે કે કંબોડિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન 9 લોકો માર્યા ગયા છે. આ પહેલીવાર નથી કે બંને દેશો…
હજુ તો અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લોકો ભુલ્યા નથી. આ બધાં વચ્ચે ગુરુવારે વધુ એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રશિયન પેસેન્જર વિમાન ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે વિમાન ક્રેશ થયું છે. આ પેસેન્જર વિમાનમાં અંદાજે 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો હતો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. રશિયાનું An-24 પેસેન્જર વિમાન ટિંડા એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું…
ગુજરાતમાં ફરી એકવાર ACBએ લાંચિયા કર્મચારીને સકંજામાં લીધો છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, માણસા તાલુકા પંચાયતમાંથી ACBએ લાંચિયા કર્મીને ઝડપી લીધો હતો. વર્કસ મેનેજરની જવાબદારી સંભળતો કર્મચારીએ આવાસ યોજનાનો હપ્તો એકાઉન્ટમાં જમા કરવા માટે રૂપિયા 3500ની લાંચ માગી હતી. આવાસ યોજનામાં મકાન મંજૂર થયા બાદ પૈસા એકાઉન્ટમાં જમા કરવા માટે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા 50 હજારનો હપ્તો જમા કરવા માટે ફરિયાદી પાસેથી 3500ની લાંચ માંગી હતી. કર્મચારી રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ આરોપીને રંગે હાથે ઝડપી લીધો છે. હાલ તો ACBએ આરોપી ઝંખિત રાવળને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીએ અગાઉ પણ કોઈની પાસેથી…
ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. રાજ્યની ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ-પરવાનો…
કપરાડા તાલુકાની ઓઝરડા બારી ફળિની પ્રાથમિક શાળામાં તાજેતરમાં દિવાસાના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ પરંપરા અને સંસ્કૃતિના અનોખા પર્વને ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો. આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ શાળાના બાળકો દ્વારા જાતે બનાવેલી રંગબેરંગી ઢીંગલીઓ અને ઢીંગલાઓ હતા. જે પૂજન બાદ વોકળામાં વહેતા મૂકવામાં આવ્યા હતા. દિવાસો જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઉજવાતો એક લોકપ્રિય તહેવાર છે, તે પરંપરાગત રીતે શ્રાવણ માસના આરંભ પહેલાં આવતી અમાસના દિવસે ઉજવાય છે. આ તહેવાર વનરાજી અને પ્રકૃતિની પૂજા સાથે સંકળાયેલો છે, અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ધરતીમાંથી નીકળતી વનસ્પતિને પૂજવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ…
ફરી એકવાર સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની દાણચોરી ઝડપાઈ ગઈ છે. દુબઈથી આવેલા દંપતી પાસેથી અંદાજે 25.27 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાંથી પકડાયેલી સોનાની સૌથી મોટી 10 દાણચોરીમાંથી એક દાણચોરી માનવામાં આવે છે. દુબઈથી આવેલા દંપતીએ બેગમાં કપડા નીચે અને ફૂટવેરમાં સોનું છૂપાવ્યું હોવાની માહિતી મળી રહી છે. એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં આવ્યું હતું પરિવાર સોનાની દાણચોરી કરતું પરિવાર એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા પતિ-પત્નીની તપાસ કરતા તેમની પાસેથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. દંપતી પાસેથી…
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરીકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ આપવામાં આવશે. આ ધિરાણ યોજનાઓમાં લાભ મેળવવા ઈચ્છુક નાગરિકોએ આગામી તારીખ ૨૩ જુલાઈથી તારીખ ૧૭ ઓગષ્ટ સુધીમાં www.sje.gujarat.gov.in/gscdc પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટે અનુસૂચિત જાતિના નાગરીકોને ધિરાણ આપવા માટે સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે.…
આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મંગળવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને રાહત ન મળતા હવે જેલમાં જ રહેવું પડશે. મંગળવારે પણ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી હોવાથી ચૈતર વાસાવએ જેલમાં વધારે સમય રહેવું પડશે. ચૈતર વસાવાની અરજી પર ગુજરાત સરકારે વધારે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ચૈતર વાસાવાની અરજી પર હવે પાંચ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે:- ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ચૈતર વસાવાની પોલીસે…
તાપી જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર બારોડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આવેલી તમામ બેંકો, તમામ ATM સેન્ટરો, સોના- ચાંદી તથા કિંમતી ઝવેરાતની દુકાનો તથા શો રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ- બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, હાઈવે પરના ટોલ નાકા, સોનગઢ RTO ચેકપોસ્ટ તથા જ્યાં બહારના માણસોને રહેવાની સુવિધાઓ પુરી પડાતી હોય તેવા સ્થળો તથા બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔઘોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો/ ઉપભોક્તાઓ/ વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશ…
