Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજ ખેતી અને પશુપાલન પર વધુ નિર્ભર હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ એટલે ખેડૂતો માટે ઉમંગનો સમય અને આ સમયે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય છે. અને ખેતીના વધુ ઉપજ લાવા માટે ખાતરની જરૂર પડતી જ હોય છે. ત્યારે આ સમયે સુરત જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાય ગયા છે. ખેડૂતોના સહયોગી સાથી તરીકે શનિવારે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતરના અછતને કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે માંડવી બસ સ્ટેશનથી ખાતરને શ્રદ્ધાંજલિ આપી થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લાં પાંચ વર્ષથી નાસતા ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દિપક ઉર્ફે રાજુ મચ્છીન્દ્ર કાનહરકરની બાતમી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ હસમુખને મળતા ભેજાબાજ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ સામે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાની માહિતી મળી હતી. હાલ તો પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કામગીરી કરનાર ટીમ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ LCB પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી પોલીસ કોન્સ્ટેબલ ધનંજય…

Read More

વાપીથી વ્યારા સુધીનો 130 કિલોમીટરનો નેશનલ હાઈવે 56ને વિકસાવવાનો પ્રોજેક્ટને સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજનાની મંજૂરી સામે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજે ઉગ્ર આંદોલન કરતાં સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વાપી-શામળાજી નેશનલ હાઈવે 56ને ફોરલેન બનાવવાની જાહેરાત થઈ હતી. આ પ્રોજેક્ટ સામે પણ આદિવાસી સામજે ભારે વિરોધ કર્યો હતો અને એક ઈંચ જમીન નહીં આપીએ તેવા સુત્રો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. સતત વિરોધના કારણે સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે પારડી-કપરડા ફોરલેન માટે 800 કરોડની મંજૂરી આપી…

Read More

ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તારીખ ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદીપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડીઝલ સબસીડી માટે નવા ડીઝલ કાર્ડ…

Read More

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે આ દિવસે વિશ્વના સમગ્ર આદિવાસી સમુદાયના લોકો વિશ્વ આદિવાસી દિવસને ધામધૂમથી ઉજવતા હોય છે. જેની ઉજવણી દક્ષિણ ગુજરાતમાં  વસતો આદિવાસી સમાજ ધૂમધામથી ઉજવે છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આદિવાસી સમુદાયના લોકોનું જીવન ધોરણ ઉચું આવે અને વિકાસને પંથે અન્ય સમુદાય સાથે ખબાથી ખોબો મેળવીને ચાલે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવો ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આદિવાસી સમાજને આર્થિક મદદરૂપે કેટલીક રકમ પૂરી પાડે છે જેમાં 2024ના વર્ષે અંદાજિત 10,000 લાખ જેટલી રકમ પૂરી પાડવામાં આવી હતી. જ્યારે હવે વિશ્વ આદિવાસી દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ૮-ગોળધા…

Read More

ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ પહેલી  ઑગસ્ટના રોજ તમામ પ્રકારની કામગીરી બંધ રાખશે તેવા નિર્ણય સંદર્ભે કપરાડા તાલુકાના વીસીઈ કર્મચારી દ્વારા ટીડીઓને 31 જુલાઈના રોજ આવેદન પાઠવામાં આવ્યું. ગુજરાત રાજય પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ તા.01/08/2025ના રોજ એક દિવસ વીસીઈ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી ઈ ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધવવા માટે જણાવેલ છે. કારણ કે વીસીઇની માંગણીઓને લઈ વારંવાર રજુઆત કરવા છતા પણ સરકાર દ્વારા અને ઈ ગ્રામ સોસાયટી દ્વારા વીસીઇની માંગણીઓનું નિરાકરણ ના કરતા ફરી એક વાર ન્યાય મેળવવા માટે ગુજરાત રાજયના તમામ વીસીઈ ભાઈ-બહેનો વીસીઈને લગતી તમામ પ્રકારની કામગીરી એક દિવસ બંધ…

Read More

આજકાલ મોટા ભાગના આર્થિક લેવડ-દેવડના વ્યવહારો UPI ઓનલાઈન દ્વારા થઈ રહ્યા છે. અને જો તમે પણ ગુગલ-પે, ફોન-પે અથવા UPIથી પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે, 1 ઓગસ્ટથી UPI વપરાશકર્તાઓ માટે ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. તાજેતરમાં, IMF દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના UPI વ્યવહારો અમેરિકા અને ચીનને પણ પાછળ છોડી દીધા છે. દરમિયાન, UPI OTPથી બેલેન્સ ચેક અને ટ્રાન્ઝેક્શન ઇતિહાસમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. UPIમાં 1 ઓગસ્ટથી પાંચ મોટા ફેરફારો:- UPIમાં 1 ઓગસ્ટ, 2025થી પાંચ મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. આમાં બેલેન્સ…

Read More

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૩ ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી. કૃષિ મંત્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન ૩૦ જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે ૬૬ લાખ…

Read More

ઉચ્છલ ભડભૂજાના ગાંધીનગર ફળિયામાં ઘરમાં ઘુસી ધાડ પાડી ચોરી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. થોડા સમય પહેલા કેટલાક ભેજાબાજ શખ્સો રાત્રીનો ફાયદો ઉઠાવી કબાટમાં રહેલા ઘર વપરાશના રૂપિયા, ડાઈમન્ડ સેડ, સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાની વીંટી મોબાઈલ ફોન, સાઈન મોટર સાયકલ એટલે કુલ મળીને અંદાજે ત્રણ લાખથી વધારે કિમતની વસ્તૂઓ ચોરી કરી કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને અંજામ આપવા પહેલા ઘરમાં હાજર માતા-પિતાને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટના બાદ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસની ટીમ કામે લાગી હતી. આરોપીઓ કોણ…

Read More

વલસાડના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની નિવૃત પ્રોફેસર રઘુ ગાંવિતની પુત્રી પ્રાંતિજ તાલુકાના સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય સોનાસણમાં બી.આર.એસમાં હોર્ટિકલ્ચર વિષય સાથે અભ્યાસ કરી હતી. જે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી ફાઈનલ પરીક્ષામાં ૮૧.૭ ટકા મેળવી કોલેજ તથા રાજ્ય કક્ષાએ અગ્રેસર રહી હતી. ગત રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે  રાજ્યની કુલ ૩૨ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના ૩૫૯ વિધાર્થીઓનો પદવીદાન સન્માન સમારંભ યોજાયો હતો. ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ પદવીદાન સન્માન સમારંભમાં ૩૫૯ વિધાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૮૦ ટકા કન્યા હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. જેમાં ધરમપુરના કરંજવેરી ગામની આદિવાસી વિધાર્થિની પ્રકૃતિ ગાંવિતનો સમાવેશ થાય…

Read More