Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી જિલ્લાને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા)પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ મળ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સંપુર્ણાતા અભિયાન સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક (નિઝર-કુંકરમુંડા )પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ સન્માન પત્ર અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. તાપી જિલ્લાની આ ઉપલબ્ધિ માટે કલેક્ટર તથા સમગ્ર તાપી જિલ્લા તંત્રને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Read More

તાપી જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ અંતર્ગત નિઝર તથા કુકરમુંડા બ્લોક માટે આકાંક્ષી હાટ કાર્યક્રમનું સંયુંક્ત આયોજન એપીએમસી નિઝર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ૨ ઓગષ્ટ સુધી ચાલશે. જેમાં સરકારી યોજનાઓની માહિતી, નિદાન તથા સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આયોજન અંતર્ગત જિલ્લાના વિવિધ સરકારી વિભાગો, સખીમંડળો, અને અન્ય સહયોગી સંસ્થાઓના સ્ટોલો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં જનહિતના કાર્યો તેમજ માહિતીપ્રદ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે આ કાર્યક્રમ હેઠળ ‘લોકલ ફોર વોકલ’ અભિગમને વેગ આપવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓના વેચાણ અને પ્રમોશન માટે વિશિષ્ટ સ્ટોલો સ્થાપવામાં આવ્યા છે. ગ્રાહકો માટે આ એક શ્રેષ્ઠ તક…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી મુલાકાતો કાયમ માટે હેડલાઇન્સમાં રહેતી હોય છે. પીએમ મોદી ઘણીવાર અન્ય દેશો સાથે સંબંધો સુધારવા સહિત અનેક કારણોસર વિદેશ પ્રવાસ કરતા હોય છે. ભારતમાં તેમને જેટલો પ્રેમ મળે છે, તેટલો જ પ્રેમ વિદેશમાં પણ મળતો હોય છે. આ જ કારણ છે કે ઘણી વખત તેમને તેમના પ્રિયજનોને મળવાનું બહાનું મળે છે.પીએમ મોદીની વિદેશ મુલાકાતો હંમેશા વિપક્ષની નજરમાં રહે છે. વિપક્ષે તેમની મુલાકાતોમાં થયેલા ખર્ચ અંગે પણ ઘણી વખત પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરમાં, રાજ્યસભામાં શેર કરાયેલા ડેટામાં બહાર આવ્યું છે કે 2021થી 2025 વચ્ચે વિદેશ પ્રવાસો પર 362 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ૨૦૨૧ થી ૨૦૨૪…

Read More

નિવૃત્ત શિક્ષકોની ભરતી મુદ્દે ગુજરાત શિક્ષણ વિભાગે યુટર્ન લીધો હોવાની માહિતી મળી રહી છે. 25 જુલાઈના રોજ નિવૃત શિક્ષકોને લેવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળતા શિક્ષણ વિભાગે યુટર્ન લીધા બાદ નિવૃત શિક્ષકોને ભરતી કરવાનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં એી જાહેરાત કરવામાં આવી હતી કે, નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યના ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓમાં નારાજગી તેમજ સોશ્યિલ મીડિયામાં વિરોધ શરૂ થતાં પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો:- રાજ્યના શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોને ફરીથી નોકરી પર લેવા અંગેનો…

Read More

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. તેવી માહિતી અમે નથી આપી રહ્યા પરંતુ આ વાત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે કહી છે. કૈફના આ નિવેદનથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. કૈફ માને છે કે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પોતાનું સર્વસ્વ આપવા છતાં નિષ્ફળ ગયા બાદ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. તમને જણાવી દઈએ કે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ ખૂબ થાકેલો દેખાઈ રહ્યો છે. તે પોતાની જૂની લયમાં જોવા મળી રહ્યો નથી. ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બુમરાહએ 28 ઓવર બોલિંગ કરી હતી. પરંતુ…

Read More

તાપી જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2025-26 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની કામગીરીની સમીક્ષા માટે બેઠક જિલ્લા પ્રભારી તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં મંત્રી મુકેશ પટેલે ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬ હેઠળના તાપી જિલ્લાના સાત તાલુકાઓ માટે કુલ રૂપિયા ૭,૭૮૯.૬૬ લાખના ૧,૨૧૮ કામોને મંજૂરી આપી હતી. આ કામો આદિજાતિ વિસ્તારોમાં જીવનમુલ્ય સુધારવા, આધુનિક સવલતો ઉપલબ્ધ કરાવવા અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મુકાયા છે. બેઠકમાં પ્રભારી મુકેશ પટેલે ન્યુ ગુજરાત પેટર્ન યોજના-વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપી ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૪-૨૫ અંતર્ગત મંજુર…

Read More

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના તાલુકાઓમાં ઠંડા પીણાનું સેવન ઝડપથી વધી રહ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ઉનાળામાં ગરમીથી રાહત મેળવવાના નામે લોકો રાસાયણિક ઠંડા પીણાનો આશરો લેતા હોય પરંતુ આ તો બારેમાસ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યાં જોવો ત્યાં ઠંડા પીણા જોવા મળે જે ખાસ કરીને બાળકો અને યુવાનોના દાંત અને પેઢાંના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા દસ વર્ષમાં, ઠંડા પીણામાં રહેલા ઝેરી તત્વો અને ખાંડનું પ્રમાણ દાંતના નાશનું મુખ્ય કારણ બન્યું છે. નાની ઉંમરના બાળકોમાં આ પીણાની આદત ભવિષ્યમાં દાંતની સડન, પેઢાંની બીમારીઓ અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે.…

Read More

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૨૧ જુલાઇ, ૨૦૨૫ થી ૨૩ જુલાઇ, ૨૦૨૫ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ “Mastering Presentation Skills: A Path for Professional Excellence” વિષય ઉપર વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ (EEI, Anand) અને કેવિકે વ્યારા (તાપી) ના સંયુક્ત ઉપક્ર્મે ત્રિ-દિવસિય ઇન-સર્વિસ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સદર તાલીમમાં જીલ્લા ખેતીવાડી વિભાગ-તાપી, આત્મા-તાપી, ગુજરાત નેચરલ ફાર્મિંગ બોર્ડ અને કેવિકેના કુલ…

Read More

રમત-ગમત ક્ષેત્રે આદિવાસી યુવાન-યુવતિઓ ઉત્કૃષ્ઠ યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકારે ખેલ મહાકુંભનું આયોજન કરીને ગ્રામીણ ક્ષેત્રોના ખેલાડીઓને બહાર લાવવાનો અભિગમ કાબેલીદાદ છે. રાજ્યના આદિવાસી વિસ્તારના અનેક રમતવીરો પોતાનું કૌશલ્ય રજુ કરી સિધ્ધિઓના સિંહાસન ઉપર પહોંચવા થનગનાટ અનુભવે છે. હાલમાં જ જર્મનીના રહાઈન રૂહર ખાતે ૧૬ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી FISU WORLD UNIVERSITY GAMESનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશની વોલીબોલ ટીમમાં ગુજરાતમાંથી એકમાત્ર તાપી જિલ્લાની મીનલબેન સોહાન ગામીતની અપોઝિટ હિટર તરીકે પસંદગી થતા આદિવાસી સમાજ અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌરવ અને આનંદની લાગણી અનુભવાઈ હતી. આદિવાસી સમુદાય ખેતી-પશુપાલન સાથે સંકળાયેલુ છે. નવી પેઢી ખેતી-પશુપાલનની સાથે શિક્ષણ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે. મુખ્યમંત્રીએ જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને…

Read More