Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ઉમરપાડા તાલુકામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકોને વસે છે ત્યારે તેમનો મોટો વ્યવસાય ખેતી હોય છે આ લોકોનું જીવન ખેતી પર આધારિત હોવાને કારણે મોટા પ્રમાણમાં ખેતી થતી હોય છે ત્યારે ચોમાસાની ઋતુ એટલે એમના માટે તહેવાર સ્વરૂપ આ સમય તેઓ મકાઈ ડાંગર જેવા પાકોની ખેતી કરતા હોય છે અને આ પાકને વધુ ઉપચાર માટે માટે ખાતર ની જરૂરત હોય છે પરંતુ હાલો ઉમરપાડા તાલુકામાં તેમજ સમગ્ર સુરત જિલ્લામાં ખાતરની વધતી માંગને કારણે ખાતર મળી શકતું નથી જેના કારણે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી લાઈનોમાં ઊભા રહે છે. પરંતુ ખાતર મળતું નથી અને નિરાશા સાથે સાંજે ફરી ઘરે ફરતા હોય છે…
રાત્રિ દરમિયાન અકસ્માતોની સંખ્યા વધી છે જેના કારણે ઘણા પરિવારો દુઃખી થયા છે જેને ધ્યાનમાં રાખતા ઉમરપાડા પોલીસે વિશેષ પગલું હાથ ધર્યું છે ગઈકાલ તારીખ 6 ઓગસ્ટ ના રોજ ઉમરપાડા પોલીસ દ્વારા વાહનો પર લાલ ચળકતું સ્ટીકર લગાવી રાત્રી અકસ્માત ને અટકાવવા વિશેષ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ઉમરપાડા પીનપુર ચોકડી પાસેથી પસાર થતા વાહનોની ઉપર લાલ ચળકતું સ્ટીકર લગાવી અકસ્માતને અટકાવવા એક વિશેષ પગલું હાથ ધર્યું. આ કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડા પોલીસ મથકના પીઆઇ શ્રી સી બી ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો એ પોતાના વાહનો ઉપર લાલ સ્ટીકરો લગાવવા જોઈએ જેના કારણે રાત્રિ દરમિયાન અકસ્માત…
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમનો જેલવાસો સતત લંબાઈ રહ્યો છે. ગત તારીખ 5 જૂલાઈ 2025ના રોજ ડેડિયાપાડામાં યોજાયેલી સંકલન બેઠક દરમિયાન મહિલા કાર્યકર સાથે દુર્વ્યવહાર અને સંજય વસાવા પર હુમલાનો પ્રયાસ કર્યોના આરોપોને પગલે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ ચૈતર વસાવાને કસ્ટડીમાં લઈ વડોદરાની સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હતો. અગાઉ ચૈતર વસાવા દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નામંજૂર કરતા ધારાસભ્ય ચૈતર વસાવા અંદાજે એક મહિનાથી સેન્ટ્રલ જેલમાં કેદ છે. ચૈતર વસાવાની સુનાવણી પર વિલંબ કેમ ? ચાર્જશીટ દાખલ થયા…
સામાન્ય સભા બાદ પાછળથી કોઈ વિકાસના કામોમાં ઉમેરો અને ડુબલિકેટેશન ન થાય તે અગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટિફાઈટ નકલ જે તે સમયે આપવામાં આવે તેવી માગ સોનગઢ નગરપાલિકા પાલિકાના વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનું બેન શાબાશખાન પઠાણ તેમજ નાસિર બસીર શેખ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવયું છે કે સોનગઢ નગર પાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પાલિકા સભ્ય તરીકે અવારનવાર સામાન્ય સભાની કાચી પાકી મિનિટ કોપી તેમજ કાચી પાકી ઠરાવની કોપી સહી સિક્કા વાળી માંગવા છતાં પણ ઠરાવની કોપી આપવામાં નહીં આવતા વિરોધ પક્ષના સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે. વધુમાં…
આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ વર્ષે ભગવાન બીરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂયે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે. તાપી જિલ્લાની બે વિધાનસભા દીઠ વ્યારા વિધાનસભાનો કાર્યક્રમ વ્યારા તાલુકાના ચીખલવાવ હેલીપેડ અને નિઝર વિધાનસભાનો કાર્યક્રમ ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે યોજાશે. અધ્યક્ષસ્થાનેથી કલેકટર ડૉ.વિપિન ગર્ગે આ બંને સ્થાળોએ વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે આયોજન કરવા સુચના આપી હતી.દરેક વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમોમાં આરોગ્ય,સ્વચ્છતા, સુરક્ષા,ટ્રાફિક નિયયમન, પીવાનું પાણી, વીજળી, એલઇડી સ્ક્રિન, મંડપ, મહાનુભાવોની…
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની ઉજવણી સમગ્ર ભારત દેશમાં વસતા આદિવાસીઓ ધામધૂમતી કરતા હોય છે. અને ગુજરાત રાજ્યમાં પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસે છે. જ્યારે ટૂંક સમયમાં વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગ્રામજનોએ બેઠક યોજી હતી. તીરકામઠા સાથે થશે ઉજવણી:- આ બેઠકમાં ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો કે આદિવાસી દિનને સંપૂર્ણ રીતે આદિવાસી સંસ્કૃતિના પહેરવેશ તેમજ વાજિંત્ર સાથે ઉજવવામાં આવશે. દરેક વ્યક્તિ આદિવાસી પહેરવેશમાં આવશે સાથે જ ઢોલ નગારા તુર જેવા વાજિંત્ર સાથે આદિવાસી સમાજનું લડાયક સાધન તીરકામઠા…
ગુજરાતમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લાઓ પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા…
કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે આવનારી 9મી ઓગસ્ટે ઉજવાનાર વિશ્વ આદિવાસી દિવસ અને ધરતી આબા બિરસા મૂંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજન માટે વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરીની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં તાલુકા અને જિલ્લામાંથી અનેક અગ્રણીઓ અને સમાજસેવી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગેવાનોની હાજરી:- આ આયોજનસભામાં વલસાડ જિલ્લા કારોબારી અધ્યક્ષ મિતેશ પટેલ, નાનાપોઢા સરપંચ અને એ.પી.એમ.સી. પ્રમુખ મુકેશ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા, પારડી તાલુકા ભાજપ મહામંત્રી રાજુ આહીર, કપરાડા તાલુકા ભાજપ મહામંત્રી મંગુભાઈ ગાંવિત, પૂર્વ પ્રમુખ રમેશ ગાંવિત, ડૉ. દિનેશ ખાંડવી,…
તાપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિયા કંપનીની સેલટોસ કારમાં દારૂની હેરાફેરી કરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એ.એસ.આઈ બીપીન રમેશ અને હોડ કોન્સ્ટેબલ લેબજી પરબતજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની કિયા સેલટોસ કારમાં ઈગ્લિશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ એક શખ્સ આવી રહ્યો છે. તેવી બાતમી મળતા વ્યારા શહેરના પાનવાડીથી મિશનનાકા તરફ જતા નહેરના રોડ પરના ભાટપુર જવાના ત્રણ રસ્તા પાસેથી આરોપીને પકડી પાડી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ભાગે તથા સીટ પર ખાખી કલરના પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટી બાટલીઓ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો ઈગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.…
તાપી જિલ્લાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વ્યારા દ્વારા ૧ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ ધોરણ ૧થી ૫ના (ગુજરાતી માધ્યમ) વિદ્યાસહાયકો માટે નિમણુંક પત્રો એનાયત કરવાનો વિશેષ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહી તાપી જિલ્લાના વિવિધ પ્રાથમિક શાળાઓ માટે ૩૭ જેટલા પંસદગી પામેલા નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. આ અવસરે ધારાસભ્ય મોહન કોકણીએ નવનિયુક્ત શિક્ષકોને શાળા અને બાળકોના ભવિષ્ય ઘડતર માટે મહત્વની ભૂમિકા નિભાવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી શિક્ષકોને સમાજનું ભવિષ્ય ઘડવાનું પવિત્ર કાર્ય નિષ્ઠાપૂર્વક કરવા આહ્વાન કર્યું હતું.જિલ્લા પંચાયત…
