Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

      August 4, 2026

      વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

      August 4, 2026

      નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

      August 1, 2026

      TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર

      July 31, 2026

      તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ..સાવચેતીના ભાગરૂપે 8 રસ્તાઓ બંધ

      July 31, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026

      વિયેતનામમાં સ્પીડબોટ પલટી જતા 15 ભારતીય મોતને ભેટ્યા..!

      July 12, 2026

      આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વયે નિધન

      July 5, 2026

      જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ATSના સકંજામાં…તમામના ચેહેરા ઓળખી લેજો..!

      July 3, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»ઉમરપાડા: તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ લોકાર્પણ
    ગુજરાત

    ઉમરપાડા: તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ લોકાર્પણ

    samachar shatakBy samachar shatakMarch 8, 2026No Comments14 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહવાન કર્યું છે.મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ આદિજાતિ ગામોની ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહવાન કર્યું હતું.

    ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજના રૂ.૬૫૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ થઈ છે તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૨૦૮.૫૧ કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ ઈ-તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના ૨૯ ગામોની ૧૯,૧૪૧ એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે.
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદશ્રીઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લામાં ૧૨૬ કરોડ રૂપિયાના ૧૨ જેટલા વિકાસકામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે વન અધિકાર નિયમ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને સનદ વિતરણ, પીએમએવાય આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાયનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું

    મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા વિકાસની રાજનીતિનો યુગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયો છે. વિકાસની દરેક યોજનાના કેન્દ્રમાં તેમણે નાના માનવીના હિતોને પ્રાથમિક્તા આપી છે.સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદાના ડેડિયાપાડાના ગામોમા તો ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજનામાં ૮૭ માળ જેટલી ઉંચાઈએથી પાણી પાઈપલાઈન દ્વારા લિફ્ટ કરીને આદિવાસી વિસ્તારોને સિંચાઈ માટે પુરું પાડવાનું ઈજનેરી કૌશલ્યયુક્ત આયોજન પણ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપથી પાર પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
    મુખ્યમંત્રીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ સરળતાથી પહોંચાડવા વડાપ્રધાનએ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.એટલું જ નહિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે પાંચ વર્ષ માટે રૂ. ૨ લાખ કરોડની ‘જનજાતીય કલ્યાણ યોજના’ની ભેટ આપી છે તેની તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. વાર્ષિક રૂ. ૩૫,૦૦૦ કરોડની જોગવાઈ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને આનાથી વધુ વેગ મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસની રાજનીતિના વડાપ્રધાનશ્રીના અભિગમથી આદિવાસી ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે. આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ-કોલેજો અને મેડિકલ કોલેજો શરૂ થવાથી આજે આદિવાસી દીકરા-દીકરીઓ એન્જિનિયર અને ડોક્ટર બની રહ્યા છે. પાયલટ બનવા માટે પણ સરકાર રૂ. ૨૫ લાખ સુધીની લોન સહાય આપી રહી છે, તેનો લાભ લઈને આદિવાસી યુવાનો આસમાન સર કરી રહ્યા છે.’વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેય સાથે વિકાસકામોની સાથોસાથ દેશના ઈતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રામ મંદિરના નિર્માણથી લઈને પાવાગઢના શિખર પર ધ્વજારોહણ સુધીના સાંસ્કૃતિક પૂન: જાગરણની ભૂમિકા આપી હતી.

    મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનની શરૂઆત રાજ્યના પૂર્વ મંત્રી અને ઉમરેઠના ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી હતી.આ પ્રસંગે આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. અમારી સરકાર ‘નળ સે જલ’ થી લઈને ‘ખેતર સુધી જળ’ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં જે વિસ્તારોને નસીબને ભરોસે છોડી દેવાયા હતા, ત્યાં આજે ઈજનેરી કૌશલ્યથી આપણે લિફ્ટ ઈરીગેશન- પાણીને ઉદ્દવહન કરીને પહોંચાડી રહ્યા છીએ. જ્યારે ખેડૂતના ખેતરમાં બારેમાસ પાણી હશે, ત્યારે જ તે સમૃદ્ધ થશે અને તેનો લાભ રાજ્યના અર્થતંત્રને થશે.
    મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવમોગરા અને શબરીધામ જેવા ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. આદિવાસી સમાજની દિકરીઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. ભગવાન બિરસા મુંડાના નામે દરેક તાલુકામાં લાઇબ્રેરી સ્થાપવાની દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. પાણી પૂરવઠા, જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. પરિશ્રમ અને નક્કર આયોજન સાથે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલવામાં આવી છે.

    મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ૧૪,૭૫૬ નાના ચેકડેમો બનાવી ૧.૫૨ લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. જ્યારે ૭૩૫ મોટા ચેકડેમ ચેકડેમ દ્વારા ૮૦,૫૦૦ એકર વિસ્તારમાં પાણી પહોંચાડાયું છે. ૩૫૦૦ તળાવો ઊંડા કરી ખેડૂતોને પાણી મળતું રહે તે માટેની વ્યવસ્થા કરી છે. પટેલે વધુમાં કહ્યું હતું કે, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના અંતરિયાળ વિસ્તારો માટે રૂ.૯૧૨ કરોડની ઉદવહન પાઈપલાઈન યોજનાનું કામ પ્રગતિમાં છે. આ યોજનાના લાભથી અંદાજિત ૬૯ હજાર એકર વિસ્તાર અને ૧૪,૧૧૭ કુટુંબોને સીધો લાભ મળશે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ હોવા છતાં જાન્યુઆરી મહિનાથી પાણીની તંગી વર્તાય છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે વિવિધ નદીઓ પર આ વર્ષે રૂ.૫૨૨ કરોડ ખર્ચે અંદાજિત ૨૪૯ ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન છે, જેનાથી ૧૬,૯૯૦ એકર વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે.

    સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડૂતો માટે સકારાત્મક રહી છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદિનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડૂતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે. ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશેસાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી જણાવ્યું સિંચાઈ યોજનાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

    ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજના સાકાર થવાથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારોના આંગણે સોનાનો સૂરજ ઊગ્યો છે. આ યોજના થકી પહાડી અને જંગલ વિસ્તારના છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચતા આ સમગ્ર વિસ્તાર નંદનવન બનશે અને પર્યાવરણ અને સંસ્કૃતિનુ જતન કરતા આદિવાસી સમાજના આદિવાસી ખેડૂતોની ખેતીનો કાયાકલ્પ થશે.

    વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં અંદાજે ૧૭ કિમી લાંબી પાઈપલાઈન નાખીને ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવાયું છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપશે. આ તબક્કે તેમણે શિક્ષણ ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં સાયન્સ કોલેજના અદ્યતન ભવનના નિર્માણ માટે રૂ. ૨૭ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

    આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઇ ઢોડીયા, દર્શનાબેન દેશમુખ, મોહનભાઈ કોંકણી, સંદિપભાઈ દેસાઈ, જિ. પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભાવિનીબેન પટેલ, જળસંપતિ વિભાગના સચિવ પી.સી. વ્યાસ, સુરત જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધી, નર્મદા સુરત જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી, અગ્રણીઓ ભરત રાઠોડ, નીલ રાવ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ, આદિજાતિ ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    Chief Minister Bhupendra Patel Irrigation scheme Ukai Reservoir Project
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025496
    Don't Miss
    ગુજરાત

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    By samachar shatakAugust 4, 202651

    તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના પંકજભાઈ દિનેશભાઈ ગામીતે જીપીએસસી દ્વારા દિવ્યાંગો માટે આયોજિત…

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026

    TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર

    July 31, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી
    • વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી
    • નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન
    • TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી નવી તારીખો જાહેર
    • તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ..સાવચેતીના ભાગરૂપે 8 રસ્તાઓ બંધ
    • ડેડિયાપાડા LCBએ 79.46 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
    • વાસ્મો સચિવ સ્તુતિ ચારણએ ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
    • સાયબર ક્રાઈમના ગુનાના આરોપીને સોનગઢ પોલીસે બગસરાથી સકંજામાં લીધો
    • Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું
    • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી 48 કલાક ભારે
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    ઉકાઈ તાલુકાના સીંગપુરના પંકજ ગામીતે GPSCમાં સફળતા મેળવી

    August 4, 2026

    વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી

    August 4, 2026

    નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન બદલ મળ્યું સન્માન

    August 1, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025613
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.