નવસારીના વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલે એક મોટું નિવેદન આપતા આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે અનંત પટેલે જાહેર મંચ પરથી કહ્યું, જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે તેમ અનંત પટેલે જાહેર મંજ પરથી નિવેદન આવ્યું હતું.
અનંત પટેલે વધુમાં કહ્યું કે, આદિવાસી સમાજમાં જન્યો છું અને મરીશ પણ આદિવાસી સમાજમાં જ, અમને કોઈ લોભ-લાલચ કે ભૂખ નથી…અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે. અમારા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ, મહિલાઓને સુરક્ષા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ખાસ કરીને યુવાનોને રોજગાર અપાવવો છે.

