મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સંબંધિત વિભાગોની તપાસ દરમિયાન થયેલા ખુલાસાઓએ દૂધના વ્યવસાયમાં ચાલતી ગંભીર ગેરરીતિઓને ઉજાગર કરી છે. પ્રાથમિક તપાસ મુજબ છેલ્લા છ મહિનામાં અંદાજે 2.3 કરોડ લિટર ભેળસેળયુક્ત દૂધ બજારમાં વેચાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસમાં સામે આવ્યું છે કે દૂધમાં ફેટનું પ્રમાણ કૃત્રિમ રીતે વધારવા માટે ડિટર્જન્ટ પાવડર, પામ ઓઈલ અને હલકી ગુણવત્તાના દૂધ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ દ્વારા દર 100 લિટર શુદ્ધ દૂધમાં લગભગ 10 લિટર કેમિકલયુક્ત કૃત્રિમ દૂધ ભેળવીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ રીતે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં 2,30,470 કિલો હલકી ગુણવત્તાના દૂધ પાવડરનો ઉપયોગ કરીને અંદાજે 23 લાખ 4 હજાર 70 લિટર કૃત્રિમ દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કૃત્રિમ દૂધને અસલી દૂધમાં ભેળવીને વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવ્યું હતું. માત્ર આ કૃત્રિમ દૂધની કિંમત જ અંદાજે 9.21 કરોડ રૂપિયા જેટલી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
તપાસ દરમિયાન ભેળસેળનું સમગ્ર રેકેટ સુનિયોજિત રીતે ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દૂધની ગુણવત્તા વધારવાના નામે ગ્રાહકોને છેતરવામાં આવતા હતા, જ્યારે ઉત્પાદકો ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાનો નફો કમાઈ રહ્યા હતા. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા કેમિકલયુક્ત દૂધના સતત સેવનથી પેટ, કિડની અને અન્ય અંગો પર ગંભીર અસર પડી શકે છે.
આ સમગ્ર કૌભાંડ મામલે પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જોકે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેમની ધરપકડ માટે પોલીસની વિશેષ ટીમો અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે અને તપાસને વધુ તેજ બનાવવામાં આવી છે. સાથે જ ભેળસેળયુક્ત દૂધનો પુરવઠો ક્યાં-ક્યાં કરવામાં આવ્યો હતો અને તેમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ કૌભાંડ સામે આવતા ખાદ્ય સુરક્ષા અને દૂધની ગુણવત્તા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

