Close Menu
samacharshatak.comsamacharshatak.com

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    samacharshatak.comsamacharshatak.com
    • Home
    • ગુજરાત

      તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

      August 30, 2026

      વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

      August 29, 2026

      તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

      August 27, 2026

      ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!

      August 25, 2026

      બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

      August 23, 2026
    • દેશ-વિદેશ
    • રાજનીતિ

      તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

      August 18, 2026

      વિશ્વ આદિવાસી દિવસની સરકારી ઉજવણી પર બ્રેક, આદિવાસી સમાજમાં રોષ..!

      August 12, 2026

      9 ઓગસ્ટ આદિવાસી સમાજના ગૌરવ, અધિકાર અને અસ્તિત્વનો દિવસ

      August 6, 2026

      Gen-Z સામે સરકાર ઝૂકી..શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું

      July 25, 2026

      દૂધમાં ઝેરનો ખેલ! કરોડોનું ભેળસેળ કૌભાંડ બહાર આવ્યું

      July 14, 2026
    • રમતગમત
    • નોલેજ
    • લાઈફ સ્ટાઈલ
    • વીડિયો
    • ક્રાઈમ સ્ટોરી
    samacharshatak.comsamacharshatak.com
    Home»ગુજરાત»તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!
    ગુજરાત

    તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!

    samachar shatakBy samachar shatakAugust 18, 2026No Comments25 Views
    Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    “સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય…” આ પંક્તિ તાપી જિલ્લાના ઉંચામાળા ગામની દીકરી હેતવી ચૌધરીની સંઘર્ષ અને સફળતાની સફરને સાર્થક કરે છે. તાપીની માટીમાં ઉછરેલી આ દીકરીએ તીરંદાજીમાં એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરીને માત્ર પરિવાર અને તાપી જિલ્લાનું જ નહીં, સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. હવે તેની સફળતામાં વધુ એક ગૌરવભર્યું પ્રકરણ ઉમેરાયું છે, આસામ રાઈફલ્સમાં પસંદગી…


    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામ (મોવડી ફળિયું) ની દીકરી હેત્વી જે હાલ બોડેલી કોલેજમાં બીજા વર્ષમાં બી.એ નો અભ્યાસ કરી રહી છે. શેઠ ટીસી કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં અભ્યાસ કરતી દીકરીની આર્ચરીમાં હાંસલ કરેલી સિદ્ધિઓ વાત કરતાં પહેલાં તેમના પિતાશ્રી મુકેશભાઈ ચૌધરીની વાત કરીએ તો સ્વભાવે સાદાભોળા અને અનેકવિધ સપનાઓ સાથે અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતા મુકેશભાઈ બોડેલી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને ક્રિકેટનો પણ શોખ હતો અને તેઓ ક્રિકેટ રમવા જતા.

    એક દિવસ મેદાન પર તીરંદાજીની પ્રેક્ટિસ કરી રહેલા કોચ મુકેશભાઈ રાઠવાને જોઈને હેત્વીના મનમાં પણ તીરંદાજી શીખવાની ઈચ્છા જાગી. પિતા અને કોચના પ્રોત્સાહનથી ધોરણ-૬માં અભ્યાસ કરતી હેતવીએ તીરંદાજીની તાલીમ શરૂ કરી અને ત્યારથી શરૂ થયેલી આ સફર આજે તેને દેશની સુરક્ષા સુધી લઈ આવી છે.

    બોડેલી ખાતે સતત મહેનત અને પ્રેક્ટિસના પરિણામે હેત્વીએ પોતાની પ્રથમ જ નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ધોરણ-૬ થી ૮ સુધી તેણે બોડેલી કોલેજના મેદાનમાં સતત પ્રેક્ટિસ કરી અને વિવિધ નેશનલ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો..

    ત્યારબાદ તેની પસંદગી દલ્સ્સ નડિયાદ આર્ચરી એકેડમીમાં થઈ, જ્યાં તેણે ત્રણ વર્ષ સુધી સઘન તાલીમ મેળવી હતી. આ દરમિયાન ભારતમાં પ્રથમ વખત શરૂ થયેલા નેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ માટે હરિયાણામાં યોજાયેલા સિલેક્શન ટ્રાયલમાં પણ ભાગ લીધો..
    હેતવી ટોપ-ફોરમાં પસંદગી પામી અને નવેમ્બર-૨૦૨૧માં યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં ગુજરાતમાંથી પ્રથમ ખેલાડી તરીકે તેની પસંદગી કોલકાતા ખાતેના સેન્ટર માટે થઈ. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી કોલકાતામાં રહીને તેણે ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી હતી.
    ખેલો ઈન્ડિયા સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરતા ૨૦૨૩ની નેશનલ રેન્કિંગ એર્ચરી ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ, ૪ ખેલો ઈન્ડિયા NTPC વિમેન્સ અને નેશનલ ટૂર્નામેન્ટમાં ૨૦૨૩-૨૪ ટોપ-૬ માં સ્થાન, અને ફાઈનલ ખેલો ઈન્ડિયા NTPC નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ ૨૦૨૪માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.

    કોલકાતા ખાતે હેત્વીને ઓલિમ્પિયન રીના કુમારી પાસેથી તાલીમ મેળવવાની તક મળી હતી. મહેનતના પરિણામે તેણે અનેક રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં મેડલ્સ મેળવ્યા તેમજ નેશનલમાં મેડલ, ઈસ્ટ ઝોનમાં ગોલ્ડ મેડલ, સ્ટેટ ચેમ્પિયનશીપમાં ચેમ્પિયન બનવા ઉપરાંત સબ-જુનિયર નેશનલમાં ટોપ-૮માં સ્થાન મેળવ્યું હતુ.
    તેની પ્રતિભાને ધ્યાનમાં લઈને ઈન્ડિયન આર્ચરી તરફથી તેને દક્ષિણ કોરિયામાં ૧૧ દિવસની વિશેષ આર્ચરી ટ્રેનિંગ માટે પણ મોકલવામાં આવી હતી. આ તાલીમે તેની રમતને નવી ઊંચાઈ આપી. ત્યારબાદ એનટીપીસી નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટમાં સતત ચાર ટુર્નામેન્ટમાં ટોપ-૬માં સ્થાન મેળવ્યું અને ફાઈનલ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. વુમન આર્ચરી ટુર્નામેન્ટની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ તેમજ જુનિયર નેશનલમાં પણ મેડલ મેળવીને હેત્વીએ પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો હતો.

    હવે લક્ષ્ય માત્ર મેડલનું નહીં, માતૃભૂમિની રક્ષાનું પણ

    રમતગમતની આ સિદ્ધિઓ બાદ હેત્વી માટે વધુ એક મોટી તક આવી. નેશનલ મેડલિસ્ટ ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ક્વોટામાં આસામ રાઈફલ્સમાં તેની પસંદગી થઈ છે. જે સપ્ટેમ્બર ૨૦૨૬ ના પ્રથમ અઠવાડિયામાં આસામ રાઇફલ સાથે જોડાશે.
    હેતવી પોતાના આ નવા પડાવ અંગે ગૌરવભેર કહે છે, મને ખૂબ ગર્વ થયો છે. અત્યાર સુધી હું રમતના મેદાનમાં દેશનું નામ રોશન કરવા માટે રમતી હતી. હવે દેશ માટે લડવાની અને રમવાની બંને તક મળી છે.

    હેત્વીની આ સફર માત્ર એક ખેલાડીની સફળતાની કહાની નથી, પરંતુ તાપીના અંતરિયાળ વિસ્તારની દીકરીને મળેલી તક, પિતાના પ્રોત્સાહન, કોચના માર્ગદર્શન અને અવિરત મહેનતથી સપનાંને સાકાર કરી શકાય છે તેનું જીવંત ઉદાહરણ છે.
    પિતાશ્રી મુકેશભાઈ ચૌધરી અને ગ્રામજનોની ખુશીનું મુખ્ય કારણ હેત્વી જ છે. જેને તેમના પિતાશ્રી મુકેશભાઈ ચૌધરી, તેમના કોચ, પરિવાર સહિત ગ્રામજનોના આશીર્વાદ થકી આજે જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારી રહી છે. જે બદલ તાપી જિલ્લા વહીવટી તંત્ર તેમજ રમત વિભાગ દીકરી હેત્વીને શુભકામનાઓ પાઠવી છે.

     

    Assam Rifle Flight of success Haitian Chaudhary
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
    samachar shatak
    • Website

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

    Related Posts

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025614

    ઉકાઈ તાલુકામાં આટલા ગામડાઓનો કરાયો સમાવશે

    September 25, 2025497
    Don't Miss
    ક્રાઈમ સ્ટોરી

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    By samachar shatakAugust 30, 202615

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામે નજીવી બાબતે થયેલી તકરારે હત્યાનું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું…

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026

    ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!

    August 25, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Recent Posts
    • તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!
    • વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો
    • તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો
    • ગુજરાતમાં અંદાજે 70 ટકા વિસ્તારમાં વરસાદની ઘટથી ખેતી પર સંકટ.!
    • બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ૮૦મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
    • તાપી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ
    • તાપીની વીરાંગના હેત્વી ચૌધરી સમગ્ર જિલ્લા માટે પ્રેરણા રૂપ..!
    • સોનગઢ: ATMમાં છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, કેવી રીતે કરતા ઠગાઈ જાણો..?
    • ગારખડી ખાતે ઔષધીય વનસ્પતિ અને વિજ્ઞાન આધારિત વિજ્ઞાન મેળો યોજાયો
    • ધરમપુરમાં આદિવાસી સમાજની રાજા રજવાડા સમયની ‘‘નાળિયેર ટપ્પા’’ની રમત આજપર્યંત જીવંત
    About Us
    About Us

    Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
    We're accepting new partnerships right now.

    Email us: samachar.shatak1@gmail.com
    Contact: +91 9727579801

    Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
    Our Picks

    તાપી: કપુરા ગામે મોટરનો વાયર કાપી નાખતા કોદાળી મારી હત્યા.!

    August 30, 2026

    વ્યારા સુગરની મનમાની સામે ખેડૂતો મેદાનમાં ચેરમેન-ડિરેક્ટરો સામે ગંભીર આક્ષેપો

    August 29, 2026

    તાપી LCBએ દારૂ હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો

    August 27, 2026
    Most Popular

    તાપી: ચિખલદા ગામના સરપંચ રીપીન ગામીતે રીલ બનાવી લોકોના જીવનમાં લાવ્યા બદલાવ

    September 10, 20251,041

    ફોરેસ્ટ વિભાગે દાદાગીરી કરી ઝરવાણી ગામે આદિવાસીઓની દુકાનો તોડી પાડી !

    July 5, 2025697

    ચિખલદાના સરપંચ રિપીન ગામીતની ચારેબાજુ ચર્ચા

    December 2, 2025614
    © 2026 Samachar Shatak. Designed by Samachar Shatak.
    • Home
    • About Us
    • Contact us
    • Privacy Policy
    • Terms and Conditions

    Type above and press Enter to search. Press Esc to cancel.