Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ભારતીય ક્રિકેટ ટીમમાં આજકાલ વર્કલોડ મેનેજમેન્ટ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પૂર્ણ થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બુમરાહ માત્ર 3 મેચમાં મેદાનમાં ઉતર્યો હતો. આ કારણે તેની ટીકા પણ થઈ હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું હતું કે બુમરાહને આ પ્રવાસમાં બધી ટેસ્ટ મેચ રમવી જોઈતી હતી. દરમિયાન, હવે ભૂતપૂર્વ અનુભવી બેટ્સમેન દિલીપ વેંગસરકરે પણ બુમરાહ અને વર્કલોડ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા તેમણે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. વેંગસરકરે માને છે કે વર્કલોડને કારણે બુમરાહને…
તાપી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં દેશ ભક્તિની થીમ સાથે રાખી મેકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, રંગોળી, પોસ્ટર, નિબંધ, એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. દેશના લોકોમાં દેશભક્તિના માહોલને વધુ ઉત્પ્રેરિત કરવા તથા આપણા તિરંગા પ્રત્ય એક વિશેષ જોડાણની લાગણી ઉત્પન્ન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલ વિવિધ આયોજનના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમને કેન્દ્રમાં રાખી રાખડી બનાવવાની સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. કેટલીક સ્પર્ધાઓ જિલ્લા પંચાયત ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં નાના નાના વિધાર્થીઓ, શિક્ષકો કુકરમુંડા અને નિઝરથી પણ આવીને ખુબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આવી સ્પર્ધાઓમાં NO…
9મી ઓગસ્ટના રોજ લીંબી ગામના સીમ વિસ્તારમાં બે બાઈક સામ સામે અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયાં હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે ત્રણ યુવકો સોનગઢ જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર આનંદકુમાર પ્રભુભાઈ વસાવા, વિનેશભાઈ કમાનજી વસાવા અને સુરેશભાઈ વિક્રમભાઈ વસાવાનું મોત થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. તો આ ઘટનાની જાણ ઉકાઈ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉજાગ્રસ્તને સારવાર માટે સોનગઢ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર અને બાઈક ચાલક આનંદકુમાર…
ઉમરપાડા તાલુકો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત છે આ તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ નિવાસ કરે છે આદિવાસી સમાજ વર્ષોથી પોતાની અલગ વેશભૂષા સંસ્કૃતિ અને જીવનશૈલીથી વિશેષ નીવડી આવે છે. અને આજ આદિવાસી સમુદાયની ઓળખ એટલે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ દિવસે વિશ્વના દરેક આદિવાસી સમાજના લોકો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે વર્ષ 2025 ના રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી.ઉમરપાડા તાલુકા મથકે ઉજવવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી જેમાં લોકો આદિવાસી સંસ્કૃતિની વેશભૂષામાં તેમજ ક્રાંતિકારીઓની ઓળખ…
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં 9મી ઓગસ્ટ 2025ના રોજ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા અક્તેશ્વર બિરસા મુંડા ચોકડી ખાતે પરંપરાગત વાજિંત્રો અને પહેરવેશ સાથે આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આ પ્રસંગે ગરૂડેશ્વર તાલુકાના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજની સાંસ્કૃતિક વિરાસત અને અધિકારોના રક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આદિવાસી સમુદાયે પોતાની પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ ઉજવણીએ આદિવાસી સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિને ઉજાગર કરી. આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજે પોતાની ઓળખ, પરંપરા અને પર્યાવરણ સાથેના ગાઢ સંબંધોની ઉજવણી કરી. આગેવાનોએ આદિવાસીઓના હક્કો, શિક્ષણ,…
તાપી ઉચ્છલના બાબરઘાટ ખાતે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૭૨ વિધાનસભા મતવિસ્તારના ૫.૩૮ કરોડના ૩૬ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાને વંદન કરતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખુ વર્ષ જનનાયક ગૌરવ વર્ષ જાહેર કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે શિક્ષણ, આરોગ્ય, આવાસ, શિષ્યવૃત્તિ જેવી અનેક યોજનાઓ આદિવાસીઓના ઉત્થાન માટે જાહેર કરી છે. તેના સફળ અમલીકરણ માટે…
૯ ઓગસ્ટે આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના ૨૮ તેજસ્વી તારલાઓ ૧૦મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ જઈ રહ્યા છે. જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના હરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે. જેના ભાગરૂપે આ પ્રવાસે જતા ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે મુલાકાત:- કલેક્ટરએ બાળકો, તેમના વાલીઓ અને આ શૈક્ષિણક પ્રવાસમાં જોડાનાર શિક્ષકઓ સાથે રસપ્રદ…
સોનગઢ સરકારી હોસ્પિટલના પાછળના ગેટ પાસે ખાડા રાજથી અનેક દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી અંહી ખાડાઓ પડી જતા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ 108 ઈમરજન્સી જેવા વાહનો પણ આ ખાડાઓમાંથી પસાર થઈ રહ્યા છે. હોસ્પિટલના પાછળના ભાગે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. ત્યાં ઊંડા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે દર્દીઓ તેમજ ઈમરજન્સી વાહનો ચલાવતા ડ્રાઈવરને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્ટાફ પાર્કિંગ અને એમ્બ્યુલન્સ પાર્કિંગ ખાડાઓ:- હોસ્પિટલ સ્ટાફ પાર્કિંગ અને એમ્બ્યુલન્સ પાર્કિંગ વચ્ચે જે રસ્તો બનાવામાં આવ્યો છે. ત્યાં મોસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી…
દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, પરંપરા, અને અધિકારોનું સન્માન કરવા તેમજ તેમની સમસ્યાઓ પ્રત્યે વૈશ્વિક સ્તરે ધ્યાન દોરવા માટે મનાવવામાં આવે છે. આદિવાસીઓ, જેમને ‘આદિ’ (મૂળ) અને ‘વાસી’ (નિવાસી) એટલે કે મૂળનિવાસી તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને જળ, જંગલ, અને જમીનના રક્ષણમાં મહત્વનો ફાળો આપે છે. આદિવાસી દિવસનું મહત્વ:- વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, પરંપરાઓ, અને જ્ઞાનનું સંરક્ષણ કરવું તેમજ તેમના અધિકારોનું રક્ષણ કરવું છે. આ દિવસ તેમના અધિકારો, જેમ કે જમીન, જંગલ, અને સંસાધનો પરના હક્કો, તેમજ…