Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

દિવાળીમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે. આ વખતે 26 નવનિયુક્ત મંત્રીશ્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે..નવા મંત્રી મંડળની Exclusive માહિતી આપવામાં આવી  છે.

Read More

તાપી એસ.ઓ.જી દ્વારા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં એક્સપોઝિવના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડી  જેલના પાંજરે પુરી દેવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ વાત કરીએ તો,પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.લીબાચીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુરજીભાઈ, હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ઠાકોરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ  જિલ્લામા ગુના આચરી નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ  દાઉદભાઈ ઠાકોરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈને સંયુક્ત રીતે બાતમી અને હકીકત મળી હતી કે, ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 288, 54 તથા સ્ફોટક પદાર્થ અધિનિયમ 1908ની કલમ 4,5,6 તથા સ્ફોટક અધિનિયમ 1884ની કલમ 5 9(૯) બી 12 મુજબની કલમના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી જયંતિ ગોવિંદભાઈ ગામીત…

Read More

ગુજરાતના રાજકારણમાં હાલમાં અફરાતફરાનો માહોલ જામ્યો છે. કારણે કે, ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ ગુરૂવારે રાજીનામાં આપી દીધા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે. ત્યાર બાદ નવા મંત્રીમંડળનું લીસ્ટ પણ સામે આવી જશે. મહત્વનું કે દાદાની નવી ટીમાં કોનો સમાવેશ થાય છે તે સૌથી મોટી વાત છે.

Read More

ભારતના રમત-ગમત ક્ષેત્રના વિકાસને વેગ આપવાની દિશામાં આજે એક એતિહાસિક અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૩૦માં યોજાનાર ૨૪-મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરવામાં આવી છે અને તેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરે તેવી ભલામણ આ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૦માં શરુ થયેલા આ રમતોત્સવ શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તે શક્યતા હવે હાથવેંતમાં છે. આ ભલામણને હવે નવેમ્બર-૨૦૨૫માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ મૂકવામાં આવશે. ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના…

Read More

આ વર્ષે સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે આશરે 61 ટકાનો વધારો થયો છે, જેના કારણે તે રોકાણકારો માટે સ્ટોક, બોન્ડ અને અન્ય રોકાણ સાધનોની તુલનામાં સૌથી વધુ ઉપજ આપતો વિકલ્પ બન્યો છે. જોકે, બજાર હવે પ્રશ્ન કરી રહ્યું છે કે શું આ ઉપરનો ટ્રેન્ડ ચાલુ રહેશે કે સોનાના ભાવ ઘટશે. ભાવ વધારા મુદ્દે વિશ્લેષકોના અંદાજ:- ANZ બેંકના મતે, આવતા વર્ષે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ભૂ-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા, નબળો ડોલર અને સંભવિત યુએસ વ્યાજ દરમાં ઘટાડો આ વર્ષે સોનાના રેકોર્ડ સ્તરે પહોંચવાના મુખ્ય કારણો છે. સ્પોટ ગોલ્ડ $4,225.69 પ્રતિ ઔંસના સર્વકાલીન…

Read More

વાલોડ, સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં નાસતા-ફરતા આરોપી તથા વ્યારા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાના આરોપીઓને મોટર સાયકલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ ધર્મેશ મગનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવન્સનને ખાનગી રીતે બાતમી મળતા વ્યારાના સીંગી ફળીયાથી ઘાટા તરફ જતા રોડ પરથી વાલોડ પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી અને છેલ્લાં કેટલાક સમયથી ફરાર થયેલા આરોપીઓ દિપક દિનેશભાઈ વસાવા, ભાવેશ ભગુભાઈ વસાવાને ઝડપી લેવામાં આવ્યા છે. ભેજાબાજ શખ્સોએ આશરે એકાદ વર્ષ પહેલા સરૈયા ગામના એક ઘરના આગળના ભાગેથી યુનિકોર્ન મોટર સાયકલની ચોરી કરી હતી. પકડાયેલા શખ્સો પાસેથી…

Read More

ઉચ્છલના મીરકોટ ગામ નજીક ખાડીના પાણીમાં પ્રતિબંધિત વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર માછીમારી કરી રહેલા આરોપીઓને તાપી SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે વિસ્ફોટ કરીને માછલીઓ પકડવાના કૃત્યમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ છે. આ ઉપરાંત અન્ય બે શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. શું હતી ઘટના :- તાપી જિલ્લા એસઓજીની ટીમ ઉચ્છલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસકર્મી વિપુલ રમણ અને શરદ સુરજીને બાતમી મળી હતી કે મીરકોટ ગામની સીમમાં એક હોટેલ પાસેથી પસાર થતી ખાડીમાં કેટલાક ઈસમો વિસ્ફોટકનો ઉપયોગ કરીને માછીમારી કરી રહ્યા છે. મળતી બાતમીના આધારે સ્થળ પર રેડ કરવામાં આવતાં પાંચ…

Read More

ગુજરાતમાં સોમવારે શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી બે ઘટનાઓ સામે આવી છે. વડોદરામાં વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શહેરની MS યુનિવર્સિટીના ક્લાસરૂમમાં અશ્લીલ ચેનચાળા કરવાનો વીડિયો વાયરલ થયો છે.અંહી ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને કર્યું ચુંબન હતું. અશ્લિલ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. યુવક-યુવતી સામે થશે કાર્યવાહી:- ઘટના સામે આવ્યા બાદ અશ્લીલ ચેનચાળો કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.બંન્ને યુવક-યુવતીની ભાળ મળતાં જ તેમને સસ્પેન્ડ કરાશે. એમએસ યુનિવર્સિટીએ આ ઘટનાને નિંદનીય ગણાવી છે. આ ઉપરાંત મોબાઈલથી વીડિયો ઉતારનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરવામાં…

Read More

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે તા.૧૧/૧૦/૨૦૨૫ના શનિવારના રોજ સાંજે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા તાપી ફન ફેસ્ટ ૨૦૨૫ના ભવ્ય સમારોહમાં હેમ્ઝ મ્યુઝિક ઈવેન્ટ દ્વારા દેશભક્તિગીતો તેમજ લીમડદા ગામના ગૃપ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. ગીત સંગીતથી ભરપૂર કાર્યક્રમને લઈ દર્શકો ઝુમી ઉઠ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનથી અનેકવિધ કાર્યક્રમોમાં હજારો સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્ટ/ઈલેકટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડવાનો જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરપુર પ્રયાસ કરાયો હતો. ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મિશન લાઈફ (પર્યાવરણ માટે જીવન શૈલી) મુખ્ય થીમ સાથે જિલ્લામાં ઠેરઠેર લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. ટકાઉ જીવનશૈલી…

Read More

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદ રવિવારે વકર્યો હતો. ખેડૂતોની મહાપંચાયતની સભાને પોલીસ દ્વારા મંજૂરી ન આપવા છતાં બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, આ દરમ્યાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મહાપંચાયતને મંજૂરી ન હોવાથી એકઠા થયેલા લોકોને પોલીસ દ્વારા વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન એકઠા થયેલા લોકોમાંથી પોલીસની PCRવાન અને ગાડી પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાતાવરણ તંગ બનતા પોલીસે ટોળું વિખેરવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. તેમજ આ ઘટનામાં 20થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. ઘટના મુદ્દે આપ નેતા રાજુ કરપડાનું નિવેદન:- રાજુ કરપડાએ કહ્યું…

Read More