Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરીકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ આપવામાં આવશે. આ ધિરાણ યોજનાઓમાં લાભ મેળવવા ઈચ્છુક નાગરિકોએ આગામી તારીખ ૨૩ જુલાઈથી તારીખ ૧૭ ઓગષ્ટ સુધીમાં www.sje.gujarat.gov.in/gscdc પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માટે અનુસૂચિત જાતિના નાગરીકોને ધિરાણ આપવા માટે સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તેમજ ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે.…
આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મંગળવારે ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને રાહત ન મળતા હવે જેલમાં જ રહેવું પડશે. મંગળવારે પણ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી હોવાથી ચૈતર વાસાવએ જેલમાં વધારે સમય રહેવું પડશે. ચૈતર વસાવાની અરજી પર ગુજરાત સરકારે વધારે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ચૈતર વાસાવાની અરજી પર હવે પાંચ ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે:- ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ચૈતર વસાવાની પોલીસે…
તાપી જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર બારોડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં આવેલી તમામ બેંકો, તમામ ATM સેન્ટરો, સોના- ચાંદી તથા કિંમતી ઝવેરાતની દુકાનો તથા શો રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ- બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, હાઈવે પરના ટોલ નાકા, સોનગઢ RTO ચેકપોસ્ટ તથા જ્યાં બહારના માણસોને રહેવાની સુવિધાઓ પુરી પડાતી હોય તેવા સ્થળો તથા બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔઘોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો/ ઉપભોક્તાઓ/ વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોએ પ્રવેશ…
માહિતી ખાતા દ્વારા શરુ કરવામાં આવેલી ‘Gujarat Information’ નામની વ્હોટ્સએપ ચેનલના બહોળા પ્રચાર પ્રસારના ભાગરૂપે આજે તાપી માહિતી કચેરી દ્વારા આજે વ્યારાના વધુ અવરજવર ધરાવતા સ્થળોની મુલાકાત લઈ બેનર્સ લગાવી લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એક જ દિવસમાં ૫૫૦થી વધુ લોકોને વ્હોટ્સએપ ચેનલમાં જોડી વિક્રમ સર્જ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતામાં સત્તાવાર માહિતીનો પ્રચાર-પ્રસાર થાય તે માટે ગાંધીનગર સ્થિત માહિતી ખાતાની વડી કચેરી દ્વારા કેટલાક સમય પૂર્વે વ્હોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના પ્રચાર પ્રસારના ભાગરૂપે તાપી માહિતી કચેરીના કર્મીઓ દ્વારા આજે વ્યારાના જિલ્લા સેવા સદનના જનસેવા કેન્દ્ર, કોલેજ, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, લાઈબ્રેરી, બસ મથક, હાટ બજાર…
તાપી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈપણ વ્યક્તિઓ અને પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા સ્થળોએ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે જાહેરનામા મુજબ વ્યારા ટાઉન વિસ્તારમાં આવેલી નગરપાલિકા હસ્તકનું તળાવ, ઉકાઇ ડાબા કાંઠા નહેર, છીંડીયા ગામે, ચાંચ ફળિયામાં ઝાંખરી નદીના કિનારો, વેલ્દા બંઘાર ફળિયામાં વિશ્રામગૃહ પાસે અમૃતસરોવર, ઇન્દુ તથા રામકુવા,ચિખલી ગામે મીંઢોળા નદી તેમજ ચિખલી ડેમનો વિસ્તાર, વિરપુર તાડકુવા કાટગઢ ગામોમાં મીંઢોળા નદી કિનારાનો વિસ્તાર,ચુનાવાડી ખાપરી નદી નજીકનો વિસ્તાર,થુટી (ઇરીગેશન),ઉકાઇ જળાશયનો વિસ્તાર ઉચ્છલ તાલુકો, જામકી (મીનીગોવા), ઉકાઇ જળાશયનો વિસ્તાર, હરીપુર,વડદેખુર્દ (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર, કણઝા.કાળાવ્યારા,બેડકુવાદુર…
રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત તા.18 અને 19 જુલાઈના રોજ રાજ્યવ્યાપી બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શહેરો- હાઈવે પર આવેલા 267 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરી હતી.આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમ, તોલમાપ તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશ રૂપે રાજ્યના તમામ 33 જિલ્લામાં અલગ-અલગ પેટ્રોલ-ડીઝલ પંપોની આકસ્મિક તપાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આટલા જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવી:- જેમાં અમદાવાદ જિલ્લામાં 3,પંચમહાલમાં -2 તેમજ વડોદરા, સુરત,…
કેરીને ભારતનું મુખ્ય ફળ અને ફળોનો રાજા માનવામાં આવે છે. કેરીની મોસમ આવતાની સાથે જ લોકો તેના પર ઝૂમીને તેને પુષ્કળ પ્રમાણમાં ખાય છે. કેરી ખાવાની સાથે તેમાંથી વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દશેરા અને અલ્ફોન્સો કેરી અહીં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારતમાં કેરીની ઘણી જાતો ઉગાડવામાં આવે છે અને દરેક જાતનો પોતાનો સ્વાદ, રંગ અને કદ હોય છે. અહીંની કેરીની જાતો બજારોમાં પ્રભુત્વ ધરાવે છે, તેથી જ અહીંની કેરીની માંગ સમગ્ર વિશ્વમાં છે. પરંતુ શું તમે જાણો છો કે ચીન પણ કેરીની ખેતી કરે છે. ચીન ફક્ત દશેરી, અલ્ફોન્સો, ચૌંસા અને લંગડા જેવી ભારતીય જાતોની ખેતી…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડાના પંચાયત પ્રમુખને અપશબ્દો બોલી મારામારી કરવાના કેસમાં સેન્શનકોર્ટમાં કરેલી જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી છે. ચૈતર વસાવાએ જામીન અરજીમાં એવી રજૂઆત કરી કે, તેમની ધરપકડ રાજકીય કાવતરાનો ભાગ છે. શાસક પક્ષે રાજકીય કિન્નખોરી રાખીને તેમની સામે ખોટી ફરિયાદ કરી છે. તેથી તેમને જામીન મળવા જોઈએ. જેની સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે. ચૈતર વસાવાએ જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, તેમણે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સામે કરેલી પોલીસ ફરિયાદમાં પોલીસે કોઈ કાર્યવાહી કરતી નથી. તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરવા ભાજપ તરફથી પ્રયાસ કરાય છે. પોલીસ સંજય વસાવા સામે ફરિયાદ લેવા તૈયર…
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના છેવાડાના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ગુજરાતીઓએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના ૧૧મા, ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ તેજસ બાકરે તથા ભારતના ૩૬મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી…
સુરતના કરચેલિયા ગામે છેડતીની ઘટના બાદ માલો ગરમાયો છે. બાળકી દુકાને પેન્સિલ લેવા ગઈ હતી ત્યારે દુકાનદારે બાળકીની છેડતી કરતા સમગ્ર ગામમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ સ્થાનિક લોકોએ દુકાન અને દુકાનમાં રહેલો સામાન સળગાવી દીધો હતો તેમજ દુકાનમાં તોડફોડ કરી હોવાની માહિતી મળી રહી છે. લોકોએ દુકાનમાં કરી તોડફોડ:- આદિવાસી સમાજની બાળકીની છેડતી બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આટલી મોટી ઘટના છતાં પોલીસે ફરિયાદ ન લીધાનો ગામલોકોએ આરોપ લગાવ્યો હતો. પોલીસે ફરિયાદ ન લેતા ગામ લોકોએ પોલીસનો પણ કર્યો ઘેરાવ કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ ઘટના…